સમાચાર

12

વડગામમાં મેધરાજાની મહેર.

તા. ૩૧.૦૭.૨૦૧૪

Rain-vadgam-2
 

વડગામ પંથકમાં મેધરાજાની મહેર…છેલ્લા ૨૪ કલાકમાં ૭૭ મી.મી. (૩ ઇંચ) વરસાદ. તા.૩૧.૦૭.૨૦૧૪ ની સવારે ૬.૦૦ વાગ્યા સુધી વડગામ કંટ્રોલ રૂમ ખાતે વડગામનો મોસમનો કુલ વરસાદ ૨૫૩ મી.મી.

(૧૦.૧૨ ઇંચ) નોંધાયો. શ્રાવણિયા સરવણા વચ્ચે હાલ વાતાવરણ વાદળમુક્ત જણાઈ રહ્યું છે..જો કે ગમે તે ઘડીએ અનિશ્ચિત વરસાદી ઝાપટા પડવાની સંભાવના વચ્ચે વડગામ પંથકના ખેડૂતો ચોમાસાની સારી ખેતપેદાશની ઉપજની ઉજ્જવળ આશા સાથે વાવેતરમાં મશગુલ છે.

 

વડગામમાં વરસાદ :

તા.૨૯.૦૭.૨૦૧૪

વડગામમાં તા.૨૯.૦૭.૨૦૧૪ના રોજ ૨૧ મી.મી વરસાદ વરસ્યો. વડગામ કંટ્રોલરૂમ ખાતે આજ સુધી મોસમનો કુલ વરસાદ ૧૭૫ મી.મી. (૭ ઇંચ) નોંધાયો.

તા. ૨૪.૦૭.૨૦૧૪

વડગામમાં આજે તા.૨૪.૦૭.૨૦૧૪ ને રાત્રે ૮-૦૦ સુધી અંદાજીત આ મોસમનો કુલ ૧૧૫ મી.મી (૪.૬ ઇંચ ) વરસાદ વડગામ કંટ્રોલ રૂમ ખાતે નોંધાયો છે. હજી હવામાન ખાતાની ૨૪ કલાકમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે વડગામમાં ૨૪.૦૭.૨૦૧૪ની રાત્રે સારો એવો વરસાદ વરસી રહ્યો છે.

વડગામ માં વરસાદ નું આગમન

તા. ૧૭.૦૭.૨૦૧૪

તા. ૧૬.૦૭.૨૦૧૪ ની વહેલી પરોઢે ૩.૩૦ વાગ્યાથી વડગામ માં વરસાદનું આગમન થયું છે. છેલ્લા ૨૪ કલાક  સુધી વડગામમાં   ૨૯મી.મી વરસાદ નોધાયો છે … વાતાવરણ માં ઉકળાટ અને આકાશમાં વાદળા ની જમાવટ જોતા વધુ વરસાદ ની સંભાવનાં જોવાઈ રહી છે …ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

વડગામના પિલુચા નજીક બાઇક-કાર અથડાતાં એક વ્યકિતનું મોત

૧૩.૦૭.૨૦૧૪

વડગામ ત