આપાણા તહેવારો

તાલુકા મથક વડગામમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી…

www.vadgam.com

ઉત્સાહ,આનંદ અને ભક્તિનું પર્વ એટલે જન્માષ્ટમી.દર વર્ષની જેમ આજે પણ તા.૧૦.૦૮.૨૦૧૨ને શુક્રવારના રોજ તાલુકા મથક વડગામના આંગણે આવેલ પ્રસિધ્ધ રાધા-કૃષ્ણ  મંદિરે પરંપરાગત લોકમેળો યોજાઈ ગયો.નંદકુંવર કનૈયા ના જન્મદિવસની  ખુશાલી કોને ન હોય ? કૃષ્ણ  નું સમગ્ર જીવન એ માનવજીવન માટે દિશાસૂચક છે,જો તેને સમજી શકાય તો.!!! રાધા એ કૃષ્ણ ની પત્નિ નથી છતાં રાધા-કૃષ્ણના મંદિરો કેમ જોવા મળે છે ? લોકો કેમ રાધા કૃષ્ણ ને ભજે છે ? રૂકમણી કોણ હતી ? સમજવું ખૂબ અઘરૂ છે.ખેર આજના દિવસને લોકોએ વડગામમાં લોકમેળાને વાતાવરણમાં ગરમીના અહેસાસ વચ્ચે વરસાદની આશા સાથે મનભરીને માણ્યો.વડગામ તાલુકાના ૧૧૦ ગામોના પ્રજાજનો એકસાથે ઘૂમતા જોવા મળ્યા,જેનો લ્હાવો કંઈક અલગ જ હતો.

સવાર થી જ વિવિધ દુકાનોની અનેક લાઈનો વચ્ચે લોકોનું આગમન શરૂ થઈ ગયુ હતું અને બપોર સુધી તો મેળો તેની ચરમસીમાએ જોવા મળી રહ્યો હતો.કોઈ કંઈક ખરીદી રહ્યું હતું,તો કોઈક વળી સગા-વ્હાલાને મળી રહ્યું હતું.કોઈ ભક્તિભાવ માં ડુબેલા હતા,તો કોઈક વળી મેળામાં રખડવાનો આનંદ માણી રહ્યા હતા.નાના બાળકો અને બહેનોને ખરીદીમાં વિશેષ રસ જોવા મળ્યો.આ વખતે નાસ્તાના સ્ટોલ ઓછા જોવા મળ્યા એનું અચરજ થયું…સ્વછતાનો તો અભાવ દરેક જગ્યાએ જોવા મળે છે તેમ થોડો અહીં પણ જોવા મળ્યો કારણ કે ભીડ વધતી જાય છે  અને જગ્યા સંકડાતી જાય છે,સાથે સાથે વાહનો પણ વધ્યા છે.મેળાના આનંદ કરતા દોડધામ વધુ જોવા મળી.ઘણા મિત્રો,યુવાનો,યુવતીઓ,પ્રતિષ્ઠિત વ્યક્તીઓએ મેળામાં આવવાનું ઓછુ કરી દીધુ હોય તેમ જણાયું.અંગત કારણો હોઈ શકે.મેળો છે પણ ઉત્સાહનો અભાવ વર્તાય છે.યંત્રવત બધુ ચાલતુ હોય તેમ લાગ્યુ…લોકોએ દિવસ સરસ રીતે પસાર કર્યો.એકબીજાને મળવુ,હળવુ,ગામ ગપાટા મારવા,ખરીદી કરવી,છોકરાઓને સાચવવા અને અફ્કોર્સ દર્શન કરવા આથી વિશેષ શું હોઈ શકે મેળામાં.

વડગામનો મેળો ક્યારે શરૂ થયો તેનો કોઈ અંદાજ જડતો નથી…પણ મેળા છે,ઉત્સવો છે  ત્યાં સુધી જીવન જેવું કંઈક લાગ્યા કરે છે અને એ પણ નહી હોય ત્યારે ?

વડગામના મેળામાં અનેક મિત્રો,સ્નેહીઓને મળવાનું થયુ,ખૂબ આનંદ સાથે દિવસ પસાર થયો..લોકોએ મેળાને કૃષ્ણ જન્મની ખુશાલીમાં મનભરીને માણ્યો.

આજના શ્રાવણ વદ આઠમના બરાબર રાત્રીના 12 વાગ્યે વડગામ રાધા-ક્રિષ્ણા મંદિરમા ભક્તજનો ઉત્સાહના સાગરમાં એ સમયે ડુબી ગયા, જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ થયો. રાધા-ક્રિષ્ણા મંદિરમાં હરસાલની જેમ આ વર્ષે પણ કાન્હાના જન્મની શાહી ઉજવણી કરવામાં આવી. વડગામના ભક્તોની ઉપસ્થિતિમાં અને  ભવ્ય શણગારથી સજેલા  મંદિરનો નજારો નિહાળવાલાયક બની ગયો હતો.ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે ભાવિકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો.વડગામ સહિત તાલુકાભરમાં નાના મોટા ગામોમાં જન્માષ્ટમી પર્વના પગલે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

કેમેરાની આંખે મેળાને માણવા અહીં ક્લીક કરો.

HAPPY JANMASHTAMI…….