વિક્ટર એવોર્ડથી સન્માનિત વડગામના શ્રી દિલીપભાઈ મેવાડા.

Dilipbhai-Mevada-Award-1કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ મજબુત મનોબળ અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે પરાસ્ત કરી કેન્સલ એટલે કેન્સલ નહિ નું જીવંત ઉદાહરણ બની કેન્સરગ્રસ્ત લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનનાર વડગામના શ્રી દિલીપભાઈ દુર્લભરામ મેવાડાએ કેન્સર સામેનો જંગ કેવી રીતે જીત્યો તેની વિગતવાર માહિતી ગુજરાતી મેગેઝીનમાં પ્રસિદ્ધ થઈ હતી “ જિંદગી ના મિલેગી દુબારા “ નામથી આ રસપ્રદ માહિતી અગાઉ આપણે વડગામ.કોમ ઉપર મૂકી ચુક્યા છીએ જે આપ અહી ક્લિક કરીને વાંચી શકો છો

આજે આપણે વાત કરવી છે વડગામના શ્રી દિલીપભાઈને મળેલા Victor award વિષે. Vcare નામની સંસ્થા દ્વારા પોતાની સ્થાપના ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત વાર્ષિકોત્સવમાં કેન્સર સામે જંગ લડીને વિજેતા બનેલા તેમજ કેન્સરગ્રસ્ત લોકોને કેન્સર વિષે માહિતગાર કરી તેનો પ્રતિકાર કરી સ્વસ્થ જીવન જીવવા પ્રેરણા આપનાર તેમના જીવનમાં ઉર્જાનો સંચાર કરનાર કેન્સર વિજેતાઓને Victor award આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડગામના મૂળ વતની એવા શ્રી દિલીપભાઈ પણ એવોર્ડ મેળવનાર વ્યક્તિઓ પૈકીના એક હતા જેમણે પોતે તો પોતાના કેન્સરની ભયાનક યાતાનાઓનો સામનો કરી તેમની બીમારી ને જડમૂળથી નાબૂદ કરી પણ એટલેથી ના અટકતા કેન્સરગ્રસ્ત લોકોને સહાયરૂપ થવા Myeloma Friends Charitable Trust ની Vcare ની સાથે રાખી સ્થપાના કરી.

Dilipbhai-Mevada-Award-4મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવિશના ધર્મપત્ની શ્રીમતી અમૃતા ફડનવિશ, vcare ના શ્રીમતી વંદના ગુપ્તાજી, ટી.વી અભિનેત્રી સાક્ષી તન્વર, સામાજિક કાર્યકર્તા પ્રિયાદત્ત, કેન્સર કેર ને સપોર્ટ કરતા જર્મની અને યુરોપના NGO ના પ્રતિનિધિ મંડળ, દુનિયાભરના અગ્રહરોળના કેન્સર Specialist તેમજ ટાટા મેમોરીયલ હોસ્પીટલના ડોકટરોની ખાસ ઉપસ્થિતિમાં વડગામના શ્રી દિલીપભાઈને ખુબ જ મહત્વપૂર્ણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Dilipbhai-Mevada-Award-2કેન્સરગ્રસ્ત દર્દીઓને કેન્સરનો સામનો કેવી રીતે કરી શકાય તે સમજાવવા તેમજ તેમને ઉત્સાહિત કરી તેમની જીજીવિષા ટકી રહે અને કેવી રીતે સ્વસ્થ જીવન જીવી શકાય તે રીતે પ્રેરણાપુરી પાડવા હેતુ શ્રી દિલીપભાઈ એ તેમના Trust દ્વારા સૂત્ર આપવામાં આવ્યું છે

E A S E

E = Education

Educate and provide right information about cancer

S = Support

Support Patients by counseling, cancer care, funding etc.

E = Evolution

Evaluate patients reports and advice by expert doctors

શ્રી દિલીપભાઈને આ અગાઉ ૨૦૧૬માં DNA સમાચારપત્ર, Cancer patients aid association અને હિંદુજા હોસ્પીટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા WINNERS IN LIFE AWARD મળ્યો હતો.

Dilipbhai-Mevada-Award-3

શ્રી દિલીપભાઈ એ myeloma friends charitable trust વતી કેન્સર પીડિતોને મદદરૂપ થવા સહકાર આપનાર તમામ દાતાશ્રીઓનો આભાર માણ્યો હતો. તેમના જણાવ્યા મુજબ તેમના ધર્મપત્ની શ્રીમતી નીલુબેને કેન્સરની બીમારી દરમિયાન તેમજ આજ સુધી તેમની સાથે ખડક ની જેમ ઉભા રહી તમામ્ પરિસ્થિતિઓ માં સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો અને તેમનો સાથ ના મળ્યો હોત તો મારાં માટે કેન્સર ની બીમારીમાંથી બહાર આવવું મુશ્કેલ હતું…અંતે શ્રી દિલીપભાઈ એ વડગામ.કોમ ને જણાવ્યું હતું કે મારો આ Victor એવોર્ડ હું મારી પત્ની નીલું મેવાડાને અર્પણ કરું છું ….

વડગામ.કોમ શ્રી દિલીપભાઈ મેવાડાને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.