જલોત્રામાં આર્મી જવાનોનું સન્માન.

Jalotra-armi Sanmaan

અહેવાલ : – શ્રી ભાનુભાઈ પંડ્યા (જલોતરા)

વડગામ તાલુકાના જલોતરા ગામના ૧૪ જેટલા જવાનો ઇન્ડિયન આર્મી ની વિવિધ પાંખો મા ફરજ બજાવી રહ્યા છે ત્યારે જી જે પટેલ વિધાલય ના વિધાર્થીઓ ને દેશ પ્રેમ ની ભાવના જગાવવા ના હેતુસર જી જે પટેલ વિધાલય જલોતરા ખાતે  ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા શ્રી રમેશભાઇ ભટોળ તથા અન્ય યુવાનો દ્વારા જે જવાનો દેશ માટે મરી મીટવા ની તૈયારી સાથે આર્મી મા ફરજ બજાવે છે તેમને મદદરૂપ થવા ના હેતુથી ‘જલોતરા આર્મી સંગઠન સહાયક પરિવાર’ ની રચના કરી જલોતરા ના જે યુવાનો આર્મી મા ફરજ બજાવે છે તેમનુ સન્માન જી.જે.પટેલ વિધાલય જલોતરા ખાતે કરવામાં આવ્યુ તથા જી જે પટેલ વિધાલય જલોતરા ના વિધાર્થીઓ દ્વારા આર્મી જવાનો નુ ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી વિશેષ સન્માન કર્યું હતું.

Jalotra Armi Javan-1આ જલોતરા આર્મી સંગઠન સહાયક પરિવાર મા દાતાઓ તરફથી ૫૦,૦૦૦ જેટલી રકમ ની આર્થિક સહાય કરી દેશ પ્રેમ નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે, આ સન્માન સમારોહ કાર્યક્રમ મા જલોતરા ગ્રામ પંચાયત સરપંચ, ડે સરપંચ, સાર્વજનિક કેળવણી મંડળ ના પ્રમુખ /મંત્રી તથા સભ્યો તથા જલોતરા ગામના આગેવાનો તથા ગ્રામજનો, તથા આર્મી જવાનો ના કુટુંબીજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જી જે પટેલ વિધાલય જલોતરા ના આચાર્ય કેશરભાઇ પટેલ તથા શાળાપરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

સમાજ ઉપયોગી પ્રેરણાદાયી કાર્ય બદલ વડગામ.કોમ શ્રી રમેશભાઈ ભટોળ, શાળા પરિવાર તેમજ ગ્રામજનો ને અભિનંદન પાઠવે છે.