વડગામ વોટ્સએપ ચર્ચા

વડગામ વોટ્સઅપ ચર્ચા : ભાગ-૨

www.vadgam.com વોટ્સઅપ ગુપ ના માધ્યમથી આ ગ્રુપમાં સામેલ વડગામ તાલુકાના વતનીઓ દ્વારા પોતાના સમયની અનુકૂળતાએ વડગામ તાલુકાના વિકાસને લઈને સકારાત્મક ચર્ચાઓ થતીરહે છે જેમાંથી કેટલાક પસંદ કરેલા વિચારો આ વેબસાઈટ ઉપર સમયાંતરે વહેતા કરવામાં આવે છે કે જેના થકી આ અમૂલ્ય વિચારોને દરેક લોકો સુધી પહોંચાડી શકાય અને માણી શકાય.

——————————————————————————————————————————–

 

મને એ જાણી ને ખુશી થાય છે કે ગ્રુપમાં ઘણા લોકો ખરા અર્થમાં ગામ અને સમાજની સુખાકારી માટે ચિંતિત છે જે ચોક્કસ બધા માટે એક સારી બાબત બનશે. – શ્રી આર.પી. શાહ

 

દોસ્તો, વેકેશનમાં એવુ નથી લાગતું કે મા-બાપોએ બાળકોને નૈતિક સંસ્કારો, મોટુ મન, ઉદારતા, મજબૂત મનોબળ, બોલવાની કુશાગ્રતા જેવુ શીખવી શકાય. અને મા-બાપોએ પણ શીખવું જોઈએ. ને પેલા અમુક સમાજોમાં સમાજ સુધારાઓ માટે  જે મહિલા કમીટીઓ બનાવી છે જે બીજી મા-બહેનોને પણ બાળકોને ઉપર જણાવેલ ગુણ આપવાનું શીખવે. આ રીતે દરેક સમાજની ગામની પણ કમીટી થાય જે બાળ સંસ્કારનું બાળકોને તેમજ બીજી મા-બહેનોને પણ શીખવે. – ચિરાગ એચ.ચૌધરી.

 

હા એ બહુ જ જરૂરી અને મહત્વનું છે. આ પ્રક્રિયાને ‘કેળવણી’ કહી શકાય. શિક્ષણ લે છે બધા પણ કેળવણી મા ઝીરો જેમાં ઘણી વખત મા-બાપ પણ એમાં આવી જાય. – નિતિન એલ. પટેલ

 

એપ્રિલ મહિનો એ ફળોની ઋતુનો મહિનો છે. ફળ-ફળાદીનો ઉપયોગ કરનારદરેક જણને મારી વિનંતી કે આ ફળોના બિજને ફેંકી ના દેતા તેને ધોઈને પ્લાસ્ટિક પાઉચમાં સાચવી રાખે અને જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે જ્યાં પણ ઉજ્જડ જમીન જોવા મળે અથવા તો હાઈવે ઉપર મુસાફરી કરી રહ્યા હો ત્યારે આ સંગ્રહ કરેલ બિજ્ને યોગ્ય જગ્યાએ ફેંકી દો. આપણી આ નાની પ્રવૃત્તિથી જો આપણે એક ઝાડ ઉગાડવમાં સફળ થઈશું તો આપણું આ મિશન સફળ ગણાશે. આ મારો એકલાનો આઇડિયા નથી. મહારાષ્ટ્રમં ઘણા લોકો આ અદ્દભૂત મિશનમાં જોડાયા છે આ અંગે મે લેખ વાંચ્યો હતો તો મારી વિનંતી કે આપણે આ મિશનમાં શા માટે ના જોડાઈએ ? – શ્રી જી.આર.ભટોળ

 

મારું માનવું છે કે મહારાષ્ટ્રની પ્રખ્યાત તોતાપુરી કેરી આ કારણે જ વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ છે અને એ જ કારણ જુનાગઢની કેશર કેરી માટે પણ ગણી શકાય. આંબો વાવો તો કેરી ખાશો અને છાંયો પણ મળશે. જમીનના પાણી ઊંડા ગયા અને વડગામ પંથકના અડોસ-પડોશના ઘણા વિશાળ કેરીના આંબાઓ સુકાઈ ગયા પરંતુ આપણે ઉપર જણાવેલ મિશન પાર પાડવા પ્રયત્ન જરૂર કરીએ. વરસાદની ઋતુમાં કોઇ લિંબડાની નીચે જે લિંબોળી ઊગે છે એ નાના છોડને કોઈ યોગ્ય જગ્યાએ રોપી શકાય. મેં ઘણી વખત આ કર્યુ છે. આ કુદરતી રેડીમેડ વૃક્ષના છોડ ને યોગ્ય જગ્યાએ ઊગાડી શકાય અને તેવું જ કેરીના છોડ માટે પણ થઈ શકે. નિતિનભાઈ આવનાર વરસાદની ઋતુમાં આ કામ કરીએ જે પણ થોડુ ઘણું ગામનું ગૌચર બચ્યું છે ત્યાં આ પ્રયોગ કરીએ જો દરેક ગ્રુપ મેમ્બરને યોગ્ય લાગે તો…..!   – ચિરાગ એચ. ચૌધરી

 

ચાલો આપણે પ્રયત્ન તો કરીએ યાર ! આપણો હેતુ તો સારો છે અને ખોવાનુ કંઈ નથી જેટલા થાશે એ ફાયદો !!! નાના સોપાન સર કરે આસમાન. !! બટ એના માટે અત્યારથી તૈયારી કરી લેવી. – હિતાર્થ રાજગોર.

 

કરો કંકુના / કરો શરૂઆત…આમ પણ મારા ખેતરમાં તો હું કરું જ છુ. ચોમાસાનું પેલુ એક નક્ષત્ર છે જેમાં ઝાડ ચોંટી જ જાય. રાબડિયા નક્ષત્રમાં ને લિંબડીઓ તો ગાંડા બાવળ કે ઝાડી-ઝાંખરામાં ચોપી દેવી કોઈ પાસુ તોડે પણ નહી અને ઝટ મોટી થઈ જાય. આમ પણ ખબર નહિ કેમ પણ મને વ્યક્તિગત મારી ઉંમર મુજબ આવા નાના કામમાં જ વધુ રસ છે. જેઓ જાગૃત છે તેઓ અવશ્ય આ કામ કરે.બાકી મોટા મિશનમાં આપણે ટીમ વર્ક કરી શકાય કોઈની સુચના મુજબ……!!! – ચિરાગ ચૌધરી.

 

છેલ્લા કેટલાક મહિનાઓથી બાઈક અકસ્માતોનું પ્રમાણ રોકેટ ગતિએ વધ્યુ છે. ઘણા યુવાનો આવા અકસ્માતોથી ગંભીર ઇન્જરી અથવા તો મોતને ભેટ્યા છે અને મેં ઓબ્ઝર્વ કર્યું છે કે મોટા ભાગના અકસ્માતોમાં આવા બનાવો હેલ્મેટ ના પહેરવાના કારણે બન્યા છે. આપણે લોકો જો બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવીએ તો ૮૦ થી ૯૦% ગંભીર કહી શકાય તેવા બનાવો અકસ્માત પ્રસંગે અટકાવી શકીએ. – દિનેશભાઈ આર. પટેલ

 

મેં સમાચાર પત્રમાં ક્યાંક વાંચ્યુ હતુ કે જો ગોપીનાથ મુંડે એ સીટ બેલ્ટ બાંધ્યો હોત તો કદાચ તેમનો બચાવ થઈ જાત.

શ્રી આર.પી.શાહ.

 

આ બધુ અંતે તો ડ્રાઇવિંગ સેફ્ટી માટે છે. આપણે ઘણા એવા અકસ્માતો જોઈએ છીએ કે જેમાં હેલ્મેટ પહેરવાથી જિંદગી બચી ગઈ હોય અને હેલ્મેટ ના પહેરવાથી જિંદગી ગુમાવી હોય. – દિનેશભાઈ આર. પટેલ

 

હા હેલ્મેટ જિંદગી બચાવે છે. ગુજરાતી કલ્ચર જ હેલ્મેટથી દૂર ભાગી રહ્યું છે. બીજા રાજ્યોમાં અને શહેરોમાં તો બંને સીટ ઉપર બેસનારા હેલ્મેટ પહેરે છે..એ કાયદો છે…..અને આપણે ત્યાં તો ડ્રાઈવ કરનાર પણ નથી પહેરતા….. – ચિરાગ એચ.ચૌધરી.

 

એક પ્રશ્ન છે. વડગામવાસીઓ અંગ્રેજી કેવી રીતે શીખી શકે કે સુધારી શકે ? કોઇ ટીપ્સ કે આઇડિયા ?

મને એક એક પુસ્તકમાં આ વિશે નીચે જણાવેલ થોડી ટીપ્સ વાંચવા મળી જે સુરભી પિલ્લાઈ (એસોસીયેટ પ્રોફેસર) દ્વારા સુચવવામાં આવી છે.

ખૂબ જ મોટા પ્રમાણમાં અંગ્રેજી પુસ્તકોનું વાંચન વધારો જે તમારા અંગ્રેજી સુધરવામાં મદદરૂપ થશે.

અંગેજી ફિલ્મો જુઓ.

દરેક પ્રકારના અંગ્રેજી કાર્યક્રમો નિહાળો.

શક્ય એટલું અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરો

ગ્રામરની ચિંતા છોડો માત્ર બોલવાનો પ્રયત્ન કરો.

અને સતત મહાવરો ચાલુ રાખો.

–          નિતિન એલ. પટેલ

 

અને વોટ્સએપ પર અંગ્રેજીમાં મેસેજ લખવાનો પ્રયત્ન કરો – શ્રી પ્રવિણભાઈ કાળીદાસ ભોજક

 

ગુજરાતી અને અંગ્રેજી સમાચારપત્રોનું વાંચન કરવું જોઈએ જેથી કરીને સરખાપ્રકારના સમાચાર યોગ્ય રીતે સમજવામાં સરળતા રહે. ડિક્શનરીનો ઉપયોગ કરવો જોઈએ જેથી કોઈ પણ પ્રકારનો શબ્દ ન સમજાય તો ડિક્શનરીના માધ્યમથી જાણી શકાય. મે પણ હાઈસ્કૂલ અને કોલેજના અભ્યાસ દરમિયાન ગુજરાતી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ દરમિયાન અંગ્રેજી શીખવા માટે ખૂબ જ મહેનત કરી છે. – શ્રી આર.પી.શાહ

 

મે પણ ગુજરાતી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ વખતે સખત મહેનત કરી છે. જે વખતે મારુ પર્ફોમન્સ નબળુ હતું પણ હું સખત મહેનત ને વળગી રહ્યો. ડિક્શનરીનો ઉપયોગ એ બેંચમાર્ક્સ સાબિત થઈ શકે છે. – ચિરાગ એચ. ચૌધરી

 

માતા-પિતાને નમ્ર નિવેદન

શું આપના બાળકની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ?

તો શું આપના બાળકના ચોપડા (પુસ્તક) તમે પસ્તીમાં આપી દીધાં ?

પસ્તીમાં પુસ્તક આપી શું તો બહુ બહુ તો રૂ. પ૦/- આવશે. તો ચાલો..

આ વર્ષે કોઈ પુસ્ત્ક કોઈ પસ્તીવાળાને આપવાને બદલે કોઈ એવા બાળકને આપીયે કે જે અભ્યાસમાં હોંશિયાર છે અને પૈસાના અભાવે પુસ્ત્ક ખરીદી નથી શકતા.

તમારા ધ્યાનમાં આવું કોઈ બાળક હોય તો તેને તમારા હાથે પુસ્ત્ક આપી તેનું સારું ભવિષ્ય નિર્માણ કરવામાં સહયોગી થાવ. આપે આપેલુ પુસ્તક કોઈ બાળકનું ભવિષય બનાવી શકે છે. – ચિરાગ એસ. સોલંકી