Uncategorized

કોરોનાનો વાયરો કેટલાનો ભોગ લેશે ? – નિતિન એલ. પટેલ (વડગામ)

korona

૧૭.૦૩.૨૦૨૦

દુનિયામાં ૧૬૨ દેશોને પોતાના ભરડામા સમાવી ચૂકેલા ખતરનાક બનતા જતા કોરોના વાયરસથી અસરકર્તા લોકોનો આંકડો દિન પ્રતિ દિન વધતો જાય છે તો સામે એની અસરરૂપે જગતના નાગરિકોનો મૃત્યુ દરનો ગ્રાફ પણ સતત ઊંચે ચઢતો જાય છે. એટલું જ નહી જગતનું અર્થતંત્ર પણ કોરોના નો ચેપ લાગવાથી ગડથોલીયું ખાઈ ગયું છે. આ લખાય છે ત્યા સુધીમાં વિશ્વભરમાં કુલ મળીને ૧,૮૯,૭૬૧ કોરોના વાયરસના કેશ નોધાંયા છે જેના પરિણામરૂપે કુલ ૭૫૨૧ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ૮૦,૮૮૫ કેશો રીકવર થયા છે તો ૧૦૧૩૫૫ કેશ એક્ટીવ છે જેમાંથી ૬૫૧૪ કેશ ગંભીર કેટેગરીમાં છે. આ વૈશ્વિક આંકાડાઓની સરખામણી ભારત જોડે કરવામાં આવે તો ભારતમાં કુલ મળીને ૧૩૭ કેશ સામે આવ્યા છે જે પૈકી કુલ ૩ વ્યક્તિઓ મૃત્યુ પામી છે. ૧૪ કેશ રીકવર થયા છે અને ૧૨૦ કેશ એક્ટીવ કેટેગરીમાં છે..(ઉપરોક્ત આંક્ડાઓ સતત અપડેટ થતા રહે છે). સતત બદલાતા જતા કોરોનાના આંકડાઓની માયાજાળ આપ અંહી ક્લિક કરીને જોઇ શકો છો.આંકાડાઓની માયાજાળ સમજીએ તો કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વ લેવલે વધી જરૂર રહ્યો છે પણ હજુ આપણે ત્યાં અંડર કંટ્રોલ છે એમ માની શકાય બીજા અર્થમાં જોઇએ તો એટલો બધો વ્યાપક નથી કે ચિંતા વધે પણ સતર્ક્તા રાખવી એટલીજ મહત્વપૂર્ણ છે. કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે હેતુ શું સાવચેતી રાખવી તેની ગાઈડ લાઇન મોટેભાગે દરેકે વાંચી હશે પણ તેનો શક્ય એટલો વ્યક્તિગત ધોરણે અમલ થાય તે સર્વજનહિતાય છે.

હમણા સોશિયલ મિડિયામં એક મેસેજ વાંચ્યો કે દરેક ધર્મોના મોટાભાગના ધાર્મિક સ્થળો બંધ કરી દેવાયા છે ત્યારે વિશ્વભરમાં ફક્ત એક જ મંદિર સમાન હોસ્પિટલો ખુલ્લી છે જેમાં દેવરૂપી ડૉક્ટરો અને તેમનો નર્સિંગ સ્ટાફ સતત ૨૪ કલાક મણસોને બચાવવા માટે મથી રહ્યો છે ત્યારે સમજવાનું એ છે કે આપણા વિસ્તારમાં આવી મહામારી વખતે સારવાર આપી શકે એટલી સુવિધાજનક હોસ્પિટલો કેટલી ? આપણા વિસ્તારની હોસ્પિટલો કેટલી જરૂરી મેડિકલ સાધનો અને મેડિકલ સ્ટાફ સાથે સજ્જ છે ? વગેરે પ્રશ્નો ઉદ્દભવવા સ્વાભાવિક છે. આ ઉપરાંત અગાઉ જણાવ્યું તેમ આપણે પણ ખોટી અફવાઓ અને ગભરાહટ થી દૂર રહી લોકોને આવી મહામારીઓ વખતે શું જાગૃતિ રાખવી જોઈએ તે અંગેના નક્કર પ્રયાસો કરવા જોઈએ. સરકાર તો તેનાથી બનતા દરેક પ્રયાસો કરે જ છે જેમ કે શાળા મહાશાળાઓમાં આગોતરા પગલા તરીકે અઠવાડીયાની રજા રાખીને કોરોના વાયરસના સંભવિત સંક્ર્મણને ટાળવાનો પ્રશંસનિય નિર્ણય લીધો છે ઉપરાંત પ્રચાર-પ્રસારના માધ્યમો દ્વારા સતત કોરોના વાયરસથી બચવા નાગરિકોએ શુ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની માહીતી અપડેટ થતી રહે છે પણ આપણે પ્રજાજનો એ પણ થોડીક જાગૃતિ કેળવી કોરોનારૂપી બિમારીથી કેવી રીતે બચી શકાય તે અંગે સતત જાગૃતિ રાખવી એટલી જ આવશ્યક છે. અંતે એટલું કહી શકાય કે જનજાગૃતિ થકી કોરોનાને આગળ વધતો અટકાવી શકાય છે. અત્રે એ પણ યાદ રાખવુ જરૂરી બને છે કે ૧૯૧૮ની સાલમાં અમેરિકાની ઇમરજન્સી હોસ્પીટલમાં સ્પેનિશ ફ્લુ (જેમાં શરદી સાથેનો એક જાતનો ચેપી તાવ જેમાં શરીર આખું દુખે છે) ના લીધે ભોગ બનેલ લોકોએ ભીડ લગાવી હતી. આ મહામારી લગભગ બે વર્ષ સુધી સતત ચાલી હતી જે ઈતિહાસના પાનામાં એક રેકોર્ડ છે.