વ્યક્તિ-વિશેષ

અભિનંદન

વડગામ ના વતની અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ મા પોલીસ ઈંસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી કિરણભાઈ પી.પટેલે પોતાની પોલિસ અધિકારી તરીકે કુશળતા સાબિત કરતા અનેક ગુનાઓ નુ પગેરૂ મેળવી ગુનેગારો ને પકડી સમાજ્સેવા નુ ઉમદા કાર્ય કર્યુ છે. એક પ્રામાણિક પોલિસ અધિકારી ની છાપ ધરાવતા શ્રી કિરણભાઈ એ વડગામ પંથક નુ નામ સમગ્ર રાજ્ય મા રોશન કર્યુ છે.

તાજેતર મા તેઓ શ્રી એ આંતર રાજ્ય ઘરફોડ ચોરી ઓ કરતી અને હાઈ પ્રોફાઈલ સક્રીય ગેંગ  ની જબ્બે કરતા એક વધુ સફળતા હાંસલ કરી છે.આ ઉપરાત તેઓ એ પોલીસ અધિકારી તરીકે સાયબર ક્રાઈમ ના અનેક મુશ્કેલ લાગતા ગુનાઓ ઉકેલી પ્રશસનિય કાર્ય કર્યુ છે.

તેઓ ના કાર્ય ની નોધ અનેક પ્રાદેશિક અને રાષ્ટ્રિય અખબારો એ લીધેલ છે અને વિગતવાર અહેવાલો પ્રકાશિત કરેલ છે.

તેઓ શ્રી એક પોલીસ અધિકારી હોવા છતા તથા પોતાની ફરજ મા વ્યસ્ત હોવા છતા અનેક બીજા પણ સમાજ ઉપયોગી કાર્યો કરતા રહ્યા છે અને અનેક સામજિક સંસ્થાઓ સાથે સકળાયેલ છે, ટેકનોલોજી અને સાહિત્ય તેમનો આગવો શોખ છે તેમજ સતત નવુ નવુ શિખવાની ધગશ તેમજ પ્રવ્રુતિશિલ રહેવાની તેમની આદત થી તેઓ આજે સફળતા ના શિખરો સિધ્ધ કરી શક્યા છે.

વડગામ ગામ અને વડગામ પંથક ના લોકો તરફ્થી તેમને ખુબ ખુબ અભિનંદન.તેઓ શ્રી આથી પણ વિશેષ સમાજ સેવા, દેશ સેવા કરી વડગામ પંથક નુ નામ સમગ્ર દેશમા રોશન કરે અને પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ.

આપ તેમના Email ID krn.patel@gmail.com ઉપર અભિનંદન સંદેશ મોકલી શકો છો અથવા તો અહી નિચે comment ઉપર click કરી આપનો અભિપ્રાય લખી શકો છો.

આ લેખ ના અનુસંધાને અખબારો મા પ્રકાશિત થયેલ અમુક સમાચારો નિચે ની લિંક ઉપર ક્લીક કરી વાંચી શકો છો.

એક કરોડની ઘરફોડ ચોરી કબૂલી

‘High-flying’ thieves held in Ahemadabad

‘નેટ’ ઉપર નગ્ન ફોટા મુકવાની ધમકી આપી રૃા. ૧ લાખ માગ્યા

ઓરકૂટ ઉપર યુવતીના ફોટા નીચે બિભત્સ લખાણઃ નેટફ્રેન્ડ પકડાયો

વિશેષ અહેવાલ