www.vadgam.com

લગ્નવિધિ
[લગ્નવિધિનો આ લેખ પૂજ્ય શ્રી મોટા વિરચિત વિધિવિધાન પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.આ પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પહેલા વેદી છે.વેદીને ચારબાજુ ચાર ખૂણા છે.તે ચાર દિશાના ચાર ખૂણા સૂચવે છે.તેની બહાર દેખાતા પગથિયાં ત્રિગુણાત્મક પ્રકૃતિનાં સૂચક છે અને વેદીની ઉંડાઈએ જીવનની ગૂઢતા અને ગહનતા દર્શાવે છે.એમાં પ્રગટાવેલો અગ્નિ એ જ્ઞાન  (પ્રકાશ) અને ગરમી (શક્તિ)નો ધોતક છે.એ પ્રગટ દેવ છે. જ્ઞાન  અને શક્તિ વિનાનું જીવન એ જીવન નથી.તેની ઉપર ચારેબાજુ એક એક પાન અને તે ઉપર એક એક સોપારી મુકેલ છે.તે ગણપતિનું પ્રતિક છે.પછી એમાં અગ્નિ હોય છે.તે અગ્નિની એટલી બધી શી જરૂર ? અગ્નિ સર્વત્ર ફેલાયેલો છે.આકાશમાં આકાશ સાથે છે,તેમા સૂક્ષ્મરૂપે અગ્નિ છે.જળમાં પણ અગ્નિ છે, પૃથ્વી માં પણ અગ્નિ છે,આપણા શરીરમાં પણ અગ્નિ છે.આપણા લોકોએ એટલે કે અસલના લોકોએ જોયુ કે અગ્નિ બહુ ઉપયોગી છે.અગ્નિ વિના માણસ ક્ષણવાર પણ જીવી શકે નહિ.માટે તે પરમેશ્વર,દેવ છે.શક્તિ છે.

અગ્નિ એ શક્તિ છે.તેને ચેતતો રાખવો જોઈએ,પણ ચેતતો રાખવા માટે તેને આહુતી આપવી જોઈએ.આહુતિ આપીએ તો જ ચેતતો રહે.તમે તેને શાની આહુતિ આપશો ? કામ,ક્રોધ,લોભ,મોહ,મદ,મત્સર,રાગદ્રેષ,અંહ આદિની આહુતિ આપશો,તો આપણા જીવનમાં તે અગ્નિ ચેતતો,શુધ્ધ પણે ચેતતો રહે.અગ્નિની જીવનમાં ઘણી આવશ્યક્તા છે.રોમેરોમ માં અગ્નિ છે.આપના શરીરમાં એ અગ્નિ શુધ્ધ ચેતનવંતો રહે  માટે એને કામક્રોધાદિક ,લોભમોહાદિક,રાગદ્રેષાદિક,અહમ આદિની આહુતિ આપ્યા કરશો.એટલા માટે આપણી સંસ્કૃતિમાં દરેક વિધિમાં અગ્નિને મહત્વ આપેલુ છે.તલ,જવ અને ઘંઉ એનાં પ્રતીક છે.

હવે કંકુનો ચાંલ્લો,ચૂનો અને હળદરથી કંકુ બને છે.ચૂનાના ગુણધર્મ જાણીતા છે.એ દઝાડે  એટલો તેજ છે.એટલો જ દઝાડેલા  ને શાતા આપનાર છે.હાડકાને મજબૂત કરી શકે છે.હળદર લોહીને શુધ્ધ કરવાનું કામ કરે છે. આ બનેંના મિશ્રણથી કંકુ થાય છે.કંકુ ત્યાગનું સૂચક છે અને લાલ રંગનું છે.જેમ આપણું લોહી લાલ છે.આ લોહી એકદમ ખાઈએ તેવુ જ કંઈ બનતુ નથી.કેટલુય છોડી દે છે.ખાઈએ પેટમા જાય,એમાં અનાજ સાથે બીજા કેટલાંય મિશ્રણ થાય,આંતરડામાં જાય,તેમાંથી કેટલોક ભાગ કાઢી નાખે છે.ત્યાગ કર્યા કરે છે અને છેવટે શુધ્ધ સ્વરૂપે લોહી બને છે.

અને ચોખા એ પુરુષાર્થ છે.તે પુરુષાર્થનું પ્રતીક છે.ચોખા શરીરને પુષ્ટ અને બળવાન બનાવનાર અનાજ છે.એનાથી મળતી શક્તિથી પુરુષાર્થ પ્રેરવાનો છે.ત્યાગની ભૂમિકા પર પુરુષાર્થ હોય તો જ એકબીજા દીપે.એટલે આ જીવનમાં ત્યાગ અને પુરુષાર્થ બે રાખ્યા,તો તમે ફતેહ પામશો,એ સમજાવવા માટે આપણા આર્ય રૂષિઓએ આ પ્રતીક આપ્યું છે.

પછી આ નાડાછડી કાચા સૂતરની છે.એ સ્નેહનું પ્રતીક છે.એની કોમળતા એટલી બધી છે કે તૂટે નહિ એ માટે ખૂબ જ સાવધ રહેવાનું છે.જરા એને તાણીએ તો તૂટી જાય.કાચા સૂતરને તાંતણે તમે બંધાઓ છો.આ સંસારમા અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે,વિઘ્નો આવશે,યુધ્ધો આવશે,કોયડાઓ આવશે,સમસ્યાઓ આવશે,દુ:ખો આવશે,વિપત્તિઓ આવશે,પણ તમે બંધાયેલા છો નાડાથી.યાદ રાખજો કે તમે છૂટી ના જાઓ એટલા માટે આ નાડાછડી છે.આ સંસારમાં એવુ બધુ થવાનું.કોઈનું નહિ થાય એવુ નહિ,બધાંયને થવાનું પણ તમે ધીરજ રાખશો,સહિષ્ણુતા રાખશો,સમતા રાખશો,તટસ્થતા રાખશો,મૌન ધારણ કરશો,આપણને ગમે તે લડી બોલી ગયુ હોય  તો પણ તે વખતે શાંત રહેવુ.મૌન ધારણ કરો તો કલેશ કંકાશ વધતો અટકી જશે. એ વખતે મુલાયમ બનશો.આવા કાચા સૂતરને તાંતણે વરકન્યા ગંઠાય છે.આ નાડા છડી વરકન્યા તથા માતાપિતા પરસ્પરને બાંધે છે.એથી બધા જ સ્નેહમાં પરસ્પર દઢ્ રહે એમ સૂચવાયુ છે.

નહિ તો આ સંસારમાં ક્લેશ કંકાશથી જીવવુ,તે તો ભયંકર છે,તે બદતર જીવન છે.એના કરતાં મરવું સારુ.ક્લેશ કંકાશમાં જીવવું,એકબીજા પર વિશ્વાસ ન હોવો તે જીવવામાં મજા નથી.

અગ્નિને પધરાવવા,પ્રગટાવવા માટે એની ભૂમિકા તૈયાર કરવા માટે ચંદન નાંખવામાં આવે છે.

જીવવું કોને ગણાય ? તેની વ્યખ્યા શી ? જે જીવન ક્રાંતિને પ્રેરે,ક્રાંતિને પ્રેરનારું છે,તે જ જીવન કહેવાય.

લગ્ન કોને કહેવાય ? લગ્ન કોને કહે છે ? જીવનની ઉત્ક્રાંતિ થવાને માટે લગ્ન છે.છોકરા પેદા કરવા નહિ,પણ જીવનની ઉત્ક્રાંતિ થવા,ઉર્ધ્વગામી થવા,ભગવાન તરફ જવા,ભગવાનનો અનુભવ મેળવવા માટે લગ્ન છે.અથવા જીવનના કોઈ આદર્શને માટે મરી ફીટવું એને માટે લગ્ન છે,પણ કામનાને પોષવા માટે લગ્ન નથી.આપણા શાસ્ત્રો પણ એમ જ કહે છે કે સંયમને માટે લગ્ન છે.

ગ્રહશાંતિ : લગ્નવિધિના પહેલા ગ્રહશાંતિની વિધિ છે.આપણા શાસ્ત્રીય કર્મકાંડોમાં “ગ્રહોની શાંતિ માટે આ વિધિ રાખવામાં આવે છે.પણ ગ્રહદશા તો જીવદશાની ભૂમિકા પર છે.પણ અહીં જીવાત્મા આત્મશક્તિ,દ્રઢ સંકલ્પ અને ઉત્કટ  પુરુષાર્થ ધ્વારા અત્મદશા અનુભવવા લાગ્યો છે.આથી લગ્નજીવનની શરૂઆત કરતા પહેલા “ગ્રહશાંતિ”નો સંકલ્પ વિધિ જરૂરી છે,કારણ કે ઘરમાં કોઈ પણ કિંમતે શાંતિ પ્રસન્નતા જળવાય તો જ તે ઘર કહેવાય.

નારિયેળ : એ જીવદશાનું પ્રતીક છે.માટે એનું સમર્પણ યજ્ઞકુંડના જ્ઞાનાગ્નિમાં કરવાનો વિધિ છે.

મીંઢળ : લગ્ન જેવા પ્રસંગમાં ખુશી,હર્ષ,ઉલ્લાસ,ઉમંગના ઉભરાઓથી હદયના ધબકારા વધી જાય છે.હાથે મીંઢળ બાંધવાથી  હદયના ધબકારા કાબૂમાં રહે તેવો ગુણ મીંઢળમાં છે.આ હેતુને ધ્યાનમાં રાખીને આપણા રૂષિમુનિઓએ હાથે મીંઢળ બાંધવાનો રિવાજ પાડેલો.

લગ્નની ભાવના : લગ્નની પાછળ શી ભાવના રહેલી છે,તેના વિશે ચૌદ શ્લોકો છે,તે પણ પ્રતીકરૂપે છે.જીવનની ચૌદ ભૂમિકાઓ કહેવાય છે.કેટલાક સાત કહે છે.હું ચૌદ ભૂમિકામાં માનું છું.તેથી ચૌદ ભૂમિકાના ચૌદ શ્લોકો લખ્યા છે,તે અનુષ્ટુપમાં છે.લગ્ન એકલા ભોગવિલાસ માટે નથી.એ તો તપ માટે જ છે.સમાજમાં દેશનું, પિતૃઓનું, ઋષિઓનું અને દેવનું ઋણ અદા કરવા માટેનું સાધન છે.

ગુલાબ: ગુલાબનું કેટલુ સૌન્દર્ય છે! આ સૌન્દર્ય સાથે તેમાં કાંટા પણ છે.આ કાંટાને પણ પ્રેમથી ભોગવી લેવા જોઈએ.

સપ્તપદી:  લગ્નવિધિની અંદર સપ્તપદી બહુ મોટામાં મોટો ભાગ ભજવે છે.જે લગ્નમાં સપ્તપદી ન બોલાઈ હોય તે લગ્ન ન ગણાય.તેનું રહસ્ય છેક નીચેથી માંડીને ઉપર લઈ જાય છે.એ અંગેના શ્લોકોમાંનું રહસ્ય સમજવા જેવું છે.

મંગળફેરા: જીવનમાં ધર્મ,અર્થ,કામ અને મોક્ષ એ ચાર પગલા છે.આપણા ઋષિમુનિઓએ ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને મૂક્યા છે.અર્થ અને કામ એવા રાખવા કે જેથી ધર્મ અને મોક્ષ સચવાય.આ હેતુ થી જ ઋષિમુનિઓએ અર્થ અને કામને ધર્મ અને મોક્ષ ની વચ્ચે મૂક્યા છે.આ ચારફેરાને મંગળફેરા કહે છે.એ પણ લગ્નવિધિમાં ખૂબ જરૂરી છે.આજે જીવનમાં અર્થ અને કામ બે મહત્વના થઈ પડ્યા છે.ધર્મને કોઈ માનતું નથી અને મોક્ષની વાત તો ઠીક છે.

ધર્મ, અર્થ અને કામ – એ ત્રણમાં પ્રક્રુતિ આગળ છે.જીવનમાં પ્રકૃતિ અને પુરુષ બંને છે.પુરુષ સુષુપ્ત છે.જ્યારે મોક્ષની સ્થિતિ આવે છે ત્યારે પુરુષ મોખરે રહે છે અને પ્રકૃતિ પાછળ રહે છે-ગૌણ બની જાય છે.

મંગળફેરા કરતા પ્રથમ ત્રણ પગલામાં ધર્મ,અર્થ અને કામમાં કન્યા મોખરે રહે છે.ચોથું પગલું આવે ત્યારે પુરૂષ મોખરે રહે છે.બધે તમે જોજો આ રિવાજ છે.ધર્મ,અર્થ અને કામ – આ ત્રણ ભૂમિકામાં કન્યા એટલે પ્રક્રુતિ મોખરે રહે છે,જ્યારે મોક્ષની ભૂમિકામાં પુરૂષ મોખરે રહે છે.

કન્યાદાન: કન્યા એવી કોઈ વસ્તુ નથી કે તેનું દાન કરાય. તે તો માતાપિતાનું એક અંગ છે અને આ સનાતન યજ્ઞ  ચાલે છે.તેમાં દિકરી સ્વેચ્છાએ  સમર્પિતા છે,એવી ભાવના છે.

આ વિધિ પછી વરકન્યા એકબીજાને હાર પહેરાવે છે.તે ધ્વારા એવો સંકેત કરાયો છે કે લગ્નજીવનને પુષ્પો જેવું કોમળ,સ્વીકારાત્મક અને સુગંધિત બનાવવાના એકબીજાના સંકલ્પને બનેં ઉમળકાથી ફળાવવા મથશે.

લગ્ન સબંધ એ પવિત્ર ભાવના છે.એ ભાવના એટલે તો પુરૂષ પ્રકૃતિ નો હદયથી સુમેળ સાધીને એ પરમ ચેતનને,પરમ તત્વને જાણવું,સમજવું,અનુભવવું તે છે.

પ્રભુ આપણને આપણા જીવનમાં એવા લગ્નના આદર્શની ભાવનામાં હદયથી જીવંત ખ્યાલ રખાવી તેને ફલિત કરાવો એ જ પ્રાર્થના.

લગ્નભાવના

(અનુષ્ટુપ)

હાજરીમાં વડીલોની પ્રતિજ્ઞા  લઈએ અમે,

યજ્ઞ  આ જિંદગીકેરો સાથે આચરશું અમે.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

જિંદગીકેરું જાણીને અનોખું મૂલ્ય જીવને,

યજ્ઞ ની ભાવના પેરે માંડીશું ડગલા અમે.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

આહુતિ વ્રુતિઓકેરી સમર્પ્યા કરીને પથે,

સંયમે જીવનપુષ્પ વિકસાવીશું પ્રેમપે.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

વ્રત આ જિંદગીકેરું સહેલું તે નથી પાળવું,

જાણીને આજે તે બનેં જોડાઈએ ચહી ઉંડું.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

ભોગવાઈ જતાં પ્રેમ ભાવ તો ઉડી જાય છે !

ત્યાગ સમર્પણે પ્રેમ ઓર શો તે ખીલ્યા કરે !

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

પ્રેમના ભાવનું જ્ઞાન  કેળવી કેળવી હદયે,

ચાહી ચાહી અમે બનેં સાથે ઉડીશું જીવને.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

ડગલા સાત તો સાથે ચાલ્યાથી મિત્રતા સ્ફુરે,:

જીવનની ભૂમિકામાં વર્તીશું તેમ ઉભયે,

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

મહાણવા મહાલવા કાજે  જિંદગીકેરું મૂલ્ય શું ?

જિંદગી તપને અર્થે,ભાવે એક થયા જશું.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

ગુલાબકેરું સૌંદર્ય નર્યુ ના ભર્યુ જીવને,

કાંટાયે છે જાણી જોડાઈએ અમે હર્દયે.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

સુખને દુ:ખ ને શોક હર્ષાદિકેરી વ્રુતિઓ,

વેદવા સમભાવે તે,મળીએ આજ જીવને.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

મહત્વ આપી સાથીને મિટાવી દઈ જાતને,

આપ ઉગાડવા કાજે જોડાઈએ પરસ્પરે.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

પ્રેમના ભોગવી જાણે,આપતાં આપતાં ચહી,

ભાવ ખીલવવાને તે આજે જોડાઈએ અમે.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

આનંદ જિંદગીકેરો ભીંજાઈએ જ ભાવથી,

બીજાને સ્પર્શવા કાજે એક તો બનીએ અમે.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

દિલ તલસતા ભાવે આજે બેઉ અમે પથે,

જિંદગી પામવા કાજે એક તો બનીએ ખરે.

અગ્નિને સાક્ષી રાખીને વર્તવા પ્રેમભાવથી,

થવાને એક,આહુતિ અર્પીએ સાથ દિલથી.

[પુસ્તક પ્રાપ્તિની વિગત:-પૂજ્ય શ્રી મોટા વિરચિત વિધિવિધાન, પ્રકાશક:-ટ્રસ્ટિમંડળ હરિ ઓમ આશ્રમ સુરત, પ્રાપ્તિ સ્થાન:-હરિ ઓમ આશ્રમ,સુરત-૩૯૫૦૦૫ અને હરિ ઓમ આશ્રમ નડિયાદ-૩૮૭૦૦૧, કિંમત - રૂ.૧૦/-]

મિનિ મહિન્દ્રા કાણોદરમાં ૩૫૦ ગેરેજ છે.
[આ લેખ ૦૫ મે ૨૦૧૨-અભિયાન માં પ્રકાશિત થયેલો.મારા બ્લોગ ઉપર આ લેખ લખવા માટે મંજૂરી આપવા બદલ અભિયાન ના આ લેખના કટાર લેખક શ્રી સંકેતભાઈ સોની નો આભારી છું]

ગુજરાતમાં ઘણાં એવાં ગામ છે કે જેમની પોતાની એક આગવી ઓળખ છે.પાલનપુર તાલુકાનું કાણોદર આવું જ એક ગામ છે.આ ગામની આમ તો ઘણી બધી વિશેષતાઓ છે.મિનિ મ્હેન્દ્રા તરીકે જાણીતા આ ગામમાં ૩૫૦ થી પણ વધારે ગેરેજ છે.૫૦૦૦ પરિવારો આ વ્યવસાય પર નભે છે.ગાડીઓ રીપેરિંગ કરવાનો ધંધો અહીં પુરબહારમાં વિકસેલો છે અને તેમાં પણ શિકારી જીપ તરીકે ઓળખાતી મહિન્દ્રાની જીપ અહીંની ઓળખ છે.શિકારી જીપ બનાવડાવવા લોકો ઠેરઠેરથી અહીં આવે છે.કાણોદરની આ અને બીજી વિશેષતાઓની વાત કરીએ.[વાંચો]

એક યાદગાર પ્રવચન – પ્રવીણ ક. લહેરી
[ ‘અખંડ આનંદ સામાયિક,વાર્ષિક અંક ઓક્ટોબર-૨૦૧૧માંથી સાભાર.આ લેખ મારા બ્લોગ ઉપર લખવા માટે મંજૂરી આપવા બદલ આ લેખના લેખક મા.પ્રવીણભાઈ ક.લહેરી સાહેબનો આભાર,તેમજ આ લેખ અંગે જાણકારી આપવા બદલ વડગામ ના વતની અને મુંબઈ સ્થિત આદરણીય શ્રી રમણીકભાઈ પ્રેમચંદભાઈ શાહનો આભારી છું.] ગુજરાતની સરહદે રાધનપુરમાં,રાજ્યની સ્થાપના કરનાર બાબી સરદારોના આશરે એક હજાર વર્ષ કરતાં પણ જૂના વંશવેલામાંથી પાલનપુર,બાલાશિનોર અને જૂનાગઢના બાબી નવાબોની હકૂમત વર્ષો સુધી ચાલી .જૂનાગઢ નવાબ શ્રી મહોબતખાને  સર શાહ નવાબ ભુટ્ટોને  દીવાનપદે સ્થાપી,જુનાગઢ રાજ્યનું પાકિસ્તાન જોડે જોડાણ કરવાની ચેષ્ટા કરી તેના ફળસ્વરૂપ આરજી હકૂમતની ઘટનાએ આકાર લીધો અને નવાબે જૂનાગઢ છોડી પાકિસ્તાન નાસી જવું પડ્યું. [વાંચો...]

Uttar Gujarat Vij Company Ltd.

INVITES APPLICATIONS FOR THE POST OF  “JUNIOR ASSISTANT (VIDYUT SAHAYAK)”

Click Here for Details……..

યે જિંદગી ના મિલેગી દોબારા…. www.vadgam.com
(વડગામ ના વતની અને મુંબઈ સ્થિત જાણીતા આર્કિટેક્ટ શ્રી દિલિપભાઈ મેવાડા  કેન્સર નામના જીવલેણ રોગ સામે દ્રઢ મનોબળ સાથે લડત આપી જિંદગી ની લડાઈ કેવી રીતે જીત્યા તેનો લેખ ચિત્રલેખાના ૫ માર્ચ ૨૦૧૨ના અંક માં પ્રસિધ્ધ થયો હતો,તેનો લેખ ચિત્રલેખાના સૌજન્ય થી અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે,જે દરેક વ્યક્તી અને ખાસ કરીને આવા અસાધ્ય રોગો થી પીડાતી વ્યક્તીઓ માટે પ્રેરણારૂપ છે….)

દિલીપ મેવાડા ( જાણીતા આર્કિટેક્ટ )

રોગ રોગનું કામ કરે…તમે તમારું !

૧૭ જૂન ૨૦૧૦…

સવારે સાડા છ વાગ્યે દિલીપ મેવાડાની આંખો ખૂલી ત્યારે એમણે જોયું કે બેડરૂમમાં એ સાવ એકલા છે.એમને ઉભા થઈને બાથરૂમમાં જવું હતું ,પણ એ શક્ય નહોતું. બનેં પગ સાવ નકામા હતા ને પીઠનું દર્દ અસહ્ય હતું.વળી બેડ રેસ્ટની કડક સૂચના હતી. જે કરવું હોય તે પથારીમાં !

દિલીપને આવા પરવશ જીવનનો હવે ત્રાસ થતો હતો. એક ક્ષણ માં એણે નક્કી કરી લીધુ: આના કરતાં તો મરી જવું સારું….

જો કે થોડી જ વારમાં બીજો વિચાર આવ્યો: આત્મહત્યા તો કાયર કરે…હું કાયર નથી !

એ પછી ત્રીજો વિચાર : વ્હીલચેરમાં રહેવાની શી જરૂર છે ?

ચોથો વિચાર : ચાલ ઉભો થા !

પચાસ વર્ષના આર્કિટેક્ટ દિલીપ મેવાડાને જીવનમાં જે જોઈએ એ બધું જ હતું: વત્સલ માતા,સાલસ સ્વભાવની પત્ની નીરુ, બે તેજસ્વી પુત્ર યશ-રાજ, કારકિર્દીનો મધ્યાહને તપતો સૂરજ ને એટલે પૈસે ટકે સુખી-સંપન્ન !

એક દિવસ સુખનો આ મિનારો કડડડભૂસ થતો લાગ્યો. ૨૦૧૦ના ઉનાળામાં એ સપરિવાર ન્યૂઝીલેન્ડ ફરવા જાય છે.મનભરીને ન્યૂઝીલેન્ડ  માણ્યા બાદ  મુંબઈ આવવાના આગલે દિવસે હોટેલ રૂમમાં અચાનક એમની કમર નીચેનો ભાગ જડ થઈ જાય છે..બનેં પગ કામ કરતા બંધ થઈ જાય છે.જેમ-તેમ વ્હીલચેર માં બેસીને મુંબઈ આવે છે.મુંબઈ માં ડો.શેખર ભોજરાજ  તાત્કાલિક ઓપરેશન કરી કરોડરજ્જુમાંથી એક ગાંઠ કાઢે છે. એ ગાંઠ મલ્ટિપલ માયલોમા નામના કેન્સર ની છે એવુ નિદાન લીલાવતી હોસ્પિટલના ડો.અભય ભાવે કરે છે.

મલ્ટિપલ માયલોમા એટલે બોનમેરો ધ્વારા લોહીમાં રહેલા શ્વેતકણમાંના અમુક એવા કણ ,જે પ્લાજ્મા સેલ તરીકે ઓળખાય છે એનું કેન્સર, આમાં શરીરના પ્રત્યેક સાંધા પર ગાંઠ થવાની શક્યતા રહે ને હાડકા કમજોર થઈ જાય.

ડો.ભાવેનું કહેવુ હતું કે મલ્ટિમલ માયલોમાનો કોઈ કાયમી ઉપચાર નથી માટે આવતી કાલથી કીમોથેરપી શરૂ કરીએ….

હવે પછીની વાત સંવાદ રૂપે:

દિલીપ : હોલ્ડ ઓન ડોક્ટર ….મારે કીમોથેરપી નથી કરાવવી. અત્યારે મારે ઘેર જવું છે. ચાર-પાંચ દિવસ પછી પાછો આવીશ.

ડોક્ટર : મને લાગે છે ,તમે બરાબર સમજ્યા નથી.

દિલીપ : ના, હું બરાબર સમજી ગયો છું, પણ તમને કદાચ ખબર નહી હોય કે મારા પરિવારમાં કેન્સર નો એક લાંબો ઇતિહાસ છે.મારા પિતાને મેં લન્ગ કેન્સર માં ૪૦ દિવસમાં ૩૦ કિલોના થઈને મરતા જોયા છે. મારા દાદાને ગળાનું તો કાકાને જીભનું કેન્સર હતું. મોસાળમાં નાના-નાની, બે મામા,મામી,મામા ના છોકરા બધાને કેન્સર માં જતા જોયા છે. મારા ગામ,મારા સમાજ માં ,બનાસકાંઠા વિસ્તારમાં પચાસ ટકા કેન્સર ડેથ હોય છે એટલે જિનેટિકલી આઈ એમ હાઈલી પ્રોન ટુ કેન્સર.

ડોક્ટર : ઓકે. ઘરે જઈને શું કરશો ?

દિલીપ : આર્થિક-સામાજિક વહેવાર પૂરા કરીશ,ભવિષ્યનું પ્લાનિંગ કરીશ અને ૨૧ જૂને તમારી પાસે આવીશ.

ડોક્ટર : એક વાત તમે સમજી લેજો કે વિલંબ તમારે માટે જોખમી છે અને માયલોમાનો કોઈ ઇલાજ નથી..ઇટ્સ નોટ ક્યોરેબલ,બટ ઇટ ઇઝ ટ્રીટેબલ.

દિલીપ : ડોક્ટર એક વાત કહું? ૨૧મી એ હું તમારી પાસે આવીશ એ પછી મારા શરીર સાથે તમારે જે કરવું હોય તે કરજો. મને સંપૂર્ણ સાજો કરીને આપણે એક વિશ્વવિક્રમ કરીએ.

ડોક્ટર : જોઈએ હવે….

દિલીપ :બીજી એક વાત – ૨૧મી એ હું વ્હીલચેરમાં નહી,પણ ચાલીને આવીશ.

એ પછી ડોક્ટરે જે કહ્યું નહોંતુ તે આ હતું:

અરે ગાંડો છે આ તો …ભઈ તારી કરોડરજ્જુ ખોલી નાખી છે…એને ટટ્ટાર રાખવા ફાઈબરનું જેકેટ પહેરાવ્યું છે. છ મહિના સુધી તુ પલંગમાંથી ઉભો થવાનો નથી ને પાંચ દિવસ પછી ચાલીને આવવાની વાત કરે છે…

૧૫ જૂન ૨૦૧૦ના રોજ હોસ્પિટલમાંથી રજા મેળવી દિલીપ ઘેર આવે છે.ચેક્સ,કાગળિયા સાઈન કર્યા,જેને પાવર ઓફ એટર્ની આપવાના હતા એ આપી દીધા,બનેં પુત્રને બધુ સમજાવી દીધું.

બસ હવે રાહ જોવાની હતી ૨૦ જૂનની….

૧૭ જૂનની એ સવારે  સાડા છ વાગ્યે ફિલ્મના ટ્રેલરની જેમ આ બધું પરવશ દિલીપની આંખ સામેથી પસાર થઈ ગયુ..એ ચિત્રલેખાને કહે છે.

પલંગથી બાથરૂમ અઢી ફૂટ દૂર હતો. શરીરમાં જોર હતુ નહી.સાઈડ ટેબલ તથા બીજા આધાર લઈને જેમ તેમ હું ઉભો થયો.પચ્ચીસ મિનિટે હું માંડ માંડ બાથરૂમ સુધી પહોંચ્યો ને ટોઈલેટ સીટ પર ફસડાઈ પડ્યો..સામેની સાઈડ પર મિરર હતો,એમા મેં મારું પ્રતિબિંબ જોયું. હું મારી જાતને ઓળખી નહી શક્યો.

દિલીપ આ તું છે ? શું કરી નાખ્યું તે તારી જાત સાથે..?

ફરીથી ખરાબ વિચારોએ મગજનો કબજો લીધો,પણ થોડી જ વારમાં વિચારોને ખંખેરી એમણે રાડ પાડી:

દિલીપ…તું હજી જીવે છે!

એ હળવેક્થી ઉમેરે છે:

“મને થયું, આ તો માતાજીના ,કુળદેવીના આશીર્વાદ છે.એમણે મને લેવો હોત તો ક્યારનો લઈ લીધો હોત,પણ એમણે મને જિવાડ્યો છે તો હવે આ કેન્સર વિશે સમાજમાં જાગૃતિ ફેલાવ,તારા જેવા લોકોને મદદ કર…”

બસ, એ પછી એમણે બમણા જુસ્સા સાથે કેન્સરને માત આપવાનું નક્કી કર્યુ.પાંચેક દિવસ અસહ્ય દર્દ વેઠીને ઘરમાં ચાલવાની પ્રેક્ટિસ કરી અને ડોક્ટરને આપેલા વચન મુજબ ૨૧ જૂને એ લીલાવતી હોસ્પિટલના પ્રાંગણમાંથી ઓપીડી સુધી ચાલતા ગયા.

એમનો અડગ નિર્ધાર જોઈને ડો.ભાવે એ કહ્યુ;

” આઈ કાન્ટ બિલીવ ધિસ ! યુ હેવ અ ફેન્ટાસ્ટિક રિકવરી. નાઉ લેટ મી  રિ-થિન્ક. મારે કીમોથેરપી નથી કરવી. હું તમને એ જ દવાનો ડોજ ઇન્જેક્શનથી નહી,પણ ટેબ્લેટ સ્વરૂપે આપીશ.”

આ રીતે લેન ડેક્સની ઇમ્યુનોથેરપી પહેલી સાઈકલ શરૂ થઈ. પહેલી સાઈકલ બાદ ડો.ભાવેએ રેડિયેશનની જરૂર છે કે નહી એ માટે મુંબઈની હિંદુજા હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ ડો.કન્નનને કન્સલ્ટ કરવા કહ્યું. ડો કન્નને પણ દિલિપની હિંમત જોઈને ત્રણ મહિના માટે રેડિયેશન ટાળી દીધું.

એ પછી લેન ડેક્સની બે સાઈકલ પૂર્ણ થયા બાદ ટેસ્ટ કરાવતા ખબર પડી કે પૂર્ણ કરોડરજ્જુમાં જમણી બાજુના હિપબોન સોકેટમાં રોગ ફેલાયો છે. ત્યાર બાદ ઇમ્યુનોથેરપીની  ત્રીજી સાઈકલ બાદ એમ આર આઈ સ્કેલેટોગ્રામ કર્યો તો જાણે ચમત્કાર થયો. ડો. ભાવે એ ફાઈલ પર શેરો માર્યો;

વીજીપીઆર અર્થાત વેરી ગુડ પાર્શિયલ રેમિશન !

ત્યારે દિલીપે કહ્યું કે ડોક્ટર આનો અર્થ એ કે આપણે વર્લ્ડ રેકોર્ડની નજીક છીએ ? ડોકટર કશું બોલ્યા નહી માત્ર અર્થસભર સ્મિત રેલાવ્યું.

ઇમ્યુનોથેરપીની છ સાઈકલ બાદ રિપોર્ટ એકદમ સરસ આવ્યો. રેડિયોલોજિસ્ટ ડો.કન્નને કહ્યું કે હવે રેડિયેશનની જરૂર નથી,પણ હું તમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપું છું. એમના કહેવા મુજબ, એ કરાવ્યા પછી તમે ક્યોર લેવલ પર આવી જશો ને નોર્મલ, પીસફૂલ, બ્યુટિફુલ લાઈફ જીવી શકશો.

બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ  મુંબઈની  પ્રિન્સ અલીખાન હોસ્પિટલના પ્રખ્યાત ડો.તપન સૈકિયા કરશે એવું નક્કી થયું. આ અગાઉ ડો.સૈકિયાએ ૧૯૮૨માં ભારતનું પહેલું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરેલું.

૨૦ માર્ચ, ૨૦૧૧ ના રોજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયું.આ દરમિયાન પણ એમનો જુસ્સો કમાલનો હતો.એ સ્કેચ બનાવતા,યોગાસન કરતા,સંગીત સાંભળતા,પોતાની એક પિક્ટોરિયલ બાયોગ્રાફી લખવાના નિર્ધાર સાથે લેપટોપ કોમ્પ્યુટર પર મુદ્દા ટપકાવતા.ટૂંકમાં, એમનો સ્પિરિટ અચંબો પમાડે તેવો હતો એટલે જ સારવાર દરમિયાન એક દિવસ ડો.સૈકિયાએ વિનંતી કરી: મારા એક પેશન્ટ સાથે વાત કરશો ? એમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે,પણ એ બહુ અપસેટ છે…

“જરૂર શું નામ એનું ?”

“ આદેશ શ્રીવાસ્તવ. જાણીતા સંગીતકાર”

- અને માંદગીના બિછાનેથી દિલીપે આદેશ શ્રીવાસ્તવનું કાઉન્સેલિંગ શરૂ કર્યુ…

૧૫ જુલાઈ,૨૦૧૧ ના રોજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બાદ રિકવરી પછી રિપોર્ટ આવ્યો:કમ્પ્લિટ રેમિશન”

આજે દિલીપ મેવાડાએ ત્રણેક માયલોમા પેશન્ટ તથા સીએ હિતેશ ભૂતા તથા યુકેના ડો.અતુલ મહેતાથી લઈને ડો.તપન સૈકીયા,ડો.અભય ભાવે ,ઓસ્ટ્રેલિયાના ડો.મમ્મન ચેન્ડી, ઇન્ડિયન આર્મીના ડો.વેણુ નાયર,પૂણેના ડો.શશી આપ્ટે,ડો,જોશુઆ સાથે મળીને  માયલોમા ફ્રેન્ડસ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે.આ ઉપરાંત,એ કેન્સર પેશન્ટ આગળ કાઉન્સેલિંગ કરવા જાય છે.પોતાનો અનુભવ એમની સાથે વહેંચી માયલોમા સાથે જિંદગી કેવી રીતે જીવવી એ સમજાવી એમને ચિયરફુલ રાખે છે.

એ કહે છે:

“ રોગ રોગ નું કામ કરે , દવા દવા નું કામ કરે અને તમારે તમારું કામ કરવાનું”. ધેર ઇજ નથિંગ વિચ ઇચ સ્ટોપેબલ….સાચું કહું તો છેલ્લા ૧૯ મહિના મારા જીવનનો શ્રેષ્ઠ સમય હતો. ઇટ વોઝ અ બ્યુટિફુલ જર્ની.

-અને હા…કેન્સર ઇજ ક્યોરેબલ !

Video of Understanding Life @ Vadgam www.vadgam.com
તા.૧ એપ્રિલ,૨૦૧૨ ના રોજ વલસાડના અખિલભાઈ અને તેમના ધર્મ પત્નિ તૃપ્તિબેન વડગામ ના આંગણે આવી પહોંચ્યા,મહેમાન તો અમારા ખરા જ,પણ આ મહેમાન મહેમાનગતિ ની સાથે સાથે વડગામ ને કંઈક આપવા વડગામ ના બાળકો,યુવાનો અને વ્યક્તિઓના જીવન વિશે ના વિચારો જાણવા અને ઓનલાઈન વિડીયોના માધ્યમથી વૈશ્વિક લેવલે વડગામને નવી ઓળખ અપાવવા પોતાનો કિંમતી સમય,શ્રમ સાથે સહકારની ભાવનાથી વિના મૂલ્યે સેવા આપી  છે જે બદલ વડગામ ગામ વતી તેઓશ્રી નો આભાર.

તેઓશ્રી નું કાર્ય તો પ્રશસનિય છે જ,સાથે સાથે સર્જ્નાત્મક અને વાસ્ત્વિક કહી શકાય તેવા પ્રકારનું છે,ગુજરાત ના અનેક વિસ્તારો માં ફરતા લોકોને રૂબરૂ મળીને અનેક વિષયો ઉપર માનવ જીવનના અનુભવનું ભાથુ તેમણે મેળવ્યુ છે,અને આ અનુભવ થકી પોતાના વિચારો તેમના સમ્પર્ક માં આવતા મિત્રો સાથે તેઓ વહેંચતા રહ્યા છે.તેઓ શ્રી એ આ મુલાકાતો ના અનેક વિડીયો બનાવ્યા છે,જે તેમની વેબસાઈટ www.akhiltv.com ઉપર મુકેલા છે.

તા.૧ લી એપ્રિલની તેમની વડગામની ૧ દિવસની મુલાકાત દરમિયાન Understanding Life વિષય ઉપર વડગામ ના યુવાનો,કિશોરો અને વ્યક્તિઓને પૂછેલા પ્રશ્નો અને મળેલ જવાબો માંથી ત્રણ વિડીયો તૈયાર કરીને તેઓશ્રી એ મોકલી આપ્યા છે.તો ચાલો જોઈએ,સાંભળીએ વડગામ ના પાવન, સુનિલ, ધવલ, જિગર, ચિરાગ અને ફતાભાઈ ધુળીયા અખિલભાઈના પ્રશ્નો નો શું જવાબ આપે છે ?

<object style="width: 500px; height: 425px;" classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" width="500" height="425" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"><param name="src" value="http://www.youtube.com/v/m-lEkiz0jyI" /><embed style="width: 500px; height: 425px;" type="application/x-shockwave-flash" width="500" height="425" src="http://www.youtube.com/v/m-lEkiz0jyI"></embed></object>

<object style="width: 500px; height: 425px;" classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" width="500" height="425" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"><param name="src" value="http://www.youtube.com/v/ftSm5Cqqrpc" /><embed style="width: 500px; height: 425px;" type="application/x-shockwave-flash" width="500" height="425" src="http://www.youtube.com/v/ftSm5Cqqrpc"></embed></object>

<object classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" width="500" height="425" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"><param name="src" value="http://www.youtube.com/v/c1TWswgoENk" /><embed type="application/x-shockwave-flash" width="500" height="425" src="http://www.youtube.com/v/c1TWswgoENk"></embed></object>

Under standing Life
Under standing Life with Vadgam Youth & Children's on 02.04.2011

વલસાડના અખિલભાઈ અને તેમના ધર્મ પત્નિ તૃપ્તિબેન તા.૦૧.૦૪.૨૦૧૨ ના રોજ સાંજે પાંચ કલાકે વડગામ આવી પહોંચ્યા અને સાંજે ૬ કલાકે નિર્ધારીત કાર્યક્રમ મુજબ Understanding Life ,જીવનને સમજો કાર્યક્રમ માં ઉપસ્થિત વડગામના બાળકો અને યુવાનો નો તેમણે નીચેના ત્રણ મહત્વપૂર્ણ ત્રણ પ્રશ્નો પૂછીને વિડીયો ઇંટરવ્યુ લીધો..મારા આશ્ચર્ય વચ્ચે વડગામના યુવાનોએ પ્રથમ વાર કેમેરાની સામે પૂછેલા પ્રશ્નોના બહુજ સુંદર જવાબો આપ્યા.

હા તો પ્રશ્નો હતા.

(૧) જીવન એટલે શું ?

(૨) તમારા જીવનથી તમે સંતુષ્ટ છો ? શા માટે ?

(૩) શું તમારી જીન્દગી સરળ છે ? શા માટે ?

આ પ્રશ્નો ના જવાબો તો વડગામના બાળકો અને યુવાનોએ જે આપ્યા તે તો આપણે વિડીયો મા જોવાનું છે,આ વિડીયો મને અખિલભાઈ ૧૦ થી ૧૫ દિવસ મા મોકલી આપશે,જે વડ્ગામ વેબસાઈટ ઉપર Understanding Life  કાર્યક્રમ અંતર્ગર્ત અખિલભાઈ અને તેમના ધર્મ પત્નિ તૃપ્તિબેન ની વડગામ મુલાકાત સાથેના લેખ સાથે ટૂંક સમય મા આ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.ત્યા સુધી વડગામ માં આયોજીત Understanding Life  કાર્યક્રમના ફોટોગ્રાફસ જોવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.

Understanding Life with Vadgam Youth & Children’s

વરસડામાં આવેલ પરચાધારી સધી માતાજી નું સ્થાનક.
Sadhi Mataji - Varasada

વડગામ થી આશરે ૧૦ કિ.મી ના અંતરે નાનુ એવુ વડગામ તાલુકાનું વરસડા ગામ આવેલુ છે,જે પરચાધારી સધી માતાજીના સ્થાનક તરીકે વિશેષ નામના ધરાવે છે.સધી માતાના સ્થાનક વિશે વાત કરતા પહેલા ગામનો થોડો ઇતિહાસ પણ જાણી લેવો જરૂરી છે જે મુજબ લોકવાયકા પ્રમાણે આ ગામની સ્થાપના લગભગ ૭૦૦ વર્ષ પૂર્વે થઈ હોવાનુ મનાય છે.આ ગામમાં ગુરૂ મહારાજની શ્રી ગુરૂ જમનાપુરી મહારાજની જીવત સમાધી છે,જેને ગામ લોકો વર્ષોથી પૂજે છે,ગુરૂ મહારજમાં ગામ લોકોને શ્રધ્ધા હતી,જેથી કરીને ગામમા કોઈના પણ ઘેર દિકરો જન્મે એટલે તેની યથા શક્તિ પ્રમાણે લોટ કરીને બાબરી વડી થતી,જે પરંપરા આજે પણ ચાલુ છે અને ગામ લોકો ને પણ ગુરૂની જગ્યામાં અપૂર્વ શ્રધ્ધા છે.વર્ષો પહેલા આ ગામની મુખ્ય વસ્તી સુમરા (મુસલમાનો)ની હતી અને જ્યારે સુમરા લોકો ગામ છોડીને ગયા ત્યારે વરસડા ગામના સ્મશાનમાં લીમડા નીચે પાંચ ઇંટો મુકીને ગયા હતા તે જગ્યા આજે વરસડામાં સધી માતા ના સ્થાનક તરીકે વડગામ તાલુકામાં પ્રખ્યાત છે.અને જ્યારે સુમરા લોકો આ ઇંટો મુકીને ગયા ત્યારે માતાજી ત્યાં રોકાઈ ગયેલા તેવી સત્યકથા આજે પણ ગામમાં લોકમુખે સાંભળવા મળે છે.

Sadhi Mataji-Varasada

ત્યારબાદ વર્ષો સુધી આ જગ્યામા દર્શનાર્થે  કોઈ ભાગ્યેજ જતુ અને આ જગ્યા ગામની સ્મશાનની જગ્યા હોઈ કોઈ માણસ મરણ પામે ત્યારે જતા બાકી તો રસ્તે આવતા જતા ભાગ્યે જ કોઈ લોકો દર્શનાર્થે જતા.

સધી માતાનો ઇતિહાસ વર્ષો પુરાણો હોઈ,આ જગ્યામાં ઘણા જ ચમત્કારો થયા છે.ગામ લોકો ના જણાવ્યા અનુસાર એક સમયે ગામમાં દુષ્કાળ પડેલો અને પહેલાના જમાનામાં દુષ્કાળ પડે એટલે લોકો ઢોર-ઢાંખર સાથે નીકળતા અને કોઈ જગ્યાએ રોકાતા..સમય જતા આ જગ્યા માં રાવળ યોગી સમાજનો ભાઈ પોતાના ઉંટ માટે લીમડો પાડવા ચડેલો ત્યારે તે લીમડો પાડી ન શકેલો તેથી કરીને આજ દિન સુધી ગામની કે કોઈ બહારની વ્યક્તી આ લીમડાનું દાતણ કે બળતણ કરેલ નહિ.સમય જતા આ લીમડો ઘટાદાર થયો અને તેમાંથી અનેક ભાગો છુટા પડેલા અને સુકાઈ ગયેલા,તેમાના એક લિમડાનો સુકાયેલો ભાગ આજે લીલો છે,જે આજે પ્રત્યક્ષ જોઈ શકાય છે.આ જગ્યામાં ખાસ કોઈ અવરજવર ન હતી કે માતાજીની વ્યવસ્થિત કોઈ પૂજા અર્ચના થતી ન હતી,માત્ર સાંજના સમયે ગામનો દિવો થતો અને દેવીપૂજક સમાજ તેમજ અન્ય સમાજના લોકો આ જગ્યા માં બલી ચડાવતા અને કોઈ પણ જાતની આ જગ્યામાં વ્યવસ્થા ન હતી.

<object classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" width="425" height="350" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"><param name="src" value="http://www.youtube.com/v/xWm4GocEuPQ&context" /><embed type="application/x-shockwave-flash" width="425" height="350" src="http://www.youtube.com/v/xWm4GocEuPQ&context"></embed></object>

આખા ગામનું ગંદુ પાણી ચોમાસુ આવતા આ જગ્યા માં થઈને તળાવ માં જતુ.દશેરાના દિવસે આ જગ્યા માં ભાગ્યે જ લોકો ગરબા ચડાવવા જતા અને ગામના લોકોમા એવી શ્રધ્ધા હતી કે કોઈ બીજા સમાજના લોકો અથવા દેવીપૂજક સમાજના કોઈ દિકરાને બોલાવીને તેને ગરબો ઉપડાવીને ગરબો ચડાવતા.મંદિરની આજુ બાજુ રસ્તો હોવાથી ગામની બહેનો આ માતાજીની લાજ કાઢતી અને કહેતી કે માતાજી સાથે થઈ જશે તેવી બીક હતી અને તેથી ગામના લોકો ખૂબ જ ડરતા અને માતાજીનો પ્રસાદ પણ બહેનો તો ખાતી ન હતી અને ભાઈઓ પણ ડરતા હતા.

Sadhi Mataji - Varasada

અને આ ડરના લીધે  આ સધિમાતાના સ્થાનકમાં ભાગ્યે જ કોઈ જતુ અને ગામની પ્રણાલી મુજબ આ જગ્યાનું કોઈ નૈવેધ ચડાવવામાં પણ આવતુ નહતુ,ભાગ્યે જ લોકો દર્શને જતા જે મા નો મહિમા જાણતા ન હતા અને ખૂબ જ ડરતા હતા.

આજ થી થોડા વર્ષો પહેલા ગામના થોડા માણસો એ ભેગા મળીને આ જગ્યા માં એક દાન પેટી મુકી અને આ પેટી એક વર્ષ પછી આ લોકોએ ખોલી તો તેમાંથી આશરે ૧૧,૧૧૧/-જેટલી રકમનું દાન નીકળ્યુ અને તે જ વખતે ગામલોકોને વિચાર આવ્યો કે આ જગ્યા સુધારવા જેવી છે અને તેનો વિકાસ કરવો છે,પણ લોકો જગ્યાના નામથી ડરતા હતા.

Sadhi Mataji - Varasada

ગામના રીવાજ મુજબ ગામલોકો દર વર્ષે આસો સુદ-૧૧ના દિવસે સાધુઓને જમાડતા એ  દરમિયાન ગામના લોકો અને વડીલો સામે આ વાત મુકી કે ગામની સધી માતાજીની જગ્યાએ દાન પેટી મુકેલી જેમાંથી રૂ.૧૧,૧૧૧/-જેટલી દાન ની રકમ મળેલ છે તો આ દાનની રકમ નું શું કરવુ ? તેની ગામના લોકો વચ્ચે ચર્ચા કરવામા આવી.ગામના બધા લોકો આ આસો સુદ-૧૧ ના દિવસે સધી માતાજીના સ્થાનકે ગયા અને આ જગ્યા સુધારવા માટે પહેલા કોટ અને ઓટલો કરવાનું નક્કી કર્યુ કારણ કે  આ જગ્યા માં કોટ કરવાથી ચોમાસામા આવતુ ગંદુ પાણી બંધ થાય અને માતાજીની જગ્યા માં સફાઈ રહે  તેવુ આયોજન કરી આ કામ કરવુ કે નહિ તે જાણવા માટે એક ચિઠ્ઠી નાખવામાં આવેલી અને ચીઠ્ઠી એક નાના બાળક પાસે ઉપડાવવામા આવી ત્યારે તેમા “ના” આવેલી ત્યારે ગામના બાવજી અમ્રુતપુરી રતનપુરી એ કહેલુ કે ગામના તમે બધા જવાબદાર માણસો ભેગા થયા છો તો કોઈ એક માણસ આ કામ પુરુ થાય ત્યાં સુધી બાધા (આખડી) રાખે તો મતાજી આ કાર્ય માટે રજા આપશે.આ સમયે ત્યાં હાજર રહેલાઓ માંથી ઘાણા બધા ડરતા હતા,થોડીવાર માટે કોઈ કાંઈ જ બોલ્યુ નહી ત્યારે માતાજી એ કોઈને સૂઝવાડ્યું એટલે હાજર રહેલાઓ માંથી ફલજીભાઈ વિરજીભાઈ પટેલે કહ્યુ કે હું બાધા રાખીશ અને બાધા રાખી ટોપરાની, અને પછી ફરીથી ચિઠ્ઠી નાખવામાં આવી અને ફરીથી નાના બાળક પાસે આ ચિઠ્ઠી ઉપડાવવામાં આવી અને તેમાં “હા” આવી અને તરજ માતાજીના સ્થાનકમાં કોટ અને ઓટલાનું કામકાજ શરૂ કરવામાં આવ્યુ.

Sadhi Mataji - Varasada

શરૂઆતમાં કામકાજ ધીરે ધીરે ચાલતુ થયુ અને એક વિશાળ જગ્યા તૈયાર કરવામાં આવી.આ કામ કરવામાં ગામના તમામ જાતિના લોકોએ તેમની યથા શક્તિ પ્રમાણે ફાળો આપીને આ કામને લોક ભાગીદારી તેમજ માતાજીના આવેલ દાન માંથી સૌના સાથ સહકાર થી કામ પુરૂ કરવામાં આવ્યુ.ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરેલુ કામ પૂર્ણ થતા તેનુ ઉદઘાટન કરવાનું વિચાર્યુ અને તા.૨૬.૦૧.૨૦૧૧ના રોજ તેનુ ઉદઘાટન ગામના જ લોકોની હાજરીમાં કરવામાં આવ્યુ અને તે દિવસે ૧૫ કિલો ઘી ની સુખડી બનાવીને માતાજીને ધરાઈને લોકોમા પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અને આજે પણ આ દિવસે ૨૬મી જાન્યુ ના દિવસે ૧૫ કિલો સુખડીની બનાવીને પ્રસાદ કરવામાં આવે છે.દશેરાના દિવસે આખા ગામ તરફથી એક થાળી,શ્રીફળ,0II શેર ચોખા નૈવેધ માને ધરવામાં આવે છે.

ત્યારબાદ સમય જતા ધીમે ધીમે આ સધીમાતા ના સ્થાનકની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી અને દર રવિવારે લોકો શ્રધ્ધાથી મા ના દર્શન કરવા વરસડા સધીમાના સ્થાનકે આવવા લાગ્યા અને મહિનામા દર રવિવારે મેળો ભરાવવા લાગ્યો.

સધીમા ના ચમત્કારોની તો અનેક વાતો લોક મુખે ચચાર્ય છે.સધિ માતાએ અનેક લોકોના દુ:ખ દર્દ દૂર કર્યા છે અને શ્રધાથી માની માનતા માનવામા આવે તો તેનુ ફળ અવશ્ય મળે છે.વડગામ તાલુકાના ઘણા ગામડાઓ માંથી દર રવિવારે અસંખ્ય લોકો પગપાળા માના દર્શને વરસડા પોતાની ટેક પુરી કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

વરસડા સધી માતાજી મદિંર  તરફથી દરરોજ માતાજીના દર્શને આવનાર ભક્તો માટે ચાની ફ્રી વ્યવસ્થા કરેલ છે અને તેમા પણ શ્રધાળુઓ તેમની યથા શકિત પ્રમાણે દૂધ પણ માને ચડાવવા લાવે છે.

એવુ કહેવાય છે કે સધી માતાની ખોટી સોગંદ કોઈ ખાતુ નથી અને ઘણા પ્રશ્નોનું સમાધાન આ જગ્યા મા સધિ માતાની સાક્ષીએ થયેલા છે.આમ વડગામ તાલુકા ના વરસડા ગામ માં આવેલ સધી માતાજી નું સ્થાનક દિન પ્રતિદિન ખાતિ પામી રહ્યુ છે..આ જગ્યાની એકવાર મુલાકાત લઈ માતાજીના દર્શનનો લ્હાવો લેવા જેવો ખરો…

(પૂરક માહિતી :- શ્રી ફલજીભાઈ વિરજીભાઈ પટેલ (વરસડા) અને ગ્રામજનો,

ફોટોગ્રાફ :- ક્રિષ્ના મ્યુઝીક -ઘોડીયાલ,ધવલ એન ચૌધરી.

વિડીયો :- ક્રિષ્ના મ્યુઝીક –ઘોડીયાલ.)

ત્રણ રાજ્યોના સિમાડે આવેલ મોરીયા વાસ……
“ધડ કૂંડાળ ચાદોં ધણી,જળ અરજણ પાસ,

લખ્યુ હશે તે પામશે મોરીયા વાસ”

ગુજરાત રાજ્યનો બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય જીલ્લો ગણાય છે.બનાસકાંઠાની પશ્વિમ-ઉત્તરે પાકિસ્તાનનો સિમાડો આવેલો છે.એ જ રીતે રજવાડાઓના શાસન વખતે મોરીયા ગામ પાલણપુર નવાબના શાસનમાં સરસ્વતી નદીના તટે આવેલા અંતિમ સિમાડાનું ગામ હતુ,નદી પાર નાગલ ગામ ગાયકવાડના રાજ્યમા ગણાતુ,જ્યારે પૂર્વ માં દાંતા સ્ટેટનો સિમાડો લાગતો હતો.એ જમાનામા નાગલ-મોરીયા વચ્ચે માત્ર નદી જ આડી હતી.ચીજવસ્તુની હેરફેર કરતા લોકોને પરસ્પર રાજ્યના વેરા ભરવા પડતા હતા.

કુંવારિકા અને અર્જુના નદીના સંગમ તીર્થ પર આવેલા ત્રણ અક્ષરનુ મોરીયા ગામ ઐતિહાસિક,ધાર્મિક અને પ્રાકૃતિક  મહત્વ ધરાવે છે.શ્રધ્ધા સુમનનો સમન્વય  કુદરતી છે.મોરીયા ગામની પશ્વિમે ગુરૂ ધુધંલીમલ,પૂર્વમાં બોડા બાવજી અને દક્ષિણે ગુરૂ રખેશ્વર બિરાજમાન છે.આમ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ જેવા ત્રણ દેવોના સાનિધ્યમાં મોરીયા ગામ ત્રણ અક્ષરનું ઘણુ મહત્વ ધરાવે છે.તેની ઐતિહાસિક મહત્તા પણ એટલી  જ છે.તેમા કેટલીક ઉલ્લેખનીય બાબતોને  વાચકોના જ્ઞાન  માટે આગળ આવરી લીધી છે.

કહેવાય છે કે બિહારી અને બારોટ મોરીયાની બે આંખો છે.જ્યારે ગામનું મસ્તક શ્રાવકો છે.ત્રણ કોમોનું ઐતિહાસિક મહત્વ પણ એટલુ જ છે.તેમા શ્રાવકો ધધાં અર્થે ભલે દેશ-વિદેશ ગયા કેટલાક ત્યાંજ ઠરીઠામ થયા,પણ “મારો દેશ-મારૂ ગામ મોરીયા” તેમના હૈયે વસેલું જ છે.

વડગામ તાલુકાના છેવાડે આવેલ આ ગામમાં શિક્ષણનો ભારે અભાવ હતો.ગરીબ-મધ્યમ વર્ગના બાળકો દાંતા સુધી લાંબો પ્રવાસ કરી શક્તા ન હતા.આ તકનો લાભ લઈને જીલ્લા બહારના કેટલાક લોકોએ આવીને સને ૧૯૭૦ની આસપાસ જ્ઞાનમદિંર હાઈસ્કુલના નામથી સંસ્થા ઉભી કરી.પણ વ્યવસાયિક દ્રષ્ટિવાળા તે લોકો નિષ્ફળ ગયા.અને સંસ્થાને તાળા લાગવાનો વખત આવ્યો.એવા કપરા કાળમાં ગામના શ્રાવકો જ પ્રથમ આગળ આવ્યા.ગામના પ્રતિષ્ઠિત અગ્રણીઓની મિટીંગ બોલાવી તેમા સ્વ.મોહનલાલ પારેખ, મોરીયાના માજી સરપંચ સ્વ.પહાડખાનજી બિહારી,સ્વ.ચદુંલાલ મહેતા અને સોમચંદભાઈ પોપટલાલ દોશી વગેરે એ ઉત્સાહપુર્વક મોરીયા પંથકમાં શિક્ષણનો વ્યાપ વધારવા તમામ પ્રકારની સ્વૈચ્છિક જવાબદારી લઈ વહીવટ સ્વીકારી લીધો.પ્રજા આજે તેના મીઠા ફળ ખાઈ રહી છે.

આ સંસ્થામાં માતબર દાન આપનાર દાતા “શ્રી પોપટલાલ ગોપાલદાસ દોશી”નું નામકરણ પામતા સંસ્થાના પ્રમુખ શ્રી સોમચંદભાઈ પોપટલાલ દોશી અને તેમના પરિવારજનોમાં કનુભાઈ,નટુભાઈ અને સેવંતીલાલ પોપટલાલ દોશીના સહીયારા પુરૂષાર્થના લીધે જ સને ૧૯૮૧ આસપાસ સંપૂર્ણ સુવિધાપૂર્ણ શૈક્ષણિક સંકુલ અસ્તિત્વમાં આવેલ અને આજે બનાસકાંઠા જિલ્લામાં શૂન્યમાંથી સર્જન થયેલ વટવ્રુક્ષની જેમ શૈક્ષણિક છાયા આપી રહેલી આ સંસ્થાના પૂર્વ આચાર્યપદે શ્રી અલીભાઈ બિહારીએ કરેલ પુરૂષાર્થ ભૂલી શકાય તેમ નથી.

શ્રીમતી બી.પી.દોશી ઉચ્ચતર માધ્યમિક શાળા,પ્રાથમિક શાળા,શ્રીમતી વી.સી,મહેતા છાત્રાલય  તેમજ કોમ્પ્યુટર અને અધ્યતન લેબ માટે શ્રીમતી તારાબેન રસિકલાલ પારેખ અને શ્રી ભોગીલાલ સી.દોશીનું યોગદાન ઉલ્લેખનીય છે.આમ આ શૈક્ષણિક સંસ્થામાં સૌ એક બીજા ઉપર વિશ્વાસ સંપાદન કરી પોતાના કુટુંબનું જ કાર્ય હોય તે રીતે ચિંતિત રહી ઉત્સાહપૂર્વક સોમચંદભાઈ પોપટલાલ દોશીની રાહબરી હેઠળ પી.જી.દોશી હાઈસ્કૂલ હાઈક્લાસ રીતે ચલાવી રહ્યા છે.

વડગામ મહાલના શ્રાવકોની વિશેષતા એ છે કે તેઓ પોતે કરેલા કાર્યોની પ્રસિધ્ધી આપવાનું ટાળે છે પણ વડગામ ગાઈડના ઇતિહાસના ખણખોદિયાઓએ મોરીયાની ઘણી ઉલ્લેખનીય ઐતિહાસિક વિગતો મેળવતાં તેમાં મોરીયાનો એક છેડો પાડોશી ખેરાલુ તાલુકાના ડુંગરાળ પ્રદેશના સુદાસણા ગામના જંગલોમાં હોવાનું જણાતાં નવાઈ લાગી.પણ તેની સત્ય હકીકતો માલુમ થઈ તો ખુબ જ આશ્રય થયું.

અમોને પ્રાપ્ત થયેલ માહિતી મુજબ,ખેરાલુ તાલુકાના સુદાસણાના ઘનઘોર જંગલમા મોરીયા નિવાસી પોપટલાલ ગોપાલદાસ દોશીના પરિવારજનોના માતબર દાનથી પાંજરાપોળ ચાલે છે.જે આશિર્વાદ ચેરીટેબલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ”નિભાવે છે.જેમા વડગામ તાલુકાના કોદરામ ગામના છનાલાલ શેઠ યાને કીર્તિલાલ છનાલાલ શેઠનો રૂ. ૨૫ લાખનો ફાળો ઉલ્લેખનીય છે.એ સિવાય પણ ઘણા નામી અનામી શ્રાવકો (જૈનો) તેમાં ભરપુર સહયોગ આપી રહ્યા છે.

સુદાસણા રાજદરબારની કુંવાસી કુ.હેમાંગીનીબા કીર્તિસિંહજી ઠાકોરના સુપુત્રી છે.દાંતા સ્ટેટના રાજવી પરમારો તેઓના ભાયાત હોવાનું જાણવા મળેલ છે. કુ.હેમાંગીનીબાએ બાલ્યાવસ્થાથી જ જીવદયાના ઉદેશ્યને સાર્થક કરવા પોતે પોતાના જીવનમાં લગ્ન નહિ કરવાનો ક્રાંતિકારી નિર્ણય લેતા મોટો હોબાળો થઈ જવા પામેલ.પણ કુ.હેમાંગીબાના અડગ નિર્ણયને સૌએ વધાવી લેવો પડેલ.જીવદયાના ઉદેશ્યને સાર્થક કરવા તેઓએ પાંજરાપોળ શરૂ કરવાનું જાહેર કરતાં જ ચોમેરથી આવકાર અને દાનનો પ્રવાહ ધોધ શરૂ થઈ ગયો હતો.

વખત જતાં કુ.હેમાંગીબાના પિતાજી કીર્તિસિંહજી ઠાકોરે પણ જીવહિંસા અને માસાંહારનો ત્યાગ કરવાનો સંકલ્પ લઈ લેતા ચારેકોર જીવદયાની લહેર ફેલાઈ ગયેલ.મોરીયા નિવાસી પી.જી.દોશી હાઈસ્કુલના પૂર્વ આચાર્ય અલીભાઈ પહાડખાનજી બિહારી પોતે મુસ્લીમ હોવા છતાં તેઓએ માસાંહારનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી જીવદયાનો ઉત્તમ દાખલો બેસાડેલ છે.

સુદાસણાના જંગલમા આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાંજરાપોળમાં દ્રષ્ટાંતરૂપ જીવદયાના કાર્યો થાય છે. જંગલમાં દરેક પ્રકારના પશુ પંખીઓની સાર સંભાળ લેવાય છે.રીંછ,શિયાળ,અધવાઘા,વરૂ,દિપડા જેવા હિંસક પશુઓને થતી નાની-મોટી ઇજાઓની સારવાર તથા પીવાના પાણી માટે ચેકડેમો જેવી વ્યવસ્થા કરાઈ છે.પંખીઓને માટે પણ અનાજ –પાણીની વ્યવસ્થા સાથે તેમની સારવારનું પુરેપુરૂ ધ્યાન રખાય છે.અને આવી સેવાકીય પ્રવ્રુત્તિમાં આસપાસના ગ્રામજનો નો સુંદર સહયોગ પણ મળી રહે છે.

વડગામ મહાલના મોરીયા નિવાસી પોપટલાલ ગોપાલદાસ દોશી પરિવારના  સોમચંદભાઈ,જ્યંતિભાઈ,કનુભાઈ,નટુભાઈ,નવીનભાઈ અને મોરીયાના એસ.પી.ના હુલામણા નામથી ખ્યાતિ પામેલા સેંવતીલાલ પોપટલાલ દોશીની સેવાકીય પ્રવ્રુત્તિઓ નોંધવી જ પડે.શ્રીમતી બબુબેન પોપટલાલ દોશી ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી  એસ.પી.અસંખ્ય લોકોને ઉપયોગી થઈ રહ્યા છે.આ પરિવારે શ્રી મહાવીર જૈન ડેવલોપમેંટ ફેડરેશન તથા શ્રી સંભવનાથ જૈન આરાધના કેન્દ્ર તારંગા-તળેટીને  રૂ. ૨૫ લાખ ઘરડા ઘર માટે દાન આપી વડીલોની સેવા કરવાનો ઉત્તમ નમુનો પુરો પાડેલ છે.તેઓએ નિઝામપુરા-સીસરાણા ખાતે પણ શૈક્ષણિક વિકાસ માટે સારી એવી રકમનું દાન કરેલ છે.મોરીયા પંથકના ગરીબ-મધ્યમ વર્ગના કુટુંબોને પગભર કરવા,તેજસ્વી બાળકોના વધુ અભ્યાસ માટે આર્થિક મદદ,ગંભીર પ્રકારની બિમારીવાળા દર્દીઓને આર્થિક સહાય કરવા કનુભાઈ,નટુભાઈ અને એસ.પી હંમેશા તત્પર હોય છે.આમ ત્રણ રાજ્યોને સીમાડે આવેલ વડગામ મહાલના ત્રણ અક્ષર મોરીયાના મોરીયા ગામની પ્રેમપૂર્વકની પ્રગતિ શ્રાવકોને આભારી છે તેમ કહેવામા આવે તો કંઈ ખોટુ નથી.

વીર વાઘેલા સ્મ્રુતિ મંદિર:

”વીર”….નાથુસિંહ વાઘેલાનું મંદિર મોરિયા ગામનું શક્તિ પ્રતિક છે.દરેક ધર્મપ્રેમી પ્રજા,શ્રધ્ધા,ભક્તિભાવથી મહાસુદ અગિયારના રોજ વાર્ષિકોત્સવ મનાવે છે.”વીરના વરઘોડા” માં ઉત્સાહ ઉમંગથી ભાવ વિભોર બની સમગ્ર ગ્રામજનો ભાગ લે છે. “વીર વાઘેલા” નું મદિંર ગામની દક્ષિણે આવેલ છે.જેની લોકકથા મુજબ ગોરક્ષા માટે તેઓએ શહીદી આપી હતી.તેમના પ્રચલિત “ગરબા” ના શબ્દો…(આશરે ઇ.સ.૧૮૯૩ આસપાસ બનેલી બિના)

“ રાણીજીને રણમાં મેલી, ભારે ભીડાવી હામ,

ગરદને ઘા ઘણા થાયે, કાયર નર કંપી જાયે,

ઝટ ઝટાઝટ ઝાટકા વાગે, રાયને વ્યાપી રીસ,

ધડ ધડાધડ લડતાં આથડે, કુરબાન કર્યુ શીશ,

છોડાવી ગામની ગાયો, મોરીયામાં પડયું ધડ,

વાઘેલાની વીરતા ચાલી, રંગ રાખ્યો વીર વાઘેલાએ”

સપ્તપુરી બાવાજી- સમાધિ સ્થળ :-

પાલણપુર રાજ્યના તાબામાં આવેલ વાઢંવા ગામે ગોસ્વામી બાવા જાતિનાં મહાન સિધ્ધપુરૂષ પરમહંસશ્રી સપ્તપુરીનો જન્મ ઇ.સ.૧૮૩૧માં થયો હતો.તેમના પિતાનું નામ હરદેવપુરી અને માતાનું નામ સીતાબા હતું.તેઓ બાલ્યાવસ્થામાં પ્રભુભક્તિમાં લીન થયા હતા.સંસાર પ્રત્યે દુ:ખી થતાં પિતાએ લગ્ન કાલાવાલા કર્યા પણ એક દિવસ સંસાર ત્યાગ કરી તેઓ ઘરબાર છોડી ચાલ્યા ગયા હતા.

ફરતાં ફરતાં પાલણપુર તાબાના મોરિયા ગામે આવ્યા.મોરિયા ગામ સરિતાના ત્રિવેણી સંગમ,પશ્વિમે ગુરૂ ધૂધંલીમલ,પૂર્વમાં બોડા બાવજી તેમજ દક્ષિણે ગુરૂ રખેશ્વર મહારાજ બિરાજમાન હતા.

બ્રહ્મા,વિષ્ણુ,મહેશ જેવા ત્રણ દેવોના સાનિધ્યમાં મોરિયા ગામ એક યાત્રાધામ સમાન હતું.મોરિયાના ગ્રામજનો સપ્તપુરી મહારાજને આવકારી ગુરૂ તરીકે માની ધર્મપાલન કરતા.

આત્મચેતનાથી અલૌકિક શોધમાં અને માનવ જાતિના આધ્યાત્મિક વિકાસના પ્રતિક એવા આ સંતે જીવતા જાગતા મોરિયા ગામે સમગ્ર ગ્રામજનોની હાજરીમાં સમાધિ લીધી હતી.મોરિયા ગામની પૂર્વ દિશામાં તેમનું સમાધિ સ્થળ આવેલ છે.આજે પણ લોકો સમધિ સ્થળે સેવા-પૂજા દર્શન કરી પુનિત બનવાનો અહેસાસ કરે છે.

જૈન દેરાસર :

મોરિયા ગામની શોભામાં જૈન ધર્મના મહાન તીર્થકર “અજિતનાથ દાદા” નું ભવ્ય દેરાસર આવેલું છે.તેમજ બાજુમાં જૈન ઉપાશ્રયની નવીન ઇમારત તમામ સુવિધાઓ સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.દર વર્ષે “વસંત પંચમી” ના રોજ દેરાસર સ્થાપના દિને વિશાળ સંખ્યામાં જૈન સમાજના તમામ સભ્યો હાજર રહી ભક્તિ-ભાવ સેવા-અર્ચના કરી મોહોત્સવ ઉજવે છે.ધંધાર્થે દૂર-સુદૂર રહેતા હોવા છતાં આજે પણ ૬૦ જેટલા જૈન પરિવાર ગામ વિકાસમાં અગ્રેસર રહી મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

મોરીયાવાસ નામથી પણ ઓળખાતા મોરીયાનું મધ્યકાળથી જ રાજકીય અસ્તિસ્વ મજબૂત હતું.પાલણપુર સ્ટેટના જાગીરદાર બિહારી ચાંદખાનજી આલમખાનજી મોરીયાવાસના પટાના અઢાર ગામોનો વહીવટ કરતા હતાં.છેલ્લે પાલણપુર સ્ટેટના તાજના સાક્ષી સમા બિહારી પહાડખાનજી ૧૯૬૮ થી ૧૯૭૯ સુધી મોરીયાના સરપંચ તરીકે રહ્યા હતા.આજે તેઓશ્રીના વંશજો મોરીયા ખાતે તેમનો વારસો સંભાળી રહ્યા છે.

બિહારી,બારોટ અને શ્રાવકોની મુખ્ય વસ્તીની સાથે બ્રાહમણ,ઠાકોર,દલિત, મળીને આશરે સાડા ત્રણ હજારની વસ્તી મોરીયા ગામ ધરાવે છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)

Prestigious Journal from IIM-A publishes Venus Jewel as a management case study
Vikalpa, a prestigious management journal published by the Indian Institute of Management, Ahmedabad (IIM-A) has profiled Venus Jewel in a Management Case Study in its July-September-2009 issue, hailing some of its pioneering steps in management practices and introduction of technology. The study, “Surviving the Recession: Venus Jewel – A case study from the Indian Diamond Industry”, also highlights the company as one of the few units in the diamond industry that passed through the economic downturn last year without having to resort to closures and layoffs. Venus Jewel was founded in 1969 by Mr. Ramnikbhai P. Shah and Mr. Sevantibhai Shah both are native from vadgam, and is today managed by them along with family members from the next generation — Mr. Anil Shah, Mr. Rajesh Shah, and Mr. Hitesh Shah.

The study has been authored by Dr. (Mrs.) Indu Rao, a Post Doctoral Fellow in the Organizational Behaviour Area and Prof Deepti Bhatnagar, a Professor of Organizational Behaviour at the IIM-A. The document describes the “company policies, management practices, innovations, the organization structure, and other unique systems. It also describes the exemplary business acumen and leadership qualities of the founder of the unit.” According to the authors, “this is the first such study conducted in the Indian diamond industry which has otherwise remained undocumented in spite of an extraordinary global performance.”

The study commends the foresight of the founders for some remarkable milestones and innovations – deciding not to borrow from any source other than a bank (1971); beginning to buy rough only on cash basis (1994); introducing unique incentive-based wage system (1978); implementation of all statutory regulations governing factory (1986); introducing computerization (1987); pioneering cutting of large stones i.e. above 2 carat (1988) in India; indigenously developing their own Venus Grading System (1996); introducing the single piece-single parcel concept (1996); launching their own website for online sales (1997).

Click here for read full article of Venus Jewel as a management case study in Vikalpa.

Information Source : Palanpuronline.com