ભાગવત વિદ્યાપીઠમાં વડગામના કવિનું કાવ્ય પઠન.

PrashantJadav-Bhagvat Vidhyapithતા.૧૭.૦૨.૨૦૧૮ ના રોજ અમદાવાદ સ્થિત ગુજરાતની ગૌરવપ્રદ ભાગવત વિદ્યાપીઠ  સોલા, અમદાવાદ  મુકામે શ્રી રસરાજ પ્રભુના પાવન પાટોત્સવ પર્વ નિમિત્તે સહિત્યોત્સવ ન આયોજન કરવામા આવ્યું હતું આ પ્રસંગે આયોજિત કવિ સંમેલનમાં ગુજરાતના જાણીતા કવિ પ્રશાંત કેદાર જાદવ કે જેઓ વડગામ તાલુકાના કોદરામના વતની છે તેમના દ્વારા નીચે જણાવેલ સ્વરચિત રચનાઓનું કાવ્યપઠન કરવામાં આવ્યું હતું. વડગામ.કોમ કવી શ્રી પ્રશાંત કેદાર જાદવને અભિનંદન પાઠવે છે.

[1]

સાજણ ! આંખો ધોઈ નાખો

મારા આંસુ આપું ધોવા

        કામ લાગશે રાખો

સાજણ આંખો ધોઈ નાખો

ધૂમાડાના ગોટેગોટા

          ધુમ્મસ દશેય બાજુ

ઘેરાયાં છો એવાં

          રૂવાંડુંય નથી ર્યુ સાજુ

ધૂઓ પછી દેખાશે ચોખ્ખો

         મારખ આખે આખો

સાજણ આંખો ધોઈ નાખો

અંજાયું, નજરાયું ભરમંડ,

       કીકી અને પાંપણનું

જૂઓ પેલે પાર ઊભું છે,

      ઠામ, ઠેકાણું ડહાપણનું

રોતાંય નહિ આવડે સાજણ

     આંખો નથી રહી આંખો

સાજ્ણ આંખો ઘોઈ નાખો.

[2]

ભેત્યંની તેડ્ય તો ગારાથી હોંધીએ

             માંયલીન ચ્યમ કરી હોંધવી !

ઊંધનારું લોંબુ ન પશેડી ટૂંકી

         ઓમ ટૂંટીયે તે રાત ચ્યંમ કરી કાઢવી !!

તોય મનં ઇમ કો’ક ઉપા કરીએ

            જો થોડા ઘણા ફેર કાંય થાય

(પણ) એટલામાં તેડ્ય તો બાકોરું થઇ જઈ

            મુ હું નાખું તો એ પુરાય !

દનિયોનાં કીધ તારો રાશ્યો ભરૂંહો

            અવ તનજ લાજ જોઈય આવવી.

હૌના તો લેખ તમે લખો લલાટે

           પણ મારા લસ્યા તમે ઓંશ્યે

ન-કાપાય પાસા એવા પાડ્યા

           ક-મારઅ ચોમાહા રે’હે બારમાશે

અશ્યોનાં પોંણી તો પાતાળે ઠેલ્યાં

         એ આવ એવી રાશ ચ્યોંથી લાવવી

હારી થાચીન મીંતો મનં મનાયું

        ક – આપણ જ આપણાં ફોડવાં

પણ આ બધું ગન્યાંન તો ધડી બે ધડી

       પસ મનં હાથે માથાં રોજ ફોડવાં

કાઠ્ઠાં થઈ પીડ્યા માં ભોમાં ભંડારી

       તોય દેખાય તો ચ્યમની હંતાડવી !