વડગામ તાલુકામાં સૌથી મોટા પંખીઘરનું ખાતમુહૂર્ત.

જીવદયાને વરેલા  જૈન સંપ્રદાયની ઉત્તમ વિચારસરણીના પરિપાકરૂપે વડગામ તાલુકાના મેમદપુર (મેનપર) ગામમાં ગામના જૈન શ્રેષ્ઠીઓના સહકારથી ભવ્ય પંખીઘરના નિર્માણનો પાયો નંખાયો છે. ટૂંક સમયમાં અંદાજીત ૪૨૦૦ પંખીઓ આશરો લઈ શકે તેવું ૫૫ ફૂટ ઉંચાઈનું ભવ્ય પંખીઘર મેમદપુર ગામમાં નિર્માણ પામશે. વડગામ તાલુકામાં તો આ પ્રકારનું પ્રથમ પંખીઘરનું નિર્માણ થઈ રહ્યું છે પણ કદાચ બનાસકાંઠા જિલ્લામાં પણ આટલી સંખ્યામાં પક્ષીઓ સલામત આશરો લઈ શકે તેવું પ્રથમ બાંધકામ હશે એવું બની શકે,

Memadpur-Pankhighar-1

છેલ્લા એક વર્ષથી ગામના જૈન સમાજના શ્રેષ્ઠીઓ આ બાબતે ચર્ચા વિચારણા કરતા હતા અંતે ગામમાં આવેલા હનુમાન મંદિરની સામે આ ભવ્ય અને ઉત્તમ સ્વપન સાકાર થવા જઈ રહ્યું છે જે વડગામ પંથક માટે ગૌરવપ્રદ અને આનંદના સમાચાર છે.

આજે જ્યારે પશુ પક્ષીઓ માટે જીવવાનો આશરો ખૂટી પડ્યો હોય તેવો માહોલ બનતો જાય છે તેવા સંજોગોમાં પક્ષીઓ માટે સુરક્ષિત ઘરનો વિચાર અને તેનો અમલ કરીને પ્રકૃતિને બચાવવાનું એક ઇશ્વરીય કાર્ય મેમદપુર જૈન સંપ્રદાય કરવા જઈ રહ્યો છે ત્યારે આ માનવતાને દિપાવનાર કાર્યના સહભાગી તમામ મેમદપુરવાસીઓને વડગામ,કોમ અભિનંદન સહ શુભેચ્છઓ પાઠવે છે.

Memadpur-Pankhighar-2આ કાર્યમાં સહભાગી દાતાશ્રીઓના નામની યાદી પંખીઘરનું ઘરનું કાર્ય પૂર્ણ થયે પ્રસિધ્ધ કરવામાં આવશે. અહી પંધીઘરનો જે ફોટો મુકવામાં આવ્યો છે તે મોડેલ ફોટોગ્રાફ છે તે મુજબના પંખીઘરનું નિર્માણ મેમદપુર ગામમાં થવા જઈ રહ્યું છે.