ખેલ-જગત

વડગામ તાલુકા નો આશાસ્પદ યુવા એથ્લીટ – કલ્પેશ ચૌધરી……

વડગામ તાલુકામાં  આવેલ મગરવાડા ગામ જે મણિભદ્રવિરના સ્થાનક તરીકે વિશ્વ પ્રસિધ્ધ છે,આવા વિશ્વપ્રસિધ્ધ વડગામ તાલુકાના મગરવાડા ગામ માં  વસતા ગોવિંદભાઈ  ચૌધરી અને બબીબેન ના રમત-ગમત ક્ષેત્ર માં  પ્રતિભાશાળી સંતાન એવા કલ્પેશભાઈ એ એથ્લેટિક રમતોમાં  પોતાની એથ્લેટિક તરીકેની પ્રતિભા થકી રાષ્ટ્રીય કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અનેક સિધ્ધીઓ અને એવોર્ડો મેળવી રમત-જગત ક્ષેત્રમાં  મગરવાડા ગામ અને સમગ્ર વડગામ તાલુકાને ગૌરવ અપાવ્યુ છે તથા રમત-ગમત ક્ષેત્રમાં  વડગામ તાલુકાનું  નામ સમગ્ર દેશમાં  રોશન કરવામા પોતાનું  મહત્વનું  યોગદાન આપ્યુ છે.

રમત-ગમત ક્ષેત્રની રમતો માં  જેમા શારિરિક ક્ષમતા સૌથી વધુ જોઈએ તેવી એથ્લેટીક રમતોમાં  રાષ્ટીય કક્ષાની સ્પર્ધાઓમાં  ભાગ લઈ કલ્પેશભાઈએ રમત-જગત ક્ષેત્રે સિધ્ધીના ઉચ્ચ્તમ શિખરો સર કર્યા છે,જે આપણા સૌના માટે ગૌરવપ્રદ ઘટના ગણી શકાય.

ધોરણ-૯ સુધી આદર્શ હાઈસ્કૂલ વડગામ માં  અભ્યાસ કર્યા બાદ ૯ માં  ધોરણ દરમિયાન ગ્રામિણ રમતોસ્તવ માં  ઉત્કૃષ્ટ  પ્રદર્શન બદલ તેને ગુજરાત સરકાર તરફથી નડીયાદ માં  આવેલ Sport Authority of Gujarat  માં  રહેવાની તથા તાલીમ ની વ્યવસ્થા મળી આ માટે તેણે નડીયાદ માં  આવેલ વિ.એમ ભગત & સોનાવાલા હાઈસ્કૂલ માં  ૧૦ માં  ધોરણ ના અભ્યાસ માટે એડમિશન લીધુ અને ૧૦ થી ૧૨ સુધી નો અભ્યાસ આ સ્કૂલ માં  કર્યો તદઉપરાંત Sport Authority of Gujarat  ની હોસ્ટેલ માં  રહીને પોતાની તાલીમ પણ ચાલુ રાખી આ દરમિયાન અનેક રાષ્ટ્રિય અને રાજ્યની સ્પર્ધાઓ માં  ભાગ લેવાનુ બન્યુ અને વિશેષ સિધ્ધીઓ હાંસલ કરી.પોતાના પિતા વ્યાયામના શિક્ષક હોવાના નાતે નાનપણ થી જ કલ્પેશને આ ક્ષેત્ર મા પ્રોત્સાહન મળતુ રહ્યુ.

જ્યારે અમે તા.૧૫.૧૦.૨૦૧૧ ના રોજ કલ્પેશને મગરવાડા ખાતે તેના નિવાસ સ્થાને મળ્યા ત્યારે પોતાની એક એથ્લેટિક તરીકે ગજબ નો આત્મ વિશ્વાસ ધરાવનાર આ ૨૦ વર્ષના તરવરીયા  યુવાન પાસેથી અનેક બાબતો જાણવા અને સમજવા મળી.

દુ:ખની વાત એ છે કે એક ગુજરાતી તરીકે રાષ્ટીય લેવલે ઘણી વખત અન્યાય નો ભોગ પણ બનવુ પડતુ હોય છે. એક સમયે એક સ્પર્ધા માં  લાબીકૂદ માટે માત્ર નામનો જ ખાડો ખોદેલો હતો અને તે પણ ઘણી વખત કલ્પેશે પોતે ખોદવો પડ્યો હતો કારણ કે કોચ ની ધારણા અનુસાર આવા યુવાનો વધુ મા વધુ ૬.૮૦ મીટર જમ્પ લગાવી શકે તેવી માન્યતા હોય છે પરંતુ કલ્પેશે તે વખતે ૭.૨૦ મીટર જમ્પ લગાવી એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

કોમનવેલ્થ ગેમ ની પસંદગી માં  લોંગ જમ્પ તો ૭.૨૦ મીટર લગાવ્યો પણ એક માત્ર ફાઉલ થવાથી કોમનવેલ્થ ગેમ માં  પસંદગી  ની તક ચુકી ગયો હતો.

વર્ષ-૨૦૦૭ ના જાન્યુ. મહિનામાં  રાષ્ટ્રીય કક્ષાએ ૧૬ વર્ષથી નીચેના યુવાનો માટે ગ્રામિણ રમતોત્સવનું  આયોજન આસામના કોકરાઝાર માં  યોજાયુ. આ રમતોત્સવ માં  ઉંચીકૂદ ની સ્પર્ધામાં  કલ્પેશે સમગ્ર દેશમાં  બીજા નંબર  નું  સ્થાન પ્રાપ્ત કર્યુ.

વર્ષ-૨૦૦૭ ના ઓક્ટો મહિનામાં  ૧૬ વર્ષ થી નીચેના યુવાનો માટે રાષ્ટ્રીય કક્ષાની જુનિયર કક્ષાની એથ્લેટિક રમતોનું  આયોજન ઝારખંડમાં  યોજાયુ જેમા વડગામ તાલુકાના આ યુવાને પોતાનું  કૌવત અને પ્રતિભાના દર્શન કરાવતા પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો.

વર્ષ-૨૦૧૦ ના નવેમ્બર મહિનામાં  ૧૯ વર્ષથી નીચેના યુવાનો માટે School Games Federation of India ધ્વારા  રાષ્ટ્રિય સિનિયર  લાંબીકૂદ સ્પર્ધાનું  આયોજન અમૃતસર  (પંજાબ) માં  યોજાયુ,જેમા સમગ્ર દેશને આશ્ચર્ય  માં  મૂકી દેતા રાષ્ટ્રમાં  લાંબીકૂદમાં  પ્રથમ નંબર મેળવી આખાય દેશનો સિનિયર વિભાગનો રેકોર્ડ પોતાના નામે કરી ૭.૨૦ મીટર એટલે કે ૨૪ ફૂટ લાંબીકૂદ કરી વૈશ્વિક લેવલની ક્ષમતા બતાવતા અનોખી સિધ્ધી પોતાના નામે કરી.

કલ્પેશભાઈને વર્ષ ૨૦૦૯-૧૦ નો બેસ્ટ ખેલાડીનો મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે.વર્ષ ૨૦૧૦ના ઓગષ્ટ મહિનામાં  સિનિયર વેસ્ટઝોન  લાંબીકૂદ ચેમ્પિયનશીપ (ભારત) નું  આયોજન ભોપાલમાં  યોજાયુ તેમા કલ્પેશ ચૌધરીએ ૭.૩૧ મીટર ઝંપ લગાવી એક વિશિષ્ટ સિધ્ધી હાંસલ કરતા પશ્વિમ ભારતમાં  ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

વર્ષ-૨૦૦૭ ના ઓક્ટોબર મહિનામા Andhrapradesh Athletics Association  ધ્વારા Guntur મા યોજાયેલ National Inter Zonal Athletics Championship મા ગુજરાત નુ પ્રતિનિધિત્વ કરતા લાબીકૂદની સ્પર્ધા મા ૬.૬૯ મીટર લાબો જમ્પ લગાવી પ્રથમ સ્થાન હાંસલ કર્યુ હતુ.

આ ઉપરાંત નીચે જણાવેલ વિવિધ સ્પર્ધાઓમા પણ કલ્પેશભાઈ એ ભાગ લઈ ઉત્ક્રુષ્ટ પ્રદર્શન કરેલ છે.

-Directorate of Sports & Youth Service Govt.of Maharashtra ધ્વારા આયોજિત under 14 National School Games -2005-2006

-Gujarata State Rural Athlete Competition held at Devbariya from 30.09.2005 to 02.10.2005

-State Mini Athletic Competition held at Rajpipla on 04.12.2005 to 06.12.2005 and he secured 1st place in Event High Jump with record 1.60 Mtr.

-State Mini Athletic Competition held at Jamnagar on 15.10.2006 to 17.10.2006 and he 1st Place in Event Long Jump  with record  1.66 Mtr.

– Gujarat State School (4-17) competition for Athletics held at Rajpipla from 27.11.2008 to 29.11.2008 and he secured First place in Event Long jump with Record 6.62Mtr.

ગુજરાત સરકાર તરફ્થી કલ્પેશ ચૌધરીને વર્ષ-૨૦૦૭-૦૮ માં  જુનિયર સરદાર પટેલ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.

આ એવોર્ડ અંતર્ગત કલ્પેશને મેડલ,ટ્રોફી સર્ટીફીકેટ અને રૂ.૨૫,૦૦૦ નુ ઇનામ પણ મળ્યુ હતુ. આ ઉપરાંત શક્તી દૂધ એવોર્ડ અંતર્ગર્ત રૂ.૫૦,૦૦૦ નુ ઇનામ પણ મળ્યુ હતુ.

રાષ્ટ્રિય લેવલે એક ગુજરાતી આવુ પ્રદર્શન કરીજ ના શકે તેવી માન્યતા કલ્પેશે તોડી એક અલગ  છાપ ઉભી કરવામા મહત્વનો ભાગ ભજવ્યો છે.

દરેક યુવાન પોતાની શક્તીઓને જાણી અને સમજીને યોગ્ય દિશામા વાળે તો ચોક્કસ સફળતા મેળવી શકે છે તે ઉદાહરણ આ યુવાને સમગ્ર વડગામ તાલુકાના યુવાનો માટે પુરૂ પાડ્યુ છે અને અન્યને પ્રેરણા મળે તેવુ કાર્ય કરી બતાવ્યુ છે.

કલ્પેશભાઈ આથી પણ વિશેષ સિધ્ધીઓ મેળવી જીવન માં  સફળતા હાંસલ કરી સમગ્ર વડગામ તાલુકા નું  નામ રમત-જગતના ક્ષેત્ર માં  સમગ્ર  વિશ્વભરમાં  પ્રસિધ્ધ કરે તેવી વડગામ પંથકના લોકો વતી શુભેચ્છાઓ અને અત્યાર સુધી મેળવેલ સિધ્ધીઓ તેમજ વડગામ તાલુકા ને ગૌરવ અપાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

હાલ માં  વડગામ ની આર્ટ્સ કોલેજ મા F.Y.B.A માં  અભ્યાસ કરતા  કલ્પેશને તેના મોબાઈલ . ૯૭૧૪૮૦૩૩૯૧ ઉપર શુભેચ્છા પાઠવી તેને પ્રોત્સાહિત કરી શકો છો અથવા તો મદદરૂપ થઈ શકો છો..કલ્પેશના માતા-પિતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેના પિતા શ્રી ગોવિદભાઈ ચૌધરી નો મોબાઈલ –૯૭૨૭૩૭૩૯૨૪ છે.

ફાસ્ટ ફોરવર્ડ :-

છાછવારે યોજાતી ચૂંટણીઓ,સામાજિક કુરિવાજો,સામાજિક મેળાવડાઓ,ધાર્મિક ઉત્સવો,આનદપ્રમોદના સાધનો પાછળના ખર્ચાઓ થોડા ઓછા કરી આવી વિશિષ્ટ વ્યક્તીઓને બિરદાવી ઉપયોગી સગવડો આપી પ્રોત્સાહિત કરવામા આવે તો ?

તો કદાચ વૈશ્વિક લેવલની એથ્લેટીક્સ રમતોમા વડગામના યુવાનો રમતા જોવા મળે તો નવાઈ નહી !!!!!!!!