વડગામ તાલુકાના મગરવાડા ગામ નાં યુવા એથ્લેટને ગોલ્ડ મેડલ.

Kalpesh-2
શ્રી મણીભદ્ર વિરદાદાનાં તીર્થસ્થળ તરીકે પ્રખ્યાત એવા વડગામ તાલુકાના મગરવાડાનાં યુવાન શ્રી કલ્પેશ ચૌધરી એ કેરાલા રાજ્યમાં આવેલ ત્રિવેન્દ્રમ મુકામે ગૌરવરૂપ ગોલ્ડમેડલ ની લાંબી છલાંગ લગાવી વડગામ તાલુકાનું નામ રોશન કર્યું છે. All India Postal Department દ્વારા તારીખ ૦૯.૦૧.૨૦૧૮ થી ૧૨.૦૧.૨૦૧૮ દરમિયાન કેરાલા રાજ્યના ત્રિવેન્દ્રમ મુકામે આયોજિત અખિલ ભારતીય પોસ્ટલ એથ્લેટ સ્પર્ધામાં વડગામ તાલુકા નાં શ્રી કલ્પેશ ચોધરી એ ૬.૭૦ મીટર (૨૧.૯૮ ફૂટ) Long Jump કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આંકડાકીય માહિતી જોઈએ તો અખિલ ભારતીય પોસ્ટલ એથ્લેટ સ્પર્ધા નો લાંબા કુદકાનો અત્યાર સુધીનો સર્વોચ્ય રેકોર્ડ ૭ મીટર નોધાયેલો છે તો ભારતનો રાષ્ટ્રીય લેવલ નો રેકોર્ડ ૮.૧૦ મીટર નો છે. ઓલિમ્પિક માં ભાગ લઇ શકવાની ક્ષમતા આ યુવાનમાં હતી પણ સર્વવિદિત છે કે ખેલકૂદ ક્ષેત્રે ગ્રામીણ ક્ષેત્રમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ને અભાવે આવા અનેક આશાસ્પદ યુવાનો રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓથી દૂર રહી જાય છે અને કલ્પેશ માં તો એવી પૂરી ક્ષમતા હતી તે તેણે અત્યારસુધી સ્વબળે નાના-મોટા અનેક મેડલો મેળવી ને સિદ્ધ કરી જ દીધું છે. વડગામ નો યુવાન કલ્પેશ ચૌધરી રમત-ગમત (એથલેટીક્સ ) ક્ષેત્રે યુવાનો મારે પ્રેરકબળ બની શકે તેમ છે જો તેની આ ક્ષમતાનો કોઈને ખ્યાલ આવે તો ? નોકરીને લીધે પુરતી પ્રેક્ટીસ અને તાલીમ નાં અભાવે પણ જો આ યુવાન ૬.૭૦ મીટર લોંગ જંપ લગાવી શકતો હોય તો કલ્પના કરો કે જો જરૂર પુરતી સુવિધા અને સાધનો ઉપલબ્ધ થાય યો ૮ કે ૯ મીટર સુધી પહોંચવું તેના માટે અશક્ય નથી જ !!! આ અગાઉ પણ કલ્પેશ ચૌધરી વિષે વડગામ.કોમ ઉપર એક માહિતી લેખ લખવામાં આવ્યો હતો તે આપ આ પ્રસંગે ફરી વડગામ.કોમ ની વેબસાઈટ ની મુલાકાત કઈ વાંચી શકો છો.

Kalpesh-1
ગોલ્ડ મેડાલીસ્ટ કલ્પેશ ચૌધરી ને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે …..!!!