ગામડાઓ નો પરિચય

હરદેવાસણા…

www.vadgam.com

[પ્રસ્તુત લેખ “વડગામ ગાઈડ” પુસ્તક માંથી સાભાર લેવામાં આવ્યો છે.આ લેખ આ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ સંપાદક શ્રી સૈયદ શરીફભાઈ ચશ્માવાલા નો આભાર. પુસ્તક પ્રાપ્તિ ની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વડગામ તાલુકાના છેવાડે આવેલ હરદેવાસણા,કાલેડા અને સેંધણી ગામોમાં શિક્ષણક્ષેત્રે શૂન્યાવકાસ હતો.આર્થિક સધ્ધરતાને અભાવે પોતાના બાળકોને બહારગામ અભ્યાસ અર્થે મોકલવા મુશ્કેલ હતા.તે સમય દરમ્યાન પાકા રસ્તા અને બસોની સગવડો નહિવત હતી.માત્ર એક બસ કાચા રસ્તે આવતી હતી.આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈ ઇસ્માઈલભાઈ જુણકીયા અને કાલેડાના હબીબભાઈ નુરમહંમદભાઈ જુણકીયાએ નાના પાયે એક સંસ્થા ઉભી કરી લોકફાળો એકત્ર કરી હરદેવાસણા ખાતે “સુલ્લમુલ ઉલુમ” નામની સંસ્થાનો પાયો નાખી ધાર્મિક શિક્ષણની સાથે ધોરણ-૧ થી ૭ના અભ્યાસક્રમની શરૂઆત કરી હતી.

પ્રાથમિક શિક્ષણ સ્વરૂપે ધોરણ ૧ થી ૭નો અભ્યાસક્રમ શરૂ કર્યા બાદ અંજુમન હાઈસ્કૂલ નામથી ૧૯૮૦ દરમ્યાન માધ્યમિક શિક્ષણ શરૂ કરવામાં આવેલ અને તેમાં કન્યા કેળવણી ઉપર વધારે ભાર આપી તેમના શિક્ષણની સાથે સિલાઈકામ વગેરે ગ્રુહઉપયોગી બાબતો માટે પણ અલાયદી વ્યવસ્થા કરી પાયા માંથી જ પગભર કરવા સુંદર પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

હબીબભાઈ જુણકિયા શિક્ષણપ્રેમી હોવાની સાથે મળતાવડા સ્વભાવના સમાજસેવક અને ગુપ્તદાતા પણ ખરા.તેઓ બનાસકાંઠા જીલ્લા લોકલ બોર્ડના સભ્ય હતા. ગલબાભાઈ પટેલ, પરથીભાઈ પટેલ અને ગીડાસણ ના જાગીરદાર ભીખુભાઈ બિહારી સાથે તેઓ ઘરોબો ધરાવતા હતા.વિસનગર ખાતે માયનોરિટી હોસ્ટેલ ઉભી કરવામાં પણ તેઓનું મહત્વનું યોગદાન છે.

ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું કેન્દ્ર થવાથી આશરે પાંચથી સાત ગામના બાળકો અને તેમાં પણ કન્યાઓને તેનો સારો એવો લાભ મળે છે.બાળકોની સંખ્યા અને સારા પરિણામો સંસ્થાના સંચાલકો અને શિક્ષકોને આભારી છે.કાલેડા ગામના મહંમદ શરીફ જમાલુદ્દીનભાઈ ઢુક્કા પણ પોતાની દીર્ઘદ્રષ્ટિથી સંસ્થાના  વિકાસમાં સહભાગી બન્યા છે.

[પુસ્તક:-“વડગામ ગાઈડ”,પ્રકાશક-નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશન,મોટા માળીવાસ,ફોફળીયા કૂવા,પાલનપુર-૩૮૫૦૦૧, મૂલ્ય- રૂ.૨૫૦/- મો.૯૮૭૯૫ ૮૯૪૯૨ ]