માતૃભાષા દિન નિમિત્તે વડગામના કોદરામનાં વતની શ્રી પ્રશાંત કેદાર જાદવ નો V-Tv માં Talk show

Prashant-TV-Show-Matrubhasa

અત્રે એક વાત નોધપાત્ર છે કે શ્રી પ્રશાંતભાઈએ ખાસ કરીને આપણી ઉત્તર ગુજરાતની ગામઠી બોલીને જીવતી રાખવાનો સતત પ્રયાસ કર્યો છે અને તેને આજીવન સમર્પિત છે. એમ કહીએ તો ચાલે કે તેમણે ઉત્તર ગુજરાતની લોકબોલીનો જગતને ફિલ્મો ,ગીતો, ઈન્ટરવ્યું ,સાહિત્ય અને કવિતા થકી પરિચય કરાવવાનો ભરપુર પ્રયત્ન કર્યો છે જે આવકારદાયક ઘટના છે. આજે જ્યારે વતનની માટી માંથી મૂળ સમેત ઉખડી જતા લોકોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે તેવા સમયે પ્રશાંતભાઈ પોતાનો પરિચય આપતા જણાવે કે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા જીલ્લાનું ગામ કોદરામ તાલુકો વડગામ એ મારું વતન એ બોલતા પણ વડગામની ધરતીની બોલીની છાંટ જેના મુખે વર્તાય એવા પ્રશાંતભાઈએ વતનની ધરતી સાથે પોતાનો નાતો આજસુધી અકબંધ રાખ્યો છે. લોકબોલી ને પોતાની અભણ “મા” તેમજ ભાષા ને તેઓ ભણેલી “માં’ કહી જણાવે છે. માતૃભાષા દિન નિમિત્તે વડગામની બોલી અને ભાષા ને જગત ને પરિચય કરાવવા બદલ શ્રી પ્રશાંત કેદાર જાદવ ને www.vadgam.com અભિનદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

YouTube ઉપર આ Talk show નિહાળો….