વડગામ તાલુકામાં વૃક્ષારોપણ પ્રત્યે જનજાગૃતિના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

IMG-20190707-WA0069

તાલુકા મથક વડગામમાં એવા કેટલાક સ્થળો છે જ્યાં પર્યાવરણ પ્રવૃત્તિ ને સારી રીતે વિકસિત કરી શકાય એમાં એક વડગામમાં આવેલું Community Health Centre (CHC) છે. આ જગ્યા આસપાસ કોટ અને પાણી ની સુવિધા હોવાથી ફૂલછોડ અને અન્ય રોપાઓને સારી રીતે ઉછેરી શકાય તેમજ અનુકૂળ વાતાવરણ અને જગ્યા હોવાથી બાગ-બગીચાનું પણ નિર્માણ કરી શકાય આમ વડગામ CHC ને ખરા અર્થમાં પર્યાવરણીય ક્ષેત્ર તરીકે વિકસિત કરી શકાય તેવી તમામ શક્યતાઓ રહેલી છે. આ સંકુલમાં આમ પણ લીમડા સારી એવી સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. તમે વડગામ માં આવેલી સરકારી આર્યુવેદિક હોસ્પીટલ જોઈ હોય તો ખ્યાલ આવે કે પર્યાવરણલક્ષી સતત પ્રયત્નો અને જાળવણી થકી કેટલા સુંદર કેમ્પસ નું નિર્માણ કરી શકાય આવું જ વડગામમાં આવેલ અંતિમધામ, સરકારી પુસ્તકાલય તેમજ ઉબર સોસાયટી  વિશે કહી શકાય. વડગામમાં આવેલા આ એવા સ્થળો છે અમુક તમુક વર્ષો પહેલા રોપેલ રોપાઓ સફળતાપૂર્વક ઉછરી રહ્યા છે જેનો અનહદ આનંદ છે.  જ્યાં કહેવાનો મતલબ એટલો જ કે યોગ્ય સ્થળ પસંદગી અને પર્યાવરણલક્ષી દ્રષ્ટિકોણ સાથે તાલુકામાં આવેલ સાર્વજનિક સ્થળો ને ધીમે ધીમેં વિકસાવાવામાં આવે તો આવનાર ભવિષ્યમાં વડગામ તાલુકાને સાચા અર્થમાં પર્યાવારણ બાબતે સુવિકસિત કરી શકાય..હમણા એક મિત્રે  વાત કરી કે મારે વડગામમાં  કુલ ૧૦૮ વડલાઓ રોપવાની દ્રઢ ઈચ્છા શક્તિ છે તો મેં કહ્યું વિચાર સારો છે આપણે વડગામણા પ્રવેશદ્વારો અને તળાવો અને સાર્વજનિક સ્થળો એ એ કામ કરી શકીએ પણ એમાં વનવિભાગ અને ગ્રામપંચાયત જો સહયોગ આપે તો  ? વન વિભાગ આપણને સારી ક્વોલીટીના વડાલાના રોપા Tree Guard સાથે આપે અને ગ્રામપંચાયત પાણીની સુવિધા પુરી પાડે અને બીજો જોયતો લોક સહકાર મળે તો કામ એટેલું મુશ્કેલ નથી. વડગામ પંથક માં છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ સંગઠનો ના જાગૃતિલક્ષી કાર્યક્રમો થી પર્યાવરણ પ્રત્યેની સમજ વધી છે અને અનેક નવીન વૃક્ષો નું વડગામ તાલુકામા વાવેતર થયું છે પણ મોટા ભાગે વૃક્ષરોપણીની યોગ્ય પધ્ધતિ ની જાણકારી તેમજ પાણી અને સુરક્ષા ના અભાવે આપણા પ્રયત્નો ને આપણે જોઈએ એટલા ફળદાયી બનાવી શક્યા નથી પણ છેલ્લા કેટલાક વર્ષો થી આપણે સ્થળ પસંદગી અને અન્ય જરૂરી સુવિધા બાબતે સભાન બન્યા છીએ એ આનંદ ની બાબત છે.

વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ વડગામ  છેલ્લા કેટલાક સમયથી યુવાનોને એકઠા કરી સમાજ ઉપયોગી સારી પ્રવૃતિઓ કરી રહ્યું છે જેમાં તા. ૦૭ જુલાઈ ૨૦૧૯ ના રોજ વડગામ તાલુકામાં આવેલ આવેલ  CHC કેન્દ્રમાં વ્રુક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ પ્રકારના રોપાઓ ને CHC કેન્દ્રમાં રોપવામાં આવ્યા હતા. પર્યાવરણ પ્રત્યેની લોકજાગૃતિ કેળવવા આવા કાર્યક્રમો યોજાય એ અત્યંત આવશ્યક છે એમાંય વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અનુકૂળ જગ્યાની સ્થળ પસંદગી સારી કરવામાં આવી હતી. ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામના યુવાનો દ્વારા રોપાઓને CHC કેમ્પસમાં રોપવામાં આવ્યા હતા.

હમણાં સાયન્સ જર્નલમાં એક રીપોર્ટ છપાયો છે એમાં એવું જણાવવામાં આવ્યું છે કે દુનિયાભરમાં ક્લાઇમેન્ટ ચેન્જ ની જે પ્રતિકૂળ અસરો છે તેનાથી બચવા કુલ ૧ લાખ કરોડ વૃક્ષો વાવવાની જરૂર છે. સંશોધકો અને વૈજ્ઞાનિકોના મત મુજબ આમ કરવાથી દુનિયાભરના ૬૬ ટકા કાર્બન ડાયોક્સાઈડ દૂર થઈ જશે જેથી સતત વધી રહેલા તાપમાનથી પણ છૂટકારો મળી શકશે. સંશોધનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી પર એક લાખ કરોડ વૃક્ષો વાવી શકાય તે માટે પુરતી જગ્યા છે.

વડગામ તાલુકામાં અનેક સમાજિક સંગઠનો, સરકારી અને સહકારી સંસ્થાઓ, વ્યક્તિઓ  વૃક્ષારોપણ કરી રહી છે જે આવનાર સમયમાં ચોક્કસ પ્રજાજનો લાભપ્રદ થશે. વિકાસના પંથે પ્રયત્નો ક્યારેય અટકવા ન જોઈએ પછી તેમાં નિષ્ફળતા મળે યા સફળતા …પ્રયત્નો થકી જ શીખતા રહેવાનું છે અને થતી ભૂલોને સુધારી વિકાસ ની દિશા માં આગળ વધતા રહેવાનું છે અને તો  જ આપણે આપણી આવતી પેઢીને સુરક્ષિત ભવિષ્યની ભેટ આપી શકીશું.