Vadgam News Update – 01.04.2020

  • વડગામ તાલુકાના મેમદપુર ગામના વતની શ્રી ઉત્તમભાઈ મહેતા સ્થાપિત ટોરેન્ટ ગ્રુપ કોરોના માહામારી સામે લડવા રાષ્ટ્ર ને રૂ. ૧૦૦ કરોડ ની મદદ કરશે.  ( The Hindu Business Line)

  • શ્રી બ્રહ્માણી યુવક મંડળ પુરબીયા પરિવાર વડગામ દ્વારા લોકડાઉનના અનુસંધાને  વડગામ તાલુકાના વાલ્મીકી સમાજના જરૂરિયાત મંદ પરિવારોને દાતાશ્રીઓના સહયોગ થી રાશન કીટ નું વિતરણ કરાશે. (ફોટોગ્રાફ્સ જોવા અહી ક્લિક કરો )

  • વડગામ તાલુકાના નગાણા ગામની સરસ્વતી નદીને કાંઠે આવેલું વેરાઈ માતાજી મંદિરનું સ્થાનક પ્રાકૃતિક રીતે તેમજ એક આગવા ધાર્મિક સ્થળ તરીકે વિકસી શકે એમ છે . વેરાઈ માતાજી મંદિર વિષે વડગામ.કોમ ઉપર લેખ લખવામાં આવ્યો હતો જેને થોડી વધુ માહિતી સાથે અપડેટ કરવામાં આવ્યો છે જે આપ અહી આપેલ લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકો છો.  – સંપૂર્ણ લેખ વાંચવા અહી ક્લિક કરો.

  • વડગામ તાલુકામાં કાર્યરત કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા વડગામ તાલુકાના મેમદપુર અને મેગાળ ગામના પ્રજાજનો કોરોના વાઈરસના સંક્રમણન થી બચી શકે તે હેતુ આ ગામના પ્રજાજનોમાં ફેસમાસ્ક અને હોમીયોપેથીક દવાનું વિતરણ કરવાની સાથે સાથે આ સંક્રમિત વાયરસથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેની માહિતી પ્રજાજનોને આપવામાં આવી હતી. (ફોટોગ્રાફ્સ જોવા અહી ક્લિક કરો )

  • વડગામ તાલુકાના વેસા ગામમાં દરબાર ગઢ ઓફ વેસા ના રાજપૂત યુવાનો દ્વારા ગામમાં ઘેર ઘેર જઇ સર્વ જ્ઞાતિના પ્રજાજનોમાં ઉકાળાનું વિતરણ કરી ઉકાળો પાવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે જે ગામના યુવાનો દ્વારા ૭૦ લિટર પાણીમાં ૧૩૭૫ રૂ. ના વિવિધ ગરમ મસાલા થી આ ઉકાળો બનાવવામાં આવ્યો હતો .તુલસી અને અરડુસી ખેતર માંથી લાવી ઉકાળામાં નાખવામાં આવી હતી. (ફોટોગ્રાફ્સ જોવા માટે અહી ક્લિક કરો )