જનરલ માહિતી

જુલાઈ માસ ના ખેતી કાર્યો..

વડગામ તાલુકા નાં વારણાવાડા ગામના વતની અને Subject Matter   Specialist (Plant Protection) તરીકે Krishi Vigyan Kendra, S. D. Agril. University મુકામે કાર્યરત પ્રો. ફલજીભાઈ ચૌધરી એ  નીચે મુજબની જુલાઈ માસ માં થતી ખેતી અંગેની માહિતી ખેડૂતો માટે મોકલી આપી છે.

૧. મગફળી ના પાક માં આંતર ખેડ કરવી. ઉગ્સુક નાં રોગ જણાયતો હળવું પિયત આપવું. વધુ      રોગ જણાયતો કોપર ઓક્ષિક્લોરાઇડ ૩૦ ગ્રામ /પંપ માં ભેળવી થડ માં રેડવું.

૨. બિન પિયત દિવેલા ની વાવણી શરુ કરવી.

૩. ચોમાસું કઠોળ પાકાં ની વાવણી કરવી. (મગ-ગુજ 4 , ચોળી ગુજ-૫, અડદ ગુજ-૧, તલ       ગુજ-૩, ગુવાર ગુજ-2).

૪. કપાસ માં આંતર ખેડ કરવી તથા હળવું પિયત આપવું.

૫. પપૈયા  ના પાક માં ચુસીયા પ્રકારની જિવાત ના નિયંત્રણ માટે રોગર અથવા ફોસ્ફમીડોન  દવા ( ૧૦-૧૫ મી. લી./પંપ) પરવાને છંટકાવ કરવો.

૬. વરીયાળી ના પાક માટે ધરું વાડિયું તૈયાર કરવું.