નાણાકિય-આયોજન

રોકાણ અંગેની ટાળવા લાયક સૌથી મોટી 5 ભૂલો. – વિદ્યા કુમાર

આપણે બધા જાણીએ છીએ કે આપણા ધ્યેય અનુસાર ભરોસાપાત્ર રોકાણ કરવું એ મહત્વનું છે. અહીં આપણે 5 એવા નિષ્ક્રિય રોકાણ અંગેની ભૂલોની યાદી બનાવીએ છીએ કે જેનાથી દરેકે ઘણું દૂર રહેવું જોઈએ.

1.    નાણાકીય આયોજન અને બજેટ (ઉપજ-ખર્ચના અંદાજ)નો અભાવ – આપણામાંના કેટલાક લોકો મનમાં વિશ્વાસપાત્ર ન હોય એવું આયોજન વિનાનું મનફાવે તેમ રોકાણ કરે છે. કેટલીક મૈત્રીભાવે અપાયેલી સલાહના આધારે આપણે કેટલાક શેર ખરીદીએ છીએ તો ટેક્સ બચાવવા માટે નાણાકીય વર્ષના અંતે કરવા જઈ રહેલા રોકાણો આપણી નાણાકીય રૂપરેખાને સુસંગત છે કે નહીં એ અંગે ખરેખર સમજ્યા વિના કેટલુંક રોકાણ છેલ્લી ઘડીએ કરીએ છીએ. આપણે આપણા રિસ્ક (સાહસો) અંગેની રૂપરેખાના આધાર પર આપણા ધ્યેયો, આવક, ખર્ચાઓ, આપણા આશ્રિતો વગેરેની યાદી બનાવીને તે અનુસાર નાણાકીય આયોજન કરવું જોઈએ અને ત્યારબાદ એ નાણાકીય આયોજનનો અમલ કરવો જોઈએ.

એક એ પણ મહત્વનું છે કે એ માટે અંદાજપત્ર હોવું જોઈએ અને એને વળગી રહેવું જોઈએ. જો એનું કડક રીતે પાલન ન થાય તો આપણે બિનજરૂરી બાબતોમાં આપણા સાધનોને વેડફી નાંખીએ છીએ. અને વિમો ખરીદવા જેવી મહત્વની બાબતો માટે પૈસા હોતા નથી.

2.    ખરેખર સમજ્યા વિના રોકાણ કરવું – ચોક્કસ, તમારે રોકાણ નિષ્ણાત બનવાની આવશ્યકતા નથી પરંતુ તમે જેમાં તમે રોકાણ કરી રહ્યા છો એ તમામ સાધનો, સંપત્તિ (માલ – મિલકત) અને વ્યવસાયો અંગે તમારે સજાગ રહેવું જોઈએ. તે માટે બજારને સમજવાની કોશિશ કરો, વળતરની અપેક્ષાઓ અથવા કેવી રીતે વ્યવસાયનું સંચાલન થાય છે તે જુઓ. જો તમે સજાગ નથી તો તમારે પ્રયત્ન કરવો જોઈએ વધુ અભ્યાસ માટે અથવા એમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ.

3.    રોકાણોમાં વિવિધતાનો અભાવ – તમારી વળતરની અપેક્ષાઓ તેમજ તમારા નાણાકીય ધ્યેય પર આધારિત જુદા જુદા પ્રકારની સંપત્તિઓમાં મૂડીરોકાણ કરવું તમારા માટે જરૂરી છે. જો તમે માત્ર એક અથવા બે પ્રકારની મિલકતમાં મુડી રોકાણ કરો છો તો ત્યાં એને લગતું બજાર મંદ પડવાથી તમારું નાણાકીય આયોજન નષ્ટ થઈ જશે અને તમે ગુમાવાની સ્થિતિમાં આવી જશો.

4.    કુટુંબ નાણાકીય વ્યાવસાયિક સ્થિતિથી અજાણ હોય છે – ઘણી વખત કુટુંબનો માત્ર એક વ્યક્તિ – સામાન્ય રીતે જે વ્યક્તિ રોકાણ કરે છે તે, કુટુંબની નાણાકીય સ્થિતિથી માહિતગાર હોય છે. આ બાબત ટાળવા યોગ્ય છે. કારણ કે જીવનમાં ભાવિ આગાહી કરવી શક્ય નથી. એક કરતાં વધુ વ્યક્તિઓએ પરિવારની નાણાકીય વિગતો જેવી કે વીમા અંગેનો ક્લેઈમ (દાવો), મેડિકલ ક્લેઈમ અંગે જાણવું જોઈએ. ભૌતિક સંપત્તિઓ જેવી કે રોકાણ અંગેના દસ્તાવેજો, સોનું, બોંડ સર્ટિફિકેટ્સ, સહી સલામત તેમજ સુરક્ષિત રાખવા જોઈએ અને ઓછામા ઓછા એક પરિવારના સભ્યે વિગતો અંગે માહિતગાર રહેવું જ જોઈએ. બેંક તેમજ ડીમેટ ખાતાને લગતા પાસવર્ડ સલામત રાખવા જોઈએ પરંતુ એ માટે જરૂર પડ્યે બેંકિંગ તેમજ ડીમેટ ખાતાને લગતી તમામ કાર્યવાહી કરી શકે એવી કોઈ વિશ્વાસુ વ્યક્તિ હોવી એ પ્રકારના ચોક્કસ રસ્તાની આવશ્યકતા છે.

5.    નકામા બિન ઉપજાઉ રોકાણને પકડી રાખવું –  આપણે એવા રોકાણોમાં પૈસા રાખીએ છીએ કે જે નકામા પડી રહ્યા હોય. કાં તો એ કેટલીક વ્યાવસાયિક સલાહો પર આધારિત હોય છે અથવા તો આપણા પોતાના સંશોધન અને વિશ્લેષણ પર આધારિત હોય છે. પરંતુ આવા નિર્ણયો ઊંધા પડે અને અપેક્ષા મુજબ વળતર આપવાંર બદલે નુકશાન પહોંચાડે છે એવું પણ બની શકે કે કામચલાઉ ધોરણે મૂડી-મિલકતમાં આખલાની ઝડપે તેજગતિએ વધારો થઈ રહ્યો હોય અને ત્યારબાદ બજાર દ્વારા તેની ખરી કિંમત નક્કી થઈ જાય (સ્થાયીપણે ભાવો ગગડી જાય). આપણામાંના ઘણાં કેટલાક બિનઉપયોગી રોકાણોને પકડી રાખવાની ભૂલ કરે છે, એવું વિચારીને કે લાંબા ગાળે એના ભાવમાં ઉછાળો આવશે. પરંતુ આપણી ભૂલ સ્વીકારીને એવા નકામા રોકાણોને વેચી નાંખવા અને એ પૈસા કોઈ સારી સંપત્તિમાં રોકવા એ વધુ સારું કાર્ય ગણાશે.

ભારે મહેનત કરીને કમાવેલા નાણાનું રોકાણ કરવું એ આપણા અને આપણા કુટુંબના ભવિષ્ય માટે ઘણું કપરૂં કાર્ય છે. અને આપણે ખાતરી કરી લેવી જોઈએ કે આપણું રોકાણ કરવું એ આપણી કમાણી જેટલું જ અગત્યનું ગણવું જોઈએ. એટલા માટે જ આપણે રોકાણોને લગતી ભારે ભૂલો ટાળવી જોઈએ.

સારાંશ : એ મહત્વનું છે કે ભરોસાપાત્ર જગ્યાએ રોકાણ અંગેનું આયોજન હોવું અને નક્કી કરવું કે આપણે આપણા ભારે જહેમત દ્વારા કમાવેલા નાણાનું રોકાણ કરતી વખતે નીચે મુજબની ભૂલો નહીં કરીએ –

1.      નાણાકીય આયોજન અને અંદાજપત્ર (આવક-ખર્ચના હિસાબ)નો અભાવ

2.      ખરેખર સમજ્યા વિના રોકાણ કરવું

3.      રોકાણોમાં વિવિધતાનો અભાવ

4.      વ્યાવસાયિક કામકાજની નાણાકીય સ્થિતિ કુટુંબનું અજાણ હોવું

5.      નકામા – બિનઉપજાઉ રોકાણો સાથે ચીટકી બેસવું

 

વિદ્યા કુમાર   (મુળ અંગ્રેજીમાં)
કલ્પેશ સોની (ગુજરાતી ભાષાંતર)

Courtesy:-  www.gettingyourich.com