મુખ્ય સમાચાર

baner

૦૭.૧૨.૨૦૧૬

વડગામ પંથકના પ્રતિભાશાળી સંત શ્રી ૧૦૦૮ ગુલાબનાથજી બાપુ તાજેતરમાં દેવલોક પામ્યા તેમજ તેમના અનુગામી તરીકે તાલુકા મથક વડગામના શ્રી શંકરનાથજી બાપુ ની નિમણૂક કરવામાં આવી. વિસનગર આશ્રમથી આ તમામ ઘટનાક્રમના અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો.

૦૬.૧૨.૨૦૧૬

વડગામ પંથક નાં પ્રખ્યાત સંત ૧૦૦૮ શ્રી ગુલાબનાથજી બાપુ તા. ૦૫.૧૨.૨૦૧૬ ના રોજ દેવલોક પામ્યા.

વડગામ પંથક નાં પ્રખ્યાત સંત ૧૦૦૮ શ્રી ગુલાબનાથજી બાપુ તા. ૦૫.૧૨.૨૦૧૬ ના રોજ દેવલોક પામ્યા. વિસનગર મુકામે તા. ૦૭.૧૨.૨૦૧૬ નાં રોજ સમાધી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સદ્દગત સંત શ્રી એ વડગામ તાલુકા નાં ગામડાઓ માં આધ્યાત્મ ક્ષેત્ર થકી જનજાગૃતિ નાં અથાક પ્રયત્નો કર્યા હતા. પહાડી અવાજ અને ગામઠી ભાષા માં અપાતા તેમના ઉપદેશો લોકો માં જાદુઈ કરતા હતા. વડગામ તાલુકાનું પસવાદળ ગામ તેમની જન્મભૂમિ હતી અને થોડાક વર્ષો તેઓશ્રીએ તાલુકા મથક વડગામ માં પણ ગાળ્યા હતા. બહોળો ભક્ત સમુદાય ધરાવતા શ્રી ગુલાબનાથાજી બાપુ એ નાથ સંપ્રદાય અપનાવી આધ્યાત્મિક ક્ષેત્રે દેશ વિદેશ માં વડગામ નું નામ રોશન કર્યું હતું . સદ્દગત નાં આત્મા ને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી www.vadgam.com ગ્રુપ વતી પ્રાર્થના.

 

૩૦, નવેમ્બર્, ૨૦૧૬

વડગામ તાલુકાનું ગૌરવ

વડગામ તાલુકા નાં મગરવાડા ગામ નો યુવાન જયરાજ ચૌધરી સરક્ષણ માટેના યુનિયન સર્વિસ કમીશન દ્વારા લેવાયેલી (U.P.S.C) પરીક્ષા માં ઉર્તીણ થઇ NDA ની ફાઈનલ મેરિટમાં ગુજરાત માં પ્રથમ ક્રમે તથા ભારતમાં ૧૧૨ માં ક્રમે પસંદગી પામેલ છે. વડગામ તાલુકાનું નામ ઉચ્ચ શૈક્ષણીક ક્ષેત્રે ઉજ્જવળ કરવા બદલ જયરાજ ચૌધરી ને www.vadgam.com સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

૨૭, નવેમ્બર્, ૨૦૧૬

બ્લડ ડોનેશન કેમ્પ

વડગામ પુરબીયા યુવા મંડળ દ્વારા તા. ૨૭.૧૧.૨૦૧૬ ને રવિવારનાં રોજ વડગામમાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૧ બોટલ રક્ત એકઠું કરી બિરદાવવા લાયક સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે ઉજ્જવળ કાર્ય કરવા બદલ વડગામ પુરબીયા યુવા મંડળને www.vadgam.com સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

૨૬, નવેમ્બર્, ૨૦૧૬

ડોકટરી વ્યવસાયને સાચા અર્થમાં દીપાવતા ડો.ગઢવી સાહેબ.

કળયુગમાં ચપટીક માનવતા જોવા મળે તો આપણને આશ્ચર્ય થાય તો ગઢ જેટલી ગઢવી સાહેબની માનવતા એ વડગામ CHC ને આજે ગૌરવ બક્ષ્યું છે. ઘટના  છે વડગામ તાલુકાનાં મેપડા ગામની . ગામના એક પ્રજાપતિ ભાઈને એકાએક હર્દયરોગ નો ભયંકર હુમલો આવ્યો. મેપડા જેવું નાનું ગામ તાત્કાલિક સારવાર માટે જવું તો ક્યા જવું. વડગામ CHC (રેફરલ હોસ્પિટલ ) માં રજા હતી ડો.સાહેબ રજા ઉપર હતા  તેમ છતાં તેમને આ ઘટના ની જાણ  મેપડાનાં વતની અને વડગામ ગેલેક્ષી શૈક્ષણીક સંકુલનાં પ્રમુખ શ્રી કાનજીભાઈ ચૌધરી દ્વારા ફોન કરીને  કરવામાં આવી. પળ નો પણ વિલંબ કર્યા વગર કોઈ નો જીવ બચાવવા પોતાની ફરજ સમજી ડો. ગઢવી સાહેબ પોતાના રજાનાં દિવસે કરવાના તમામ કામ પડતા મૂકી તાત્કાલિક પ્રજાપતિ ભાઈ નો જીવ બચાવવા મેપડા દોડી આવ્યા, સારવાર શરૂ કરી વધુ સારવારની જરૂર જણાતા તેમજ તે માટેનો ખર્ચ હદ બહાર  આવે તેમ હોવાથી તાત્કાલિક ગુજરાત સરકારે જાહેર કરેલ માં વાત્સલ્ય કાર્ડ કઢાવી આપવાની કાર્યવાહી હાથ ઘરી માનવતાનાં આ કાર્ય માટે કોમ્પ્યુટર ઓપરેટર જગદીશભાઈ પણ તાત્કાલિક માનવતા કાજે દોડી આવ્યા  અને આગળ ની કાર્યવાહી હાથ ધરી…!!

www.vadgam.com  ગ્રુપ આ પ્રસંગે ડો. ગઢવી સાહેબ ની માનવતા ને બિરદાવે છે અને તેમને અને તેમની સમગ્ર ટીમ ને અભિનંદન આપે છે.

૧૦ , નવેમ્બર્, ૨૦૧૬

પ્રવેશદ્વારનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો.

લાભપાંચમના શુભ દિને વડગામ તાલુકાના કોદરામ ગામે શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા નિર્મિત ગ્રામ પ્રવેશદ્વાર નો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો. વધુ અહેવાલ વાંચવા અહીં ક્લીક કરો.

૨૯ , ઑક્ટોબર, ૨૦૧૬

અભિનંદન

વડગામ તાલુકા નાં પસવાદળ ગામના શ્રી નીતિનભાઈ રાવલ તાજેતરમાં GPSC Exam પાસ કરી ગાંધીનગર સચિવાલમાં Dy. Section Officer તરીકે પસંદગી પામ્યા છે તે બદલ તેઓ શ્રી ને www.vadgam.com સોશિયલ મીડિયા પરિવાર અભિનદન પાઠવે છે.

૨૭ , ઑક્ટોબર, ૨૦૧૬

વડગામમાં દિવાળી પર્વ ને સાચા અર્થમાં અજવાળતું પારિવારિક કાર્ય.

વડગામવાસી એક પરિવાર દ્વારા દિવાળી પર્વ નિમિત્તે પોતાના વતન વડગામ ગામ માં ઘર દીઠ જાત દેખરેખ નીચે તૈયાર થયેલ ૫૦૦ ગ્રામ સુકા માવા યુક્ત શુદ્ધ ઘીની મીઠાઈ ની વહેંચણી કરી દિવાળી પર્વ ની ભાવપ્રેરક ઉજવણી કરી છે. પોતાના વતન પ્રત્યેનો પ્રેમ તેમજ વતનનાં લોકો માં એકબીજા માટે ભાઈચારા તેમજ ની એકતા ની લાગણી પ્રબળ બને તેવા શુદ્ધ આશયથી દિવાળી પર્વને સાચા અર્થમાં અજવાળતું પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ વડગામ ગામ નાં સેવાભાવી પરિવાર ને www.vadgam.com સોશિયલ મીડિયા પરિવાર અભિનંદન પાઠવે છે.

૨૧, ઑક્ટોબર, ૨૦૧૬

વડગામનાં સેવાભાવી દંપતી નો પ્રેરણાદાયી દેહદાનનો સંકલ્પ.

વડગામ પંથકમાં દેહદાન અંગે લોકોમાં હજુ જાગૃતિ આવી નથી ત્યારે વડગામ પ્રાથમિકશાળામાં શિક્ષક તરીકેની ફરજો પૂર્ણ કરી ૩૧ ઓકટોમ્બર, ૨૦૧૬ નાં રોજ વય નિવૃત થનાર વડગામ ના શ્રી પીતાંબરભાઈ ડી. મકવાણા અને તેમના ધર્મપત્ની શ્રીમતિ પુષ્પાબેન પી. મકવાણએ પોતાના મૃત્યુ  પછી પોતાના દેહદાનની જાહેરાત કરી સમાજ ને એક નવી રાહ ચીંધી છે. આયુષ્ય મર્યાદા પૂર્ણ થયા  બાદ બંને પતિ – પત્નીનાં મૃત શરીરને બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદનાં વિદ્યાર્થીઓને આભ્યાસ માટે સુપ્રત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પીતાંબરભાઈ ડી. મકવાણા વડગામ તા.પં. ધિરાણ અને ગ્રા.સ.મ.લી નાં મેનેજર છે તેમજ જીલ્લાની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે . તેમનો અને તેમના પત્નીનો દેહદાનનો સંકલ્પ માનવ સમાજ માટે અતિ ઉપયોગી બની રહેશે .

૧૯, ઑક્ટોબર, ૨૦૧૬

વડગામ તાલુકા નાં ભાંગરોડીયા ગામમાં જીવદયા નું દ્રષ્ટાંતરૂપ કાર્ય.

તાજેતર માં વડગામ તાલુકાના ભાંગરોડીયા મુકામે વીજ કરંટનાં લીધે કપિરાજનું મોત થયું. આ બાબત ની જાણ ગામનાં શ્રી મફતભાઈ બેચરભાઈ રાવલ પરિવાર ને થતા ગ્રામજનો સાથે કપિરાજને શાસ્ત્રોક્ત વિધિ થી સમાધિ આપી જીવદયાનું ઉતમ કાર્ય કરી માનવતા નાં દર્શન કરાવ્યા હતા.

૧૮, ઑક્ટોબર, ૨૦૧૬

કચ્છને કર્મભૂમિ બનાવનાર વડગામ તાલુકા નાં અશોક્ગઢનાં મહંત શ્રી હરિદાસજી બ્રહ્મલીન થયા.

કચ્છ જીલ્લા ને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષણ, વ્યસનમુક્તિ તેમજ સમાજ માં વ્યાપ્ત કુરિવાજોની નાબુદી અર્થે આજીવન જનજાગૃતિનાં સામાજ ઉપયોગી કાર્ય માં વ્યસ્ત રહી સાધુ જીવન ને સાર્થક કરનાર મહંત શ્રી હરિદાસજી એ પોતાની જન્મભૂમિ વડગામનું નામ કચ્છ જીલ્લા માં ગૌરવીન્ત કર્યું છે. વડગામ તાલુકા નાં અશોકગઢ ગામ નાં સંત શ્રી હરિદાસજી એ યુવાન વયે જ સંસાર ની મોહમાયાનો ત્યાગ કરી કચ્છ જીલ્લા ને પોતાની કર્મભૂમિ બનાવીને અનેક જગ્યાએ તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કરીને લોકોને સાચા માર્ગે લઇ જવાના અનેક પ્રયત્નો કર્યા હતા. કચ્છ ના વાલાકા નાના ગામે મહંત શ્રી હરિદાસજી એ રામાપીર નું મંદિર નિર્માણ કરીને પ્રજાજનો ને અર્પણ કર્યું હતું જ્યાર લખપત તાલુકામાં ભીમ રત્ન મંડળ ઊભું કરીને અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ આવતા તેમને ભોજન ની મફત વ્યવસ્થા કરી આપીને અનોખી માનવ સેવા આપી હતી . નખત્રાણા ગણેશપુરા માં પોતાના આશ્રમમાં શાળા શરૂ કરાવી હતી . તેમની પાસે રહેલી જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ સમાજ ની ભલાઈ માટે જ કરતા હતા. ભગવો ભેખ ધારણ કરનાર વડગામ તાલુકા નાં મહંત હરિદાસજી એ કચ્છ ને કર્મ ભૂમિ બનાવી દલિત સમાજ નાં મહંત શ્રી તરીકે અલગ નામના મેળવી છે.

૧૩ ઑક્ટોબર, ૨૦૧૬

વડગામ તાલુકાનું ડાલવાણા ગામ કોમી એકતાનું જીવંત ઉદાહરણ બન્યુ.

ડાલવાણામાં આવેલ સર્વ ધર્મ સમભાવના સ્થાનક વિરદાદાના મંદિર તરફ  ગામમાંથી આઠમ નિમિત્તે પલ્લી નિકળી હતી આ પ્રસંગે સૌથી પહેલા મુસ્લીમ સમાજના ભાઈઓ દ્વારા પલ્લીમાં ઘી ચઢાવી કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યુ હતું. તો બીજી તરફ મહોરમ નિમિત્તે વિરદાદાના મંદિરમાં મુસ્લિમ બિરાદરોએ મહોરમનો માતમ મનાવ્યો હતો.

વડગામ તાલુકાના ભલગામના મૂળ વતની શ્રી બી.ડી પરમારની નોંધપાત્ર કારકિર્દી.

૨૦૦૧માં પોલીસ કોન્સ્ટેબલથી નોકરીની શરૂઆત કરનાર શ્રી બી.ડી.પરમાર ૨૦૦૯માં સીધી ભરતીની પરીક્ષા પાસ કરી આસી.સબ ઇન્સ્પેક્ટર તરીકે સુરત અને ગાંધીનગરમાં સી.આઈ.ડી ક્રાઈમમાં ફરજ બજાવતા હતા ત્યારબાદ તેઓ ૨૦૧૬માં બઢતી મળતા સબઈન્સ્પેક્ટર બન્યા હતા. ગાંધીનગરમાં સાઈબર ક્રાઈમ સેલમાં છ વર્ષની કામગીરી બજાવી ટેકનીક જ્ઞાનરૂપે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીજીપી તરફથી પ્રસંશા અને ઇનામ પણ મેળવેલ. તાજેતરમાં ૬૪ અને ૬૫ મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટીક અને ક્રોસ કંટ્રી રેસ ચેમ્પીયનશીપ  ૨૦૧૫ લખનઉ અને જલંધરમાં યોજાયેલ તેમજ ઓલ ઇન્ડિયા પોલીસ એથ્લેટીક્સ ચેમ્પીયનશીપ-૨૦૧૬ હૈદરાબાદ ખાતે યોજાયેલ તેમાં ગુજરાત પોલીસ વતીથી ભાગ લઈ સુંદર પ્રદર્શન કરેલ.

જન્મદિવસની અનોખી ઉજવણી.

વડગામના વતની ડૉ. અતુલભાઈ કે. ચોધરીએ પોતાના પુત્રના જન્મદિવસ નિમિત્તે પોતે જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે લક્ષ્મણપુરા (વડગામ) પ્રાથમિક શાળાના બાળકોને આઇસ્ક્રિમ તેમજ સ્ટેશનરીની ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા તો તેમની પત્નિ ડૉ. અલકાબેનના જન્મદિવસ નિમિત્તે ગામની જરૂરિયાતમંદ વિધવા બહેનોને રાશનની કિટ વિતરણ કરીને સમાજમાં જન્મદિવસ ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતું.

નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ

વડગામ દૂધ મંડળી, જ્યોતિ ટ્રસ્ટ વિસનગર, સમર્પણ સેવા સમિતિ તેમજ સમત્વ ટીમ વડગામ દ્વારા વડગામ દૂધ મંડળીમાં નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. જેમાં કુલ ૧૫૦ દર્દીઓની આંખનું નિદાન કરી  ૫૦ દર્દીઓને જુદી-જુદી તારીખે જ્યોતિ ટ્રસ્ટ વિસનગરની હોસ્પિટલમાં મોતીયાના નિ:શુલ્ક ઓપરેશન કરવા તજવિજ હાથ ધરાઈ હતી.