રીપોર્ટર

આપ સૌનું વડગામ વેબસાઈટના રીપોર્ટર તરીકે અમારી સાથે જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે. આપ સૌ જાણો છો તેમ આજના યુગમાં ઇન્ટરનેટ એ પ્રસાર-પ્રચારના માધ્યમ તરીકે સશક્ત રીતે ઉભરી રહ્યું છે,તેમજ ગ્રામિણ સ્તર સુધી તેનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેવા સંજોગોમાં આપના ગામમાં બનતી રોજ-બરોજની ઘટનાઓ,સમાચાર, મૃત્યુ  નોંધ,જન્મનોંધ,અભિનંદન-શુભેચ્છા સંદેશ,મકાન,પ્લોટ,ખેતિવાડી જમીન, દૂધાળા ઢોર, વાહન, દુકાન ખરીદ-વેચાણ માહિતી તથા અન્ય માહિતી તેમજ જાહેરાત દેશ-વિદેશમાં વસતા સૌ વડગામવાસીઓ સુધી પહોંચાડવા માટે વડગામ વેબસાઈટ www.vadgam.com એક સશક્ત માધ્યમ બની શકે તેમ છે,તેવા સંજોગોમાં આપ આપના અનુકુળ સમયમાં આપના ગામની ઉપયોગી માહિતી અમારા સુધી પહોંચાડી સમાજ ઉપયોગી કાર્ય તો કરી જ શકો છો ઉપરાંત વધારાની આવક પણ જાહેરાતના માધ્યમથી મેળવી શકો છો. જ્યારે આજે વર્તમાનપત્રોમાં જાહેરાત તેમજ અન્ય બાબતોની માહિતી આપવા માટે ઉંચા દર ચુકવવા પડતા હોય છે તેવા સંજોગોમાં વડગામ વેબસાઈટ ઉપર નજીવા દરે આ પ્રકારની માહિતી આપીને આપ જરૂરી માહિતી વડગામવાસીઓ સુધી પહોંચાડી શકો છો. આપ જો સમાજ ઉપયોગી કાર્ય કરવાની સાથે સાથે વધુ આવક પણ મેળવવા માંગતા હો તો આપ આપના ગામના પ્રતિનિધી તરીકે વડગામ વેબસાઈટના રીપોર્ટર તરીકે જોડાઈ શકો છો.

વડગામ વેબસાઈટના રીપોર્ટર તરીકે આપનું નામ નોંધાવા માટે સંપર્ક કરો.

નિતિન એલ.પટેલ

મો- ૯૪૨૯૪૦૭૭૩૨

ઈ-મેલ :- nitin.vadgam@gmail.com