આપણા તિર્થસ્થળો

પ્રચલિત સ્થળ ગુરૂ ધૂધલીમલ – પાણીયારી.

પાલનપુરથી ૧૮ કીલોમીટરના અંતરે આવેલ જલોત્રા તા.વડગામથી અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલ ગુરુ ધુધળીનાથનો ભાંખરો લોકોની અનેરી શ્રધ્ધાનું પ્રતિક છે. પાણીયારીથી અડધા કિ.મી.ના અંતરે ગુરૂ મંદિર છે.આ ગુ્‍રૂ ધુધળીનાથના સ્થાને દર વસંત પંચમી એ મોટો મેળો ભરાય છે. આજુબાજુના ગામોમાં પહેલા પુત્રના પ્રસંગે ગુરુનો લોટ શ્રાવણ માસના સોમવારે કરવાનો મહિમા છે. વડગામ તાલુકાના જલોત્રા થી કરમાવદ તળેટીમાં તેમજ બીજી બાજુ પાણીયારી તળેટીમાં આશ્રમમાં લોકો આવી ગુરુના પર્વત ઉપર ચડી પૂજા કરી નીચે આવી.સમુહ ભોજન કરેલ છે. પાણીયારીમાં આશ્રમમાં રહેવા તથા જમવાની સગવડની પણ વ્યવસ્થા છે.
કહેવાય છે કે , આશરે ૧૫૦ વર્ષ અગાઉ ગુરૂ ધૂધલીમલ પાટણથી અત્રે પધાર્યા હતા અને બાદમા તેમની પ્રતિષ્ઠા અહી કરવામા આવી હતી.

ઇ.સ.૧૯૪૨માં નવનાથ ચોર્યાસી સિદ્ધ ગુરુ ધૂધલીમલ ની પ્રતિમા નોતીરામ ગુરુએ તે સમયે શિલ્પકારોને બોલાવી ચિત્ર નિરૂપણ કરીને જાતે સલાટ પાસે ૪૨ મણ વજનની પથ્થરની મૂર્તિ બનાવી તે સમયે સિદ્ધપુરમાંથી ૧૦૦ બ્રાહ્મણોની સાથે લઇ બનાસકાંઠાના વડગામ તાલુકાના ઘોરીપાવડીના દરબારો તેમજ અંધારીયા, વગદડી, મોતીપુરા, મુમનવાસ અને પાણીયારીના ભકતો દ્વારા તે સમયે વસંતપંચમીના દિવસે શોભાયાત્રા ફેરવી મૂર્તિર્ને ગુરુના ભાંખરે ગુરુગુફામાં પધરાવી પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

ત્યારથી પ્રતિ વાર્ષિક વસંતપંચમીના દિવસે સિદ્ધપુર સહિત આજુબાજુ તેમજ વડગામ તાલુકાના હજારો ભકતો ધૂધલીમલ ગુરુના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજ પ્રમાણે સિદ્ધપુર ગામ મઘ્યે મંડી બજારના ચોકમાં ધૂધલીમલ નું ભવ્ય મંદિર આવેલુ છે. સિદ્ધપુરના કેટલાક બ્રાહ્મણોના પરીવાર દ્વારા પોતાના સંતાનોની બાબરી ઉતરાવી ગુરુના ભાંખરે ગુરૂગુફામાં લાડુ બનાવી લોકોને બ્રહ્મ ભોજન કરાવવાની પરંપરા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજે અહી દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે તમામ પ્રકારની સગવડો  કરવામા આવી છે.પાણીયારી પાસે અંખડ પાણી ઉપલબ્ધ છે. ગુજરાત સરકારના ગેજેટીયરમા પણ અ બાબતની વિશેષ નોધ કરવામા આવી છે.

આ સ્થાનની માહિતી આપતી વેબસાઈટ http://paniyariashram.com પણ ઉપલબ્ધ છે.