આપાણા તહેવારો

વડગામમાં ગણપતિ ઉત્સવની શાનદાર ઉજવણી….

વડગામમાં ઉજવાયેલ શ્રી ગણેશમહોત્સવના કાર્યક્રમોનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો.

વડગામમાં ઉજવાયેલ શ્રી ગણેશમહોત્સવના વધુ ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો.

જ્યારે સમગ્ર દેશમાં આનંદ ઉત્સાહની સાથે શ્રી ગણેશ ભગવાનનો ઉત્સવ ઉજવાતો હોય ત્યારે આપણું ગામ વડગામ પણ કેમ આ ઉત્સવમાં સહભાગી ના થાય ? વડગામના યુવાનો દ્વારા  વડિલોના સહકારથી છેલ્લા પાંચ વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.શરૂઆતમાં નાના બાળકો દ્વારા માટીની ગણપતિની મૂર્તિ બનાવીને ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારબાદ ધીમે ધીમે લોકસહકારથી ગણપતિદાદાની મોટી મૂર્તિ લાવીને આ ઉજવણીને છેલ્લા ત્રણ વર્ષથી વ્યવસ્થિત રીતે ઉજવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ વડગામમાં જુના પોલીસ સ્ટેશન અને જુની મામલતદાર કચેરી ની જગ્યાએ શાનદાર રીતે ગણેશદાદાની મૂર્તિની પધરામણીથી માંડીને મૂર્તિ વિસર્જન સુધી ગરબા,પૂજા અર્ચાના જેવા વિવિધ કાર્યક્રમો યોજી વડગામમાં શ્રી ગણપતિ ઉત્સવ ની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી,જેમાં ગામલોકો  મોટી સંખ્યામા ઉપસ્થિત રહી ગણેશોત્સવમાં સહભાગી બન્યા.(વધુ અહેવાલ વાંચવા અહીં ક્લીક કરો.)