વિચાર વલોણું

૦૫ ઑગષ્ટ, ૨૦૧૬

વડગામ તાલુકામાં આવેલ એક માત્ર ડેમ મોકેશ્વર ડેમમાં હાલ જળસ્તર સપાટી ૧૯૩.૫૭ મીટર છે. ડેમની કુલ જળ ક્ષમતા ૨૦૧.૬૫ મીટર ની છે. આંકડા ઉપરથી એવુ લાગે છે કે ડેમમાં પુરતુ પાણી છે જો કે હાલમાં અપુરતા વરસાદને કારણે ડેમમાં પાણીની કોઈ નવી આવક નથી. વડગામ પંથકના અનેક ગામડાઓ સુધી નર્મદા કેનાલની જેમ મોકેશ્વર કેનાલ થકી આ ડેમમાંથી પાણીની સુવિધા પુરી પાડી શકાય તેવી શક્યતઓ રહેલી છે.

 

૦૩, ઑગષ્ટ ૨૦૧૬

વડગામ તાલુકાનું અમદાવાદ હાઈવે સ્થિત ગામ તેનીવાડા જે પ્રખ્યાત છે ઇંટોના કારોબાર માટે. તેનીવાડાની ઇંટો મજબૂતીમાં વિશ્વાસપાત્ર આવે છે તેવી લોકવાયકા છે. તેનીવાડામાં ઈંટોના અંદાજીત સાત ભઠ્ઠા આવેલા છે. આ ઉપરાંત તેનીવાડા કોટડી વચ્ચે એક વહોળો પસાર થાય છે આ વહોળાની રેતી ચણતર કામ માટે ઉત્તમ ગણાય છે તેવું લોકમુખે સાંભળ્યુ છે.

આ જ તેનીવાડામાં એક પરુ છે રામપુરા નામે આ ગામના યુવાનો શ્રાવણ મહિનામાં એક સુંદર સેવાકિય કાર્ય કરે છે. વહેલી પરોઢે ગામના અમુક યુવાનો પ્રભાતિયાં ગાતાં ગાતાં દરેક ઘરે થી પક્ષીઓ માટે દાણા ઉઘરાવે છે. આ દાણા એકત્ર કરી તીનીવાડાના રામપુરા પરામાં આવેલ રામદેવપીર મંદિરમાં દરરોજ પક્ષીઓને આ ગામ માંથી એકત્ર કરેલ દાણા મુકવામાં આવે છે. આ રામદેવપીર મંદિરમાં દર અજવાળી બિજે ભજનસતસંગનો કાર્યક્રમ યોજાય છે. સેવાકિય કાર્યોમાં ગામના યુવાનો નાત-જાત જોયા વિના પોતાનાથી બનતી મદદ કરવા હંમેશા તત્પર રહેતા હોય છે.

 

૨૮ જુલાઈ , ૨૦૧૬

વડગામ તાલુકા માં ૨૦૧૫ ની ૨૮ મી જુલાઈ સુધી મોસમ નો કુલ ૪૭૫ મી.મી વરસાદ થઇ ચૂક્યો હતો. આજે ૨૦૧૬ ને ૨૮ જુલાઈ સુધી માં મોસમ નો કુલ વરસાદ ૧૭૧ મી.મી. થયો છે. વડગામ તાલુકામાં કુલ એવરેજ વરસાદ ૭૦૬ મી.મી પડે છે. ટકાવારી માં જોઈએ તો ૨૮ જુલાઈ ૨૦૧૫ માં એવરેજ વરસાદ નાં ૬૭.૩૩ ટકા વરસાદ થઇ ચૂક્યો હતો આજે ૨૦૧૬ ની ૨૮ જુલાઈ એ જોઈએ તો એવરેજ વરસાદનાં ૨૩.૬૯ ટકા વરસાદ થયો છે. આ વર્ષ નાં વરસાદી આંકડા હજી સુધી કોઈ પ્રોત્સાહક જણાતા નથી . આંકડા પરથી આ વર્ષે હજુ સુધી પડેલા વરસાદ પરથી બહુ હરખાવા જેવું નથી કારણ કે આમ ને આમ ચાલ્યું તો ચોમાસું પાક ને તો જીવતદાન મળશે પણ ખેડૂતોને ભૂગર્ભ જળ ની સમસ્યા ફરીથી સતાવશે કારણ કે પાછલા વર્ષો માં પડેલા વધુ વરસાદ વખતે હરખમાં ને હરખ માં કોઈએ જળ સંચિત કરવાનું ડહાપણ બતાવ્યું નથી. જો કે હજુ પણ મોડું નથી થયું આ તો કુદરત છે કદાચ હવામાન  ખાતા એ કરેલી આગાહી ઉપર વિશ્વાસ રાખીએ તો મોડો તો મોડો પણ સારો વરસાદ થાય તો થોડા ઊંઘ માંથી જાગીને વ્રુક્ષારોપણ ની સાથે સાથે વેડફાતું જળ જમીનમાં ઉતારી આગામી વર્ષોનાં સંભવિત જળસંકટો નાં સામના માટે પાણી પહેલા પાળ બાંધવાનું પૂણ્ય નું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવું પડશે….!!

www.vadgam.com

૨૦ જુલાઈ , ૨૦૧૬

એક અભ્યાસ મુજબ ભારત માં થતા કુલ વરસાદનું ૧૩ ટકા પાણી જ જમીન માં ઉતરે છે. વોટર રીચાર્જનું સમતોલન જાળવવા ૩૧ ટકા પાણી જમીનમાં ઉતારવું જરૂરી છે. જમીનમાંથી જેટલું પાણી ઉલેચાય તેનું અડધું પણ ઉમેરાતું નથી. પાણી નાં તળ સતત ઊંડા જવાનું આ પણ એક મુખ્ય કારણ ગણી શકાય. જમીન માંથી જેટલું પાણી ઉલેચવામાં આવે છે તેટલું પાણી જમીન માં ઉતારવાની રીચાર્જ પ્રક્રિયા કરવામાં આવતી નથી.

વડગામ તાલુકા નાં અનેક વિસ્તારો માં સરેરાશ ભૂગર્ભ જળસ્તર ૮૦૦ થી ૧૦૦૦ ફૂટ સુધી ઉતરી ચૂક્યા છે હજી સુધી આપણે જાગ્યા નથી ઉપરથી અનેક નવીન ખેતીવાડી વીજ કનેકશનો ને કારણે અસંખ્ય બોરવેલ થકી પાણી જમીન માંથી ઉલેચાઇ રહ્યું છે જે આવનાર સમય માં કેટલા ફૂટે પહોંચશે તેની કલ્પના કરતા પાણી ઉલેચાઇ પણ શકશે કે કેમ તે ચિંતાનો વિષય છે.

હવે જાગીએ અને વધુ નહિ તો વોટર રીચાર્જનું સમતોલન જળવાઈ રહે તેટલું તો પાણી જમીન માં ઉતારવાનો પ્રયાસ સોએ સાથે મળી કરવો પડશે એ સાચો રસ્તો છે ભાવી પેઢી ને પાણીના અભાવ ની મુશ્કેલીઓ થી ઉગારવાનો અને તેનો પ્રયાસ આજથી જ ચાલુ કરવો પડશે. વડગામ તાલુકામાં સરેરાશ ૨૫ ઇંચ વરસાદ પડે છે તેના ૩૧ ટકા એટલે કે ૭ ઇંચ જેટલું પાણી જમીન માં ઉતરે તેવું આયોજન તો ગોઠવવું જ પડે. ગ્રામીણ ક્ષેત્ર માં પણ સિમેન્ટ – કોન્ક્રીટનાં બાંધકામ અને પાકા ડામર નાં રોડ વધતા જાય છે જેના થકી પણ કુદરતી ભૂગર્ભ જળ રિચાર્જ નું પ્રમાણ ઘટતું જાય છે.

મને યાદ છે ત્યાં સુધી ૧૯૮૪ આસપાસ વડગામનાં મોટાભાગ નાં વિસ્તારોમાં હેન્ડ પંપો હતા જે માત્ર ૪૦ થી ૮૦ ફૂટ થી પાણી ખેંચતા હતા આજે ૨૦૧૬ માં આપણે ૧૦૦૦ ફૂટે પહોંચ્યા છીએ પાણી ઉલેચાતા ઉલેચાતા …..!!! વસ્તી વધે છે એમ આ પ્રકિયા વધવાની એટલે જ આજની તાતી જરૂરીયાત છે વરસાદી પાણી બને એટલું જમીન માં ઉતારવાની અને એની માટે હવે આપણે પ્રયાસ કરવા પડશે કારણ કે આપણે કુદરતી પ્રકિયાને અડચણરૂપ બન્યા છીએ સાથે સાથે કુંભકર્ણ નિદ્રા માં છીએ…હવે તો જાગવું પડશે !!

 

*****

૧૯ જુલાઈ , ૨૦૧૬

 आपणा ग्रामीण लोकमानसमा  गुरु ओ  सन्मानित छे  त्यारे गुरू ओ नी पण सामाजिक जवाबदारी छे के लोको ने योग्य मार्ग बतावी  समाजमा प्रवर्तमान सामाजिक प्रश्नों नो योग्य निराकरण लावी  तंदुरस्त समाज रचनामा पोतानो यथायोग्य सहयोग आपे !  समाजमा व्याप्त अनेक प्रकार ना दूषणों ने अटकाववा गुरु ओ नु सकारात्मक  मार्गदर्शन उपयोगी थई पड़े !  पूजन – अर्चन नी साथे साथे समाजना लोकमानसमा व्याप्त अनेक दूषणों निवारवानो ज्यारे सामूहिक प्रयास  थाशे त्यारे खरा अर्थ मा गुरूपूर्णिमानी उजवणी थई गणाशे !
आप सौ ने गुरूपूर्णिमा नी हार्दिक शुभकामनाओं !!
*****

 

૧૪ જુલાઈ, ૨૦૧૬

વડગામમાં ખેતી માટે નવિન વિજ કનેશન હેતુ UGVCL નો ટેસ્ટૃ રીપોર્ટ માટેના પત્રમાં એવુ જણાવ્યું છે કે ૧૩ મે ,૨૦૧૬ થી શરૂ કરીને બે મહિનાની અંદર તા. ૧૨ જુલાઈ, ૨૦૧૬ સુધીમાં ટેસ્ટ રીપોર્ટ  UGVCL માં મોકલી આપવો. લેટર ઉપર તારીખ લખી છે ૪ જુન ૨૦૧૬ અને ખેડૂતને આ પત્ર મળે છે ૧૪ જુલાઈ, ૨૦૧૬ના રોજ પત્ર મળતા આટલુ બધુ મોડું કેમ થતું હશે એ વિચારવાનો પ્રશ્ન છે. બે મહિના વિતી ગયા બાદ પત્ર મળે એ બેદરકારી માટે જવાબદાર કોણ ? ફોનની સગવડ હોવા છતાં ફોન ઉપર ખેડૂતને સમયસર જાણ કેમ કરવામાં નહી આવતી  હોય તે ચર્ચાનો વિષય છે. વિના કારણે ખેડૂતને ભોગવવી પડતી હાલાકી માટે કોણ જવાબ આપશે ? સમય અને નાણાની બરબાદી કોણ ભરપાઈ કરી આપશે. ?