હવામાન સમાચાર

તા. ૨૩.૦૭.૨૦૧૭ વડગામ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. હેલી જેવી સ્થિતિ સરજાણી છે. આ લખાય છે એટલે કે તા.૨૩.૦૭.૨૦૧૭ ની સાંજ સુધી વડગામ પંથકમાં મોસમનો કુલ વરસાદ ૬૦૫ મી.મી (૨૪ ઇંચ) સુધી પહોંચ્યો છે. તા.૨૩.૦૭.૨૦૧૭ ના દિવસે સાંજ સુધી દિવસનો…

ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સ વડગામની અનોખી પહેલ.

ઉછરતા બાળકોને બચપણથી સંસ્કાર અને સમજણ આપવાનું કામ માતા-પિતાનું છે કે જે ઉત્કૃષ્ટ સમાજ રચના માટે જરૂરી છે. આજે માનવસમાજમાં જે અવ્યવસ્થા જોવા મળે છે તેના પાયામાં બચપણથી વ્યક્તિને જે યોગ્ય કેળવણી મળવી જોઈએ તેમાં રહી ગયેલી ચૂકનું પરિણામ છે….

વૃક્ષારોપણ -2017 @ વડગામ અંતિમધામ

વડગામનાં સન્માનીય દાતાશ્રીઓ નાં સહયોગ થકી વડગામ અંતિમધામ રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે જે અંતર્ગત તા. ૦૨.૦૭.૨૦૧૭ ને રવિવારના રોજ ગામ માંથી લક્ષ્મણપુરા જવાના  માર્ગ ઉપર આવેલ વડગામ અંતિમધામમાં ગ્રામજનો દ્વારા સદ્દગત આત્માઓને શ્રધાંજલી સ્વરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અવિરત…

વડગામ તાલુકાના ધોતા – સક્લાણા ગ્રામજનો દ્વારા ગામ સફાઈ ની અનોખી પહેલ.

વડગામ તાલુકાના ૧૧૦ ગામો પૈકી મોટા ભાગના ગામો માં વર્ષોથી કચરાના યોગ્ય નિકાલના અભાવે ગંદકીનું મહાસામ્રાજ્ય સ્થપાયું છે જેના કારણે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આ ગંદકીના ઢગ તાલુકાના પ્રજાજનોના નબળા થતા જતા માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટે અનેક કારણો પૈકી…

ભરતનાટ્યમમાં વડગામ તાલુકાનું ગૌરવ કુ.જાહન્વી…!!

તાજેતરમાં પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે વડગામ તાલુકાના છાપી ગામની મૂળ વતની કુ.જાહન્વી અને તેની સાથી કલાકાર કુ. ખુશી દ્વારા સાત વર્ષની અથાક તાલીમ પછી મેળવેલી ભરતનાટ્યમ નૃત્યકલાની  સિધ્ધિને સાધના સ્વરૂપે આરંગેત્રમ દ્વારા પ્રભુ અને ગુરૂને દક્ષિણા સ્વરૂપે નૃત્યકૃતિ સમર્પિત…

વડગામ (કોદરામ)નાં પ્રમથ પંડિત દ્વારા દિગદર્શિત અને અભિનીત રસપ્રદ નાટક “ “RAM, SHYAM JADU””

રંગમંચ ઉપર સમાજ જીવન ને બોધરૂપ ઉત્કૃષ્ટ નાટકોમાં અદ્દભુત અભિનય થકી નાયક માંથી મહાનાયક બનવા તરફ અગ્રેસર મૂળ વડગામ તાલુકાના કોદરામ ગામના શ્રી પ્રમથ  પંડિત દ્વારા દિગદર્શિત અને અભિનીત રસપ્રદ નાટક “RAM, SHYAM JADU” ૧૪, મે, ૨૦૧૭ નાં રોજ વડોદરા…

ઇસ્લામપુરાના ઈસ્માઈલભાઈની ઈન્સાનિયત …..!!

સમજદાર નેકદિલ ઇન્સાન ને મંદિર-મસ્જીદ કે કોઈ પણ ધાર્મિક સ્થળ નાં આશરાની જરૂર નથી પડતી કારણ કે પરવરદિગારે આવા ઈન્સાનોને સમજદારી અને ખાનદાની ની ભેટ આપી ને એ સાબિત કરી દીધું હોય જ છે કે તેમના ઉપર ઉપરવાળાનાં આશીર્વાદ છે…

વડગામ ચોધરી યુવા પરિવાર દ્વારા દિશાસૂચક કાર્ય.

વડગામ ચૌધરી યુવા પરિવાર નાં યુવાનો તા. ૧૬.૦૪.૨૦૧૭ નાં રોજ વડગામ ગામ માં ૪૨ થી ૪૪ ડીગ્રી નાં ધોમધખતા તાપમાં જીવદયા નાં કાર્ય માં પોતાનો જીવ રેડી રહ્યા હતા. જીવદયા સાથે સાથે શ્રમદાન પણ કરી રહ્યા હતા. ઘણી વખત ગામ…

વડગામની ધરતી ઉપર અમૂલ્ય રક્ત ની દાનગંગા વહેતી થઇ…!!

યુવાનો જો સંગઠિત થઇ સ્વવિકાસ ની સાથે પોતાની સામાજિક જવાબદારીઓને પણ સમજીને જો સાચી દિશા પકડે તો કોઈ પણ સમાજ માટે કેવા અણધાર્યા સકારાત્મક પરિણામો મળી શકે તેનો પુરાવો તા.૦૯.૦૪.૨૦૧૭ નાં રોજ તાલુકા મથક વડગામ મુકામે જોવા મળ્યો. પ્રસંગ હતો…

વડગામ દૂધ મંડળીની સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે ….

આજથી ૫૦ વર્ષ પહેલા ૧૯૬૭ની સાલમાં રૂપિયો ગાડાનાં પૈડા જેવડો હતો ત્યારે વડગામના ૨૯ સભાસદો એ નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર દસ-દસ રૂપિયા આપીને વડગામ દૂધ મંડળીમાં જોડાયા અને વડગામ દૂધ મંડળીનો પ્રારંભ થયો માત્ર ૫ લીટર દૂધથી અને…