વડગામ અનુપમ શાળાનો પર્યાવરણલક્ષી પ્રેરક પ્રયોગ.

IMG-20190723-WA0030તાલુકા મથક વડગામમાં આવેલી સરકારી શાળા-૧ ને અનુપમ શાળા તરીકે વિશિષ્ઠ સન્માન મળેલું છે. સરકારી શાળા એટલે ગરીબ અને આર્થિક રીતે પછાત બાળકોની શાળા એવું મોટે ભાગે જોવ મળે છે અને એ નરી વાસ્તવિકતા બની ગઈ છે. વડગામ તાલુકા શાળાના આચાર્ય શ્રી રધનાથભાઈ જેગોડા અને તેમના સ્ટાફ મિત્રોના સનિષ્ઠ પ્રયાસો થકી આજે શાળા અનુપમ શાળા તરીકે પ્રતિષ્ઠિત બની છે. શિક્ષણની સાથે અનેક બાળવિકાસલક્ષી પ્રવૃત્તિઓ આ શાળામાં કેટલાક વર્ષોથી ચાલી રહી છે જે શાળાની વિશેષતા છે. શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય શ્રી રઘનાથભાઈ શૈક્ષણિક અને વિકાસલક્ષી સતત પ્રવૃતિશીલ રહી શાળાને ધબકતી રાખે છે જે શાળાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ બની રહ્યું છે.

IMG-20190723-WA0032તાજેતરમાં શાળાના બાળકો પર્યાવરણ પ્રત્યે સભાન બની પોતાની જવાબદારી સમજતા થાય તે હેતુ શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને વર્તમાન પર્યાવરણ ની નકારાત્મક અસરોથી બચવા વૃક્ષોનુ હોવું કેટલું જરૂરી છે તેની વારંવાર સમજ આપવામાં આવી ત્યારબાદ નજીકની સરકારી નર્સરીઓમાંથી કુલ ૩૨૫ રોપા લાવી બાળકોને વિતરીત કરવામાં આવ્યા. તમામ બાળકો અને તેમનો પરિવાર નક્કી કર્યા મુજબ આ રોપા પોતાના ઘરના આંગણામાં, ખેતરમાં વાવી જવાબદારીપૂર્વક તેનો ઉછેર કરશે અને વોટ્સએપના માધ્યમથી શાળા પરિવાર સાથે સંપર્કમાં રહી તેનો રીપોર્ટ કરશે. આ ઉપરાંત શાળામાં વૃક્ષો વાવો અને વિજળી બચાવો વિષય ઉપર નિબંધ સ્પર્ધા અને પ્રદર્શન યોજવામાં આવ્યું . બચપણથી પર્યાવરણ પત્યે જાગૃતિ કેળવાય તે હેતુ થી શાળાના બાળકોના વાર્ષિક રીપોર્ટમાં પર્યાવરણલક્ષી વિશેષ ગુણ આપી બાળકોને શાળા પ્રોત્સાહન આપશે.

બાળકોને બચપણથી જ શિક્ષણની સાથે કેળવણીના પાઠ શીખવવામાં આવે તો ચોક્કસ સમાજજીવનમાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરી શકાય અને એક તંદુરસ્ત સમાજ રચનાનું નિર્માણ થઈ શકે. વડગામ તાલુકા શાળા -૧ (અનુપમ) શાળાના આચાર્ય શ્રી રધનાથભાઈ જેગોડા તેમજ સમસ્ત સ્ટાફગણ ને શાળામાં  પ્રશંસનીય કામગીરી કરવ બદલ વડગામ.કોમ અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.