મગરવાડામાં નેત્ર-નિદાન કેમ્પ યોજાયો.

તા. ૧૦.૦૪.૨૦૧૬ ને રવિવારે પ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડાના મણિભદ્રવિર મહારાજ મંદિરમાં પૂજ્ય સંતશ્રી વિરમદાસજી મહારાજ આયોજીત નેત્ર-નિદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો. સતમાર્ગ બતાવે તે સંત તે પ્રણાલી ને સાર્થક કરતા પૂજ્ય સંત શ્રી વિરમદાસજી મહારાજ સંસારમાં રહીને વડગામ પંથકના સંસારીઓને આધ્યાતિમક…

જન્મ દિવસની અનોખી ઉજવણી…

આજના ભૌતિક સુખ-સગવડોમાં મહાલતો માનવી માત્ર પોતાના સુખની જ ચિંતા કરતો હોય છે તેવા સંજોગો એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે. કોઈ પણ બહાને આ પ્રકારના લોકો પોતાના સમગ્ર…

વડગામ તાલુકાના યુવાને શૈક્ષણિક મોબાઈલ એપ ડેવલોપ કરી.

ડિજીટલ ઇન્ડિયા મિશન સૂત્રને સાર્થક કરતા પાલનપુર સ્થિત વડગામ તાલુકાના કરનાળા ગામના વતની શ્રી વિપુલભાઈ એન. પટેલે તાજેતરમાં Elementary English Quizzer –નામની  Android App ડેવલોપ કરી વડગામ તાલુકાને ગૌરવ બક્ષ્યુ છે. શૈક્ષણિક ક્ષેત્રે આ MCQs ની તૈયારી માટે હવે મશીન…

સ્કાઉટ રેલી યોજાઈ.

  વડગામ તાલુકાના નવા પાંડવા (કોદરામ ) મુકામે તા.૨૪.૦૨.૨૦૧૬ થી ૨૬.૦૨.૨૦૧૬ દરમિયાન આયોજીત બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ – ગાઈડ સંધની ૩૮મી જિલ્લા રેલીમાં વિવિધ પ્રવૃતિઓ  નગરયાત્રા, માર્ચ પાસ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે , કુકિંગ સ્પર્ધા, કેમ્પ ફાયર, ફસ્ટ એઈડ સ્પર્ધા, પાયોનિયરીંગ સ્પર્ધા,…

વડગામ ગ્રામજનો દ્વારા દારૂબંધી માટે પ્રશંસનિય પ્રયાસ.

વડગામ ગામમાં તા.૨૩.૧૨.૨૦૧૫ ને બુધવારના રોજ દારૂ-બંધી માટે ગ્રામજનો બ્રહ્માણી માતાજી મંદિરે એકઠા થયા હતા. તાલુકા પી.એસ.આઈ શ્રી તેમજ મામલતદારશ્રીને આવેદન પત્ર આપી દારૂબંધી માટે પગલા ભરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઊપસ્થિત ગ્રામજનોએ આવેદનપત્રમાં સહી કરી નીચે જણાવેલ નિર્ણય લીધો…

વારંદાવીરદાદાની પલ્લીમાં કોમી એક્તા, પ્રથમ ઘી મુસ્લિમ બિરાદરો ચઢાવે છે

રેફ :- દિવ્યભાસ્કર :- ૨૩.૧૦.૨૦૧૫ (તસવીર:વારંદાવીરદાદાના મંદિરે પલ્લી ભરાઇ હતી. ) -ડાલવાણામાં વારંદાવીરદાદાની પલ્લીમાં શ્રદ્ધાળુઓના ઘોડાપૂર –  સૌથી પ્રથમ ઘી મુસ્લિમ બિરાદરો ચઢાવે છે વડગામ:વડગામ તાલુકાના ડાલવાણા ગામે આવેલા પ્રાચીન વારંદાવીરદાદાનું મંદિર વડગામ સહિત સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે. સરસ્વતી…

વડગામનું ગૌરવ.

વડગામના વતની શ્રી કિરણાભાઈ પ્રેમજીભાઈ પટેલને DySP તરીકે બઢતી મળતા વડગામ પંથકમાં આનંદની લાગણી છવાઈ છે. નાની વયમાં પોતાની કાબેલિયતથી ગુજરાત પોલીસમાં સિધ્ધીના ઉચ્ચ શિખરો તરફ ડગ માંડી રહેલા કિરણભાઈએ વડગામ પંથકને અનેરું ગૌરવ બક્ષ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે…

સિસરાણા ગ્રામજનોનો વ્યસનમુક્તિનો ઠરાવ.

વડગામ તાલુકાના સિસરાણા ગામમાં કોઈ શખ્સ દારૂ પીતા કે વેચતા પકડાશે તો જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પ્રતિબંઘ મુકાશે  ગુજરાત સમાચાર :- ૧૬.૧૦.૨૦૧૫ વ્યસનોને તીલાંજલી આપવાનો ગ્રામજનોનો નિર્ણય.  યુવકોના સહકારથી સરપંચે બીડું ઝડપ્યું . ગામને વ્યસનમુકત કરવા માટે એક જ અવાજ વડગામ,તા.૧૫…

વડગામ તાલુકા સદ્દભાવના બેઠક યોજાઈ.

આજ રોજ તા.૧૧.૧૦.૨૦૧૫ને રવિવારના રોજ તાલુકા મથક વડગામ મુકામે BRC ભવનમાં વડગામ તાલુકાની સૌ પ્રથમ સદ્દભાવના બેઠક યોજાઈ ગઈ. સર્વધર્મ સમભાવ તેમજ સમાજમાં વિકાસલક્ષી પરિવર્તન સાથે સમરસતા કેળવાય તે હેતુ આજની બેઠકમાં ઉપસ્થિત સર્વજ્ઞ્યાતિ સમાજમાંથી પધારેલા મહાનુભાવોએ પોતપોતાના વિચારો વ્યક્ત…