વડગામ ગૌ સેવા સમિતિના યુવાનોને આજની સલામ.

સવારે એક મિત્રનો વોટ્સએપ સંદેશ મળે છે  કે વડગામમાં આવેલ હોન્ડા શો રૂમ પાસે એક બિનવારસી ગૌ માતા  લંપી નામના રોગથી પીડાય છે. આ મેસેજ માં આ ગૌ માતાના  ફોટોગ્રાફ્સ પણ હતા એ જોઈને મને સહેજે ખ્યાલ આવી ગયો કે ગૌ માતા  ભયંકર યાતના માંથી પસાર થઈ રહી છે. વોટ્સએપ સંદેશ મોક્લનાર મિત્ર જણાવી રહયો હતો કે કોઈ હોય તો કહો એનો મતલબ ગૌમાતાને જરૂરી સારવાર અપાવવાનો હતો. મેં તાત્કાલિક આંગળી ચિંધ્યાનું પુણ્ય મુજબ વડગામ્ ગૌ સેવા સમિતિના મિત્રોનું આ બાબતે ધ્યાન દોર્યું અને તમે નહી માનો ગૌ સેવા સમિતિના યુવાનો દ્દવારા યુધ્ધના ધોરણે નિર્ધારિત સ્થળે પહોચી ગૌ માતાની સારવાર શરૂ કરી દેવામાં આવી. જીવદયાનું આનાથી ઉત્કૃષ્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે. ધન્યવાદ છે ગૌ સેવા સમિતિ, વડગામના યુવાનોને જેઓ નિસ્વાર્થ ભાવે અબોલ જીવોની સેવા છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના ખર્ચે, સમયે અને જોખમે કરી રહ્યા છે. એમના કાર્યોની સુવાસ તો બીજે પહોંચે કે ન પહોંચે પરતું પરમાત્મા સુધી તો અવશ્ય પહોચતી હશે. વડગામ ગૌ સેવા સમિતિ ના પ્રેરક જીવદયાના કાર્યોની વિગતે વાતો આપણે વેબસાઈટ ઉપર લેખ સ્વરૂપે વિગતવાર લખીશું.-નિતીન પટેલ