ઓક્ટોમ્બર – ૨૦૧૬

૦૬.૧૦.૨૦૧૬

તા. ૦૫.૧૦.૨૦૧૬ ને બુધવારના રોજ વડગામ તાલુકાના મગરવાડા તિર્થધામમાં આસો સુદ પાંચમની ભવ્ય ઉજવણીના મુખ્ય અંશો

magarvada-manibhadraveer

  • હજારો શ્રીફળ તથા ૧૫૦૦ થાળી સુખડીનુ વિતરણ કરવામાં આવ્યુ.
  • વર્ષોની પરંપરા મુજબ મગરવાડા ગ્રામજનો દ્વારા હવનની પૂજા આર્ચના કરી

અગ્નિદેવતાનું પ્રાગ્ટ્ય કરી ગામના પાંચ યજમાનોએ પ્રથમ આહુતિ આપી.

  • યજ્ઞની પૂર્ણાહુતિ સુધી ૫૦ થી વધુ ઘીના ડબ્બા એકત્ર થયા હતા.

 

  • મગરવાડા ગામની ફરતે અંદાજે એક કિલોમીટરના ઘેરાવામાં વિવિધ દુકાનોના સ્ટોલ તેમજ ચકડોળો ઉપલબ્ધ હતી.
  • આંકલીયારા નિવાસી પ.પૂ સંત શ્રી વિરમદાસબાપુ દ્વારા દાદાના ભક્તો માટે ચોખ્ખા ઘીનો શીરો, મગ, દાળ-ભાતનો ભોજન પ્રસાદ તેમજ ચા- ગાંઠિયા, ઠંડુ પાણી, ઠંડી છાસના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦૦૦ થી વધુ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
  • માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધર્મપત્નિ પણ દાદાના દર્શન કરવા પધાર્યા હતા.
  • મોડી રાત સુધી અસંખ્ય ભક્તોએ વિરદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
  • શ્રી મણિભદ્રવીર તીર્થસ્થાનના ગાદીપતિ યતિવર્યશ્રી વિજય સોમજી મ.સા ,મગરવાડા ગ્રામપંચાયત સરપંચ , વડગામ-છાપી પોલીસ, આરોગ્ય કર્મચારીઓ તેમજ ગ્રામજનો દ્વારા આજના ધાર્મિક ઉત્સવ માટે જરૂરી સગવડ તેમજ સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

જો રૂપાલની પલ્લીમાં ઘી વેડફાતું બંધ થયું હોય તો એની ચળવળ શરુ કરનારા અને તેને ટેકો આપનારા સૌને દિલથી અભિનંદન. આશા રાખીયે કે આપણા મગરવાડા તિર્થધામમાં પણ આવનાર સમયમાં હજારો લોકો દ્વાર બાધા રૂપે જે ઘી ની પલ્લી ભરાય છે તે ધી નો બની એટલો વેડફાટ અટકીને સદ્દઉપયોગ થાય.

 

૦૩.૧૦.૨૦૧૬

દેશ સેવા કરવાનાં દ્રઢ મનોબળ સાથે પોતાના ક્ષેત્રમાં નવું શીખતા રહેવાની ધગધગતી ધગશ સાથે કામયાબી નાં એક પછી એક શિખરો સર કરતા વડગામનાં શ્રી કિરણભાઈ પટેલ આજે ગુજરાત પોલીસ માં જાણીતું નામ છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કારકીર્દેની શરૂઆત કરનાર શ્રી કિરણભાઈ એ પોતાની આવડત અને પરિશ્રમ નાં બળે અનેક ગુનેગારો નું પગેરું મેળવી આજે ગુજરાત ATS માં Dy.SP તરીકે સફળ કાર્યભાર સંભાળી રહ્યા છે.

સફળ પોલિસ અધિકારી તરીકે વડગામ પંથક ને ગૌરવિંત કરનાર શ્રી કિરણભાઈ એ તાજેતર માં અમેરિકન કાઉન્સિલેટ સેન્ટર કલકતા હુમલા અને ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલ મુખ્ય આરોપી ને બિહાર ના ઔરંગાબાદ ખાતે થે ઝડપી લઇ ગુજરાતના કાબેલ પોલીસ અધિકારી તરીકે વડગામ તાલુકાનુ નામ ઉજ્જવળ કર્યું છે તે બદલ તેઓશ્રી ને www.vadgam.com સોશિયલ મીડિયા ગ્રુપ અભિનંદન પાઠવે છે.