સેભર

સમગ્ર ગુજરાતમાં સવા લાખ નાગની આકૃતિવાળું રાજ્ય નું એક માત્ર અતિરમણીય મંદિર વડગામ તાલુકા નાં સેભર તીર્થ સ્થાને આવેલ છે. વર્ષોની પરમ્પરા મુજબ શ્રાવણ વદ નાગપંચમીએ અહી લોકમેળો યોજાય છે અને દર માસની સુદ, વદ પાંચમે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. અહી તીર્થ સ્થાન નાં મુખ્ય મંદિરે સુખડી, પેંડા , સાકર , શ્રીફળ , ફ્રુટ નો પ્રસાદ ધરાવાય છે. અદ્યતન સગવડવાળી ધર્મશાળા, ભોજન કક્ષ, યજ્ઞશાળા, વિશાળ મેદાન બનાવવામાં આવેલ છે. અરવલ્લી ની ગીરીકંદરામાં સરસ્વતી નદી તટે આવેલ શ્રી સેભર તીર્થસ્થાન લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સરકાર દ્વારા સેભર તીર્થસ્થાને જતા મહેસાણા, પાટણ , સાબરકાંઠા અને બનાસકાંઠાનાં મુખ્ય માર્ગો ને જોડવામાં આવ્યા છે .