કોરોના ડાયરી – ૦૭.૦૫.૨૦૨૧

વડગામ તાલુકા મથક સહીત બસુ, છાપી, મોરિયા, માહી,અને જલોતરામાં કોવીડ કેર સેન્ટર આરોગ્ય વિભાગ , લોકસહયોઞ તેમજ સ્થાનિક સહકારી તેમજ સામાજિક સંસ્થાઓ ના સંકલનથી શરૂ થયા એ આવકાર્ય છે જેનાથી સ્થાનિક કોરોના સંક્રમિત લોકોને પ્રાથમિક સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ થશે. તાલુકાના વધુમાં વધુ ગામડાઓમાં સ્થાનિક લોકો, દાતાશ્રીઓ, સહકારી, સામાજિક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગ ના સંકલનથી કોવીડ કેર સેન્ટરો શરૂ થાય તો સ્થાનિક લોકોને આઈસોલેશન અને પ્રાથમિક સુવિધાઓ અને માર્ગદર્શન ઘર આંગણે મળી રહે જેનાથી બિનજરૂરી દોડધામ અને મુશ્કેલીઓ ઓછી વેઠવી પડે.

સાથે સાથે રસીકરણ, માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ, જરૂર જણાય તો કોરોના ટેસ્ટ રીપોર્ટ, અન્ય જરૂરી જીવનશૈલી વગેરે બાબતો નુ પ્રજાજનો ચુસ્તતાપૂર્વક અને ઞંભીરતાથી પાલન કરે એ અતિ આવશ્યક છે, એના વિના માત્ર કોવીડ કેર સેન્ટરોથી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં મળે. સંક્રમણના ફેલાય અને ઓછું ફેલાય એવી જીવનશૈલી અને જરૂરી રસીકરણ સાથે ઞાઈડલાઈન નું પાલન કરશો તો જ આપણા વિસ્તારના જે પ્રજાજનો ઞંભીર સમસ્યાનો‌ સામનો કરી રહ્યા છે એમને યોગ્ય સારવાર ઉપલબ્ધ બની શકશે.

ઓછામાં ઓછાં લોકો કોરોના સંક્રમિત બંને એના ઉપર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ અને આખરી ઉપાય છે.

દરમિયાન તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે વડઞામ તાલુકા પંચાયતના તમામ ડેલીઞેટસોએ નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવાની સહમતી સાથે ભલામણ જિલ્લા પંચાયતને મોકલી આપી છે. ઉપરાંત પ્રતિક ઞાધી નામના કલાકાર કોઈ NGO ઈનીશીયેટીવ કરી રહ્યા છે એવા સમાચાર કન્ફર્મ કર્યા છે. વડગામ MLA પણ પ્રયત્નશીલ છે.

આમ ઓક્સિજન પ્લાન્ટ ચર્ચાને ચગડોળે છે પણ કામ એટલું સહેલું ન હોઈ એ સ્થપાય અને તાલુકાની જનતાને જરૂરી પુરવઠો ઉપલબ્ધ બને છે કે કેમ એ અત્યંત મહત્વપૂર્ણ છે. ઓક્સિજન પ્લાન્ટ માટે પ્રયત્નો થઈ રહ્યા છે તો ઘણી જગ્યાએ દાતાશ્રીઓના તેમજ ગામલોકોના, સામાજિક સંઞઠનોના સહયોગ થકી ઓક્સિજન સિલિન્ડર પણ ખરીદવામાં આવી રહ્યા છે એટલે આશા છે કે આવનાર સમયમાં વડગામ તાલુકો ઓક્સિજન પૂર્તિ બાબત સ્વ-નિર્ભર બની શકે.

વર્તમાન પરિસ્થિતિ જોતાં આપણે નાજુક પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છીએ એટલે જેટલા જાગૃત બનીશું એટલુ ભવિષ્ય આપણા માટે, આપણા પરિવાર ,સમાજ, ગામ માટે સુરક્ષિત રાખી શકીશું.

જે પણ મિત્રો, પ્રજાજનો, દાતાશ્રીઓ, સામાજિક- સહકારી સંઞઠનો, આરોગ્ય કર્મચારીઓ, વહીવટ તંત્ર અને સ્વયં સેવકો કોરોના સામેની જંઞ માં તાલુકાના જરૂરિયાતમંદ પ્રજાજનો પોતાનાથી બનતી મદદ અને પ્રયત્નો કરી રહ્યા છે તે તમામ અભિનંદનને પાત્ર છે.?

www.vadgam.com