સ્કાઉટ રેલી યોજાઈ.

  વડગામ તાલુકાના નવા પાંડવા (કોદરામ ) મુકામે તા.૨૪.૦૨.૨૦૧૬ થી ૨૬.૦૨.૨૦૧૬ દરમિયાન આયોજીત બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ – ગાઈડ સંધની ૩૮મી જિલ્લા રેલીમાં વિવિધ પ્રવૃતિઓ  નગરયાત્રા, માર્ચ પાસ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે , કુકિંગ સ્પર્ધા, કેમ્પ ફાયર, ફસ્ટ એઈડ સ્પર્ધા, પાયોનિયરીંગ સ્પર્ધા,…

વડગામ ગ્રામજનો દ્વારા દારૂબંધી માટે પ્રશંસનિય પ્રયાસ.

વડગામ ગામમાં તા.૨૩.૧૨.૨૦૧૫ ને બુધવારના રોજ દારૂ-બંધી માટે ગ્રામજનો બ્રહ્માણી માતાજી મંદિરે એકઠા થયા હતા. તાલુકા પી.એસ.આઈ શ્રી તેમજ મામલતદારશ્રીને આવેદન પત્ર આપી દારૂબંધી માટે પગલા ભરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઊપસ્થિત ગ્રામજનોએ આવેદનપત્રમાં સહી કરી નીચે જણાવેલ નિર્ણય લીધો…

વારંદાવીરદાદાની પલ્લીમાં કોમી એક્તા, પ્રથમ ઘી મુસ્લિમ બિરાદરો ચઢાવે છે

રેફ :- દિવ્યભાસ્કર :- ૨૩.૧૦.૨૦૧૫ (તસવીર:વારંદાવીરદાદાના મંદિરે પલ્લી ભરાઇ હતી. ) -ડાલવાણામાં વારંદાવીરદાદાની પલ્લીમાં શ્રદ્ધાળુઓના ઘોડાપૂર –  સૌથી પ્રથમ ઘી મુસ્લિમ બિરાદરો ચઢાવે છે વડગામ:વડગામ તાલુકાના ડાલવાણા ગામે આવેલા પ્રાચીન વારંદાવીરદાદાનું મંદિર વડગામ સહિત સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે. સરસ્વતી…

વડગામનું ગૌરવ.

વડગામના વતની શ્રી કિરણાભાઈ પ્રેમજીભાઈ પટેલને DySP તરીકે બઢતી મળતા વડગામ પંથકમાં આનંદની લાગણી છવાઈ છે. નાની વયમાં પોતાની કાબેલિયતથી ગુજરાત પોલીસમાં સિધ્ધીના ઉચ્ચ શિખરો તરફ ડગ માંડી રહેલા કિરણભાઈએ વડગામ પંથકને અનેરું ગૌરવ બક્ષ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે…

સિસરાણા ગ્રામજનોનો વ્યસનમુક્તિનો ઠરાવ.

વડગામ તાલુકાના સિસરાણા ગામમાં કોઈ શખ્સ દારૂ પીતા કે વેચતા પકડાશે તો જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પ્રતિબંઘ મુકાશે  ગુજરાત સમાચાર :- ૧૬.૧૦.૨૦૧૫ વ્યસનોને તીલાંજલી આપવાનો ગ્રામજનોનો નિર્ણય.  યુવકોના સહકારથી સરપંચે બીડું ઝડપ્યું . ગામને વ્યસનમુકત કરવા માટે એક જ અવાજ વડગામ,તા.૧૫…

વડગામ તાલુકા સદ્દભાવના બેઠક યોજાઈ.

આજ રોજ તા.૧૧.૧૦.૨૦૧૫ને રવિવારના રોજ તાલુકા મથક વડગામ મુકામે BRC ભવનમાં વડગામ તાલુકાની સૌ પ્રથમ સદ્દભાવના બેઠક યોજાઈ ગઈ. સર્વધર્મ સમભાવ તેમજ સમાજમાં વિકાસલક્ષી પરિવર્તન સાથે સમરસતા કેળવાય તે હેતુ આજની બેઠકમાં ઉપસ્થિત સર્વજ્ઞ્યાતિ સમાજમાંથી પધારેલા મહાનુભાવોએ પોતપોતાના વિચારો વ્યક્ત…

શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ ટ્રસ્ટ નું ઉમદા કાર્ય.

શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ પિલુચા પગાર કેન્દ્ર શાળા તા. વડગામ ખાતે શાળાના તમામ ૩૧૬ બાળકોને શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ ટ્રસ્ટ તરફથી નોટબૂક અને સ્કૂલ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યુ હતું જે ખરેખર પ્રશંસનીય અને આવકારદાયક ઉમદા કાર્ય છે. સાથે સાથે ગણેશપુરા…

અભિનંદન

વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની શ્રી હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરીની બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એશોસિયેશનમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પસંદગી. હરેશભાઈને વડગામ તાલુકા સોશિયલ મિડિયા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને તેઓશ્રી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ….!!!

વૃક્ષારોપણ કાર્યક્રમ.

તા. ૨૬.૦૭.૨૦૧૫ ને રવિવારના રોજ સુધીમાં જો સારો વરસાદ વરસી જાય તો આ વખતે વડગામમાં કુલ ૨૫૦ આસપાસ વૃક્ષો www.vadgam.com ગ્રુપના માધ્યમથી રોપવાનો વિચાર છે. બે ખેતર ની જગ્યાઓ, લક્ષ્મણપુરા (વડગામ)નું અંબાજી મંદિર, અંતિમધામ (લક્ષ્મણપુરા રોડ) વડગામ, અને સરકારી પુસ્તકાલય…

જીવદયાનું ઉમદા કાર્ય…

તા. ૦૫.૦૭.૨૦૧૫ ને રવિવારના રોજ વડગામ ગામના એક શુભેચ્છક અને જીવદયાપ્રેમી ના સહયોગથી www.vadgam.com ગ્રુપના માધ્યમથી અબોલ જીવો માટે ખોરાક ખાવા માટેની સારી ક્વોલીટીની સ્ટીલની ચાટોનું વિતરણનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું. ગ્રુપના યુવાનો દ્વારા વડગામના લક્ષ્મણપુરા, શીવનગર, અર્બુદાનગર, મલાડ એરીયા,…