કોદરામના મનોજભાઈની સાઇકલ યાત્રા….!

Manojbhai-cycling

Health is a Wealth and Cycling is the best Exercise ના સુત્રને સાર્થક કરી વડગામ તાલુકાના કોદરામના વતની શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિએ આપણને સૌને અનોખો સંદેશ આપ્યો છે. સુરતના માર્ગો પર પોતાના cyclist ગ્રુપ સાથે રાત ભર Cycling કરવું. એક મહિનામાં ૧૦૦૦ કિ.મી જેટલું Cycling કરવું. જુદી જુદી cycling Event’s માં participate થવું પોતાના અને પરિવારના યુવા બાળકોને Cycling નો શોખ કેળવવા પ્રોત્સાહિત કરવા જેવી બાબતો થકી તંદુરસ્ત જીવનશૈલી નો માર્ગ સ્વીકારનાર સુરત cyclist ગ્રુપના કમીટી મેમ્બર અને પ્રતિષ્ઠિતસરગમ બિલ્ડરસના ભાગીદાર શ્રી મનોજભાઈનું કોઈ સંસ્થા અભિવાદન કરે ત્યારે સારી બાબતોની પ્રેરણા જરૂર મળે. જીવનમાં શોખ કયા રાખવા એ વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય છે અને એમાં મને લાગે છે કે cycling એ એક એવો શોખ છે જે ખોબલે ભરીને તંદુરસ્તીની સાથે બીજા અગણિત લાભો આપે છે. હા એ વાત ખરી કે આપણે ત્યાં વિકસીત દેશોમાં હોય છે તેવા Cycling ટ્રેક વિકસ્યા નથી અને બીજી આપણી માનસિકતા ? એટલે કાર્ય થોડુ મુશ્કેલ છે પણ અસંભવ નથી એવુ શ્રી મનોજભાઈ પાસેથી શીખવા જેવુ છે. શ્રી મનોજભાઈને www.vadgam.com અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે…!!