જનરલ માહિતી

વડગામ તાલુકાની સમરસ ગ્રામ પંચાયતો.

સમરસ ગ્રામ પંચાયત – એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર પસંદ કરવો અને ચુંટણી ન થવા દેવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત્ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ યોજના મુજબ જે ગામમાં ગ્રામ પંચાયત ની એક જ ઉમેદવાર હોવાને કારણે ચુંટણી કરવાની જરુર ન પડે, તેવી પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે તેમ જ આ પ્રકારની ગ્રામ પંચાયતને વિશેષ અનુદાન આપવામાં આવે છે.

વર્ષ -૨૦૧૧ ની વડગામ તાલુકામા નીચે મુજબ ની કુલ ૧૫ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે.

જલોત્રા , ભાંગરોડીયા , શેરપુરા (મ.) , ચંગવાડા , મેમદપુર , એદ્રાણા , સલેમકોટ , ફતેગઢ , નાનોસણા ,માનપુરા ,ધનાલી ,નાની ગીડાસણ , કોદરાલી , પીરોજ્પુરા, કરશનપુરા.

આમ વડગામ તાલુકામાં ૧૧૦ ગામોની ૮૨ ગ્રામપંચયતો પૈકી ૭૭ ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી પૈકી ૧૫ ગ્રામ પંચાયત સમરસ થતા ૬૨ ગ્રામ પંચાયતો ની ચૂંટણી યોજાશે.

સમરસ ગ્રામ પંચાયતોને સરકાર શ્રી તરફથી વિવિધ અનુદાન આપવામા આવે છે ,તે મુજ્બ વડગામ તાલુકાની ઉપરોક્ત ગ્રામ પંચાયતો આ અનુદાન મેળવવા હકદાર બને છે.આ અનુદાન વિશે માહિતી મેળવવા માટે નીચે ની લિંક ઉપર ક્લિક કરો.

સમરસ ગ્રામ યોજના