ડાલવાણા

વડગામ તાલુકા નાં ડાલવાણા  ગામે લાકડાના હળ ઉપર મટકી ફોડી તેનું  ઠીકરડું અનાજ સાચવવા માટે ઘરે લઇ જાય છે આ માટલાનું ઠીકરડું લેવા ગ્રામજનો એકત્ર થાય છે . વડગામ તાલુકા નાં આ ગામમાં આજે પણ આ પરંપરા જોવા મળે છે. આ વિષે વધુ માહિતી જોઈએ તો રક્ષાબંધન નાં દિવસે ગ્રામજનો ચોરાયા ઉપર  એકત્ર થાય છે અને લાકડાનું હળ  લઇ વારંદા  વીર મહારાજ નાં મંદિરે જઈ ગામ દ્વારા નક્કી કરાયેલા ચાર યુવાનો દ્વારા ચાર માટલી માં પાણી ભરી પૂજા – વિધિ કરી ખભા ઉપર પાણી ભરેલી મટકી ઉપાડે છે અને ચાર ફેરા ફરી પછી મટકીઓ ને હળ ઉપર ફોડવામાં આવે છે અને આ ફૂટેલી મટકી નું ઠીકરડું લેવા પડાપડી કરે છે. આ ઠીકરડા ઘરે અનાજમાં રાખવાથી અનાજ સચવાઈ રહે છે અને તેમાં સડો પણ લાગતો નથી . આ પરંપરા દર વર્ષે ઉજવવામાં આવે છે .

 

ડાલવાણારેફરન્સ લિંક્સ :-

ડાલવાણા ગામમાં આવેલ ઐતિહાસિક શ્રી વારંદાવીર દાદાનું મંદિર