રાષ્ટ્રીય લેવલની કુડો સપર્ધામાં વડગામ તાલુકાની દિકરીએ બ્રોંઝ મેડલ જીત્યો.

Khushiનવસારીની SGM Shiroiya English Medium School માં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી મેમદપુર (વડગામ) ની દિકરી ખુશી એન. મહેતા એ કુડો (કરાટે) સ્પર્ધામાં રાષ્ટ્રીય લેવલે બ્રોંઝ મેડલ જીતી  ગૌરવપ્રદ સિધ્ધિ મેળવી  વડગામ પંથકમાં ખુશી ફેલાવી છે.

તાજેતરમાં મધ્યપ્રદેશ ખાતે દેશની સ્કૂલોના વિધ્યાર્થીઓ માટે ૬૪માં નેશનલ સ્કૂલ ગેમ્સ કુડોનું આયોજન SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સ્પોર્ટ ઓથોરિટીની કુડોની ટીમ ગુજરાત કુડોના પ્રમુખ અને ગીનીઝ  વર્લ્ડ રેકોર્ડ વિજેતા વિસ્પી બજીકાસદના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાંથી આઠ જિલ્લાના ૫૦ વિધ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાંથી વડગામ તાલુકાની મેમદપુર ગામની દિકરી ખુશી મહેતાએ ગુજરાતનું પ્રતિનિધત્વ કરતા તા.૦૬.૧૨.૨૦૧૮ના રોજ ૫૨ કિલોગ્રામ વજનમાં અન્ડર ૧૭ વર્ષ કેટેગરીમાં કુડો સ્પર્ધામાં રાષ્ટ્ર લેવલે ત્રીજો ક્રમાંક મેળવી બ્રોંઝ મેડલ જીતી લીઘો હતો.

રમત-જગતમાં વડગામ પંથકનું નામ રોશન કરવા બદલ વડગામ.કોમ મેમદપુર(વડગામ)ની દિકરી ખુશીને અભિનંદન સહ રમત-જગતમાં  ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.