કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો.

Raktdaan-Sadbhavanaa-2018-3હમણા અમારા facebook friend ખ્યાતિબેન શાહે રક્તદાન ઉપર સરસ માહિતી આપતી પોસ્ટ FB ઉપર પોસ્ટ કરી હતી તે તાજેતરમા સદ્દભાવના ગ્રુપ દ્વારા કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે આયોજિત રક્તદાન કેમ્પ ના સંદર્ભે વડગામ.કોમ ઉપર પોસ્ટ કરું છું.

રક્તદાન એ ઉચ્ચ કોટિનું ગુપ્તદાન છે. રક્તદાન કરનાર નથી જાણતું કે તે કોનો જીવ બચાવી રહ્યું છે અને રક્ત મેળવનાર નથી જાણતું કે કોણે પોતાનું લોહી આપી અને સાજા થવામાં મદદ કરી છે. રક્તદાન એ શ્રેષ્ઠ પ્રકારનું સાત્વિક દાન કહે છે. રક્તદાન કોઈ જ બદલાની ભાવના વગર નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે અને કદાચ એટલે જ નિસ્વાર્થ ભાવે થતું રક્તદાન, દાન આપનાર માટે પણ ફાયદાકારક નીવડે છે.

હાથની નસ પર પડેલો ઘા સ્મ્તિ કરશે આજે, જાણશે જ્યારે, એક જીવ રહ્યો આજ અકબંધ છે.- સાકેત દવે

Raktdaan-Sadbhavanaa-2018-2લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે, અને જટિલ મેડિકલ તથા સર્જીકલ સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ તો હવે જનજાગૃતિ આવી રહી છે અને સારા એવા પ્રમાણમાં લોકો બ્લડ ડોનેટ કરવા આગળ આવી રહ્યા છે. પણ હજુ પણ લોહીની જરૂરિયાતના પ્રમાણમાં જોઈએ તેટલું લોહી ઉપલબ્ધ નથી. થેલેસેમિયા, બ્લડ કેન્સર જેવા બીજા કેટલાક લોહીને લગતા જીવલેણ રોગોથી અનેક દર્દીઓ મૃત્યુને ભેટી રહ્યા છે.

આ એક લોહી જ છે જે માણસ ને માણસ સાથે કોઈ ભેદભાવ વગર જોડે છે. ધર્મ, નાત, જાત, ઊંચ, નીચ, કુળ, દેશ, વેશ સઘળા પ્રકારના ભેદભાવ ભૂલી જઈ ફક્ત અને ફક્ત મેળવવામાં આવે છે તો એક જ લોહી. આપનારનું અને લેનારનું લોહી મેચ કરી ગયું તો બીજું બધું જ પછી ગૌણ બની જાય છે. આપણા લોહીની વહેંચણી કરી, ક્યાંક કોઈક જીવ બચાવવાનું કાર્ય કરીએ, એમ માનવતાને જીવાડીએ. – ખ્યાતિ શાહ.

Raktdaan-Sadbhavanaa-2018-1તા. ૨૫.૧૧.૨૦૧૮ના રોજ સદ્દભાવના ગ્રુપના માધ્યમથી કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે પાલનપુર મુકામે આયોજિત સદ્દભાવનારૂપીરકતદાન કેમ્પમાં યુવક-યુવતિઓએ  અંદાજિત ૨૯૨ બોટલ રક્તદાન કરી સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી બન્યા હતા.

સદ્દભાવના ગ્રુપ્રના પ્રમુખ અને વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની શ્રી હરેશભાઈ એચ. ચૌધરીએ પોતાની ૩૩ વર્ષની આયુમાં  ૨૫મી વખત રક્તદાનકરી માનવતાનો અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

રક્તદાન કેમ્પના આયોજક સદ્દભાવના  ગ્રુપના પ્રમુખ શ્રી હરેશભાઈ અને તમામ રક્તદાતાઓને સમાજઉપયોગી પ્રેરક કાર્ય બદલ વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે…..!!