વડગામની તાલુકા શાળા-૧ અનુપમ એવોર્ડથી સન્માનિત થઈ.

Taluka shala-anupam shala-1ગુજરાતી ભાષાનો મહાન જ્ઞાનકોશ  ભગવદ્રોમંડલ “અનુપમ” શબ્દને સમજાવતા જણાવે છે કે જે શ્રેષ્ઠ છે, અપ્રતિમ છે, અદ્વિતીય છે, અપ્રતિમ છે કે જેની સરખામણી ન થાય એવુ અનુપ અજોડ છે તે અનુપમ છે. હા તો વડગામ તાલુકાની શાળા નંબર-૧ કે જે તાલુકા શાળા તરીકે પણ ઓળખાય છે તે શાળાને સરકારશ્રી તરફથી અનુપમ શાળા તરીકેની કાયમી ઓળખ મળી છે જે તાલુકાવાસીઓ માટે હરખના સમાચાર છે.

Taluka shala-Anupam Shala-2શિક્ષણ વિભાગ ગુ.રાજ્ય અને જી.સી.ઈ આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર (બ.કાં) અને યુનિસેફ ગુજરાત આયોજિત અને જિ.પં શિક્ષણ સમિતિ બ.કાંઠાના સહયોગથી અમલમાં મુકાયેલ અનુપમ શાળા પ્રોજેક્ટ ૨૦૧૫-૨૦૧૮ અંતર્ગત તા. ૦૫.૦૫.૨૦૧૮ના દાંતિવાડા કૃષિ યુનિ. ખાતે “અનુપમ જ્ઞાનસત્ર  અને અનુપમ શાળા અભિવાદન સમારોહમાં ‘યુનિસેફ’ ગુજરાત, શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લાના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત રાજ્યના હસ્તે વડગામ તાલુકાની તાલુકા પે.કેન્દ્ર શાળા વડગામ-૧ ને અનુપમ શાળાનો એવોર્ડ શાળાના ઉત્સાહી સતત કર્મઠ આચાર્ય શ્રી રધનાથભાઈ એસ.જેગોડા અને શાળા પરિવારની હાજરીમાં અપાયો.

શાળાના આચાર્ય શ્રી રધનાથભાઈ જેગોડા તથા શાળા પરિવારને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે…..