વડગામ ડાયરી…

તા. ૨૨.૦૭.૨૦૧૫ ને બુધવાર

આજે સવારે ૧૧.૦૦ કલાકે વડગામ તાલુકાના રૂપાલ ગામે આવેલી સરકારી નર્સરી ની મુલાકાત લેવાનું બન્યું. ગતવર્ષની તુલનાએ આ વર્ષે ૨૦૧૫માં નર્સરીમાં વિવિધ નામધારી રોપા ઓછા જોવા મળ્યા જાણવ્યા મળ્યુ કે આ વર્ષે ઓર્ડર ઓછા છે. જો કે આપણને ફોરેસ્ટ ખાતાની પ્રોસેસ કામગીરીની પુરતી માહિતી ન હોવાથી એટલુ સમજ્યા કે તાલુકાના લોકોનો વ્રુક્ષારોપણ પ્રત્યેનો લગાવ ઓછો હશે અથવા તો જરૂરિયાત ઓછી હશે. નર્સરીમાં તે વખતે હાજર ફોરેસ્ટના નીચલા વર્ગના કર્મચારીઓએ ખૂબ આદરપૂર્વક હાજર રોપાઓ વિશે વિશેષ માહિતી આપી તે બદલ મને તેમની ફરજ પ્રત્યે માન ઉપજ્યું. હાલમાં રૂપાલ નર્સરીમાં હાજર સ્ટોકમાં મુખત્વે લિમડા, ઐડુવા, બોગનવેલ, કરણ, જાસુદ, સરગવો, ખાટી આંબલી, પેપળો, કરજી, જાંબુ વગેરે રોપાઓ ઊપલબ્ધ છે. કિંમત નજીવી છે. માટી ભરેલ કોથળીની સાઈઝ અનુસાર ૧-૦૦ રૂ, થી માંડીને ૧૦-૦૦ રૂ સુધીના રોપાઓ ઊપલબ્ધ છે. નર્સરીની જગ્યા બેઘડી બેસવુ ગમે એવી છે. સમય ઓછો છે એટલે નર્સરીની ઉડતી મુલાકાત લઈ તા.૨૫.૦૭.૨૦૧૫ને શનિવારે ડાલુ ભરીને ઝાડવા ખરીદવાની ગણતરી છે કારણકે તા.૨૬.૦૭.૨૦૧૫ને રવિવારના રોજ વડગામમાં નાનુ એવું વૃક્ષારોપણનું કાર્ય કરવું છે. વનીકરણ યોજના અંતર્ગત ફોરેસ્ટ વિભાગ ફ્રી માં વૃક્ષારોપણ કરી આપતી હોય છે પણ એને માટે તમારે એક વર્ષ પહેલા તાલુકાની ફોરેસ્ટ ઓફિસમાં અરજી આપવાની હોય છે જે આ વખતે ચુકી ગયા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ બાબતે જનજાગૃતિનું અભિયાન ચલાવે તો ઘણો ફરક પડી શકે. થોડા સમય પહેલા વડગામ ફોરેસ્ટ ઓફિસે જવાનું બનેલું મે હાજર કર્મચારીને પૂછ્યું સાહેબ ફોરેસ્ટ ખાતાની વનીકરન બાબત શું યોજનાઓ છે તે જાણવું છે અને અમારે પણ લાભ લેવો છે તો કોઈ તે બાબતનું ટેમ્ફલેટ કે એવુ કોઈ કાગળ મળશે મને જવાબ મળ્યો એવું તો કાંઈ છે નહિ પણ બહાર બોર્ડ મારેલુ છે એમાં જોઈ લો. બોર્ડ ખાસુ એવુ ઊંચાઈ પર હતુ અને થોડુ ઘસાઈ ગયેલુ હતું. ચશ્મા પહેરયા તોય બરાબર ઉકલે એવુ ના લાગ્યુ સામો તડકો હતો અને અમે આમ આદમી હતા વિચાર્યુ ચાલો સરકારી એ સરકારી…..!!! વડગામ તાલુકામાં જ્લોત્રા, પિલુચા, ધનાલી, રૂપાલ વગેરે સ્થળોએ સરકારી નર્સરે છે. વ્યાજબી ભાવે રોપા મળતા હોય છે. લાવીને વાવી દેવાના વધુ અપેક્ષા રાખ્યા વગર કે વધારે માથાકુટમાં પડ્યા વગર…….!!!  – નિતિન પટેલ (વડગામ) – www.vadgam.com