હવામાન

Vadgam Weather image

૩૧ ઑગષ્ટ, ૨૦૧૬

ઑગષ્ટ માસના પાછલા પખવાડિયા દરમિયાન સમયાંતરે સારા વરસાદી ઝાપટા પડવાથી વડગામ તાલુકો જિલ્લામાં મોસમના કુલ ૫૪૪ મી.મી. વરસાદ સાથે બીજા ક્રમે આવી ગયો છે. તા. ૩૦.૦૮.૨૦૧૬ની મધરાત્રીએ પંથકમાં ઉપરાઉપરી આજ સુધી ન સાંભળ્યા હોય તેવા ઉપરાઉપરી ભયાનક વિજકડાકા સાથે ગાજવિઝ થઈ હતી તો સાથે સાથે ૬૮ મી.મી જેટલો વરસાદ પણ વરસ્યો હતો. મોસમનો ૭૭% વરસાદ થઈ ચૂક્યો છે.વડગામ પંથકમાં હજુ પણ મોસમનો જે એવરેજ વરસાદ થાય છે તેમાં ૧૫૦ મી.મી ની ઘટ વર્તાઈ રહી છે. જો કે શ્રાવણ-ભાદરવાનો વરસાદ હોવથી પંથકમાં વરસાદનું પ્રમાણ એક સરખુ ન રહેતા વિસ્તાર પ્રમાણે થોડી વધઘટ જણાઈ રહી છે. બીજી બાજુ દાંતા વિસ્તારમાં આ વર્ષે જોઈએ તેવો વરસાદ ન થતા સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ ન વધતા મોકેશ્વર ડેમમાં હજુ સુધી ખાસ કોઈ હલચલ જોવા મળી નથી. ભયજનક સપાટીથી હજુ લગભગ ૨૫ ફૂટ નીચે પાણીની સપાટી છે. ભાદરવાની ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે.

૨૪ ઑગષ્ટ, ૨૦૧૬

શ્રાવણ વદ છઠ્ઠ રાધણ છઠ્ઠ ને તા.૨૩.૦૮.૨૦૧૬ ના રોજ મઘા નક્ષત્રમાં વડગામ પંથકમાં  ૨૦૧૬ની મોસમનો પાછલા ૨૪ કલાકમાં સૌથી વધુ  ૧૪૨ મી.મી. (૬ ઇંચ) વરસાદ વરસતા વડગામમાં મોસમનો કુલ વરસાદ ૪૨૮ મી.મી સાથે ૬૦ ટકા સુધી પહોંચ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોસમના કુલ વરસાદમાં અમીરગઢ, દાંતા, પાલનપુર બાદ વડગામ હાલ ૪૨૮ મી.મી સાથે ચોથા ક્રમે છે.

વડગામમાં આવેલ એક માત્ર ડેમ મુક્તેશ્વર ડેમમાં પાણીની હજુ સુધી કોઈ નવી આવક થઈ નથી. દાંતા વિસ્તારમાં વધુ વરસાદ થાય અને નદીમાં પાણી આવે તો  જ ડેમની સપાટી વધે અને દરવાજા ખોલવા પડે. હાલ તો ડેમના સાતે સાત દરવાજા બંધ છે. પાણીનું સ્તર ૬૩૬.૩૫ ફૂટ છે. ડેમની ભયજનક સપાટી ૬૬૧.૫૮ ફૂટ છે.

 

૨૩ ઓગષ્ટ , ૨૦૧૬

14  દિવસ ના વિરામ બાદ આજે વડગામ માં સાંજે 6.00 વાગ્યા સુધીમાં 55 મી.મી વરસાદ થતા મોસમનો કુલ વરસાદ 341 મી.મી (13.5 ઇંચ ) સુધી  પહોંચ્યો છે.  2015 ની 23 ઓગષ્ટ સુધી વડગામ માં મોસમ નો કુલ વરસાદ 821 મી.મી (33 ઇંચ ) નોંધાયો હતો . હજુ ગઈ સાલ કરતા  આજની તારીખે વડગામ માં 20 ઇંચ  જેટલા વરસાદ ની ઘટ છે. અને મોસમ નો જોવા જઈએ તો 2016 માં વડગામ માં કુલ 48 ટકા વરસાદ હજુ સુધી વરસ્યો છે.

 

૧૬ ઑગષ્ટ, ૨૦૧૬

શ્રી અશોક પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ૧૬ થી ૨૦ ઑગષ્ટ દરમિયાન  વાદળ છાયું અને ક્યારેક સૂર્ય પ્રકાશ વાળું મિક્સ હવામાન. હળવો વરસાદ/છુટા છવાયા ઝાપટા અને આગાહી ના પાછળ દિવસો માં ક્યાંક મધ્યમ વરસાદ. તારીખ ૨૦ આસપાસ બંગાળની ખાડી ની સિસ્ટમ આધારિત વાતાવરણ માં સુધારો થશે. તો આ બાજુ ભારતીય હવામાન ખાતા દ્વારા પ્રસિધ્ધ થયેલ અહેવાલ મુજબ તા. ૧૯ અને ૨૦ ઑગષ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા પ્રબળ બની છે.

૧૨ ઑગષ્ટ, ૨૦૧૬

ચોમાસાની ઋતુનો બીજો રાઉન્ડ પુરો થયો. ઉપગ્રહથી મળતી તસ્વીરો જોતા વડગામ પંથકમાં હાલમાં  નોંધપાત્ર વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. અત્યાર સુધી વડગામ પંથકમાં મોસમનો મધ્યમ વરસાદ થયો છે.

વડગામ પંથકમાં પડેલ વરસાદનું આંકડાકીય ચિત્ર અત્યાર સુધી નિરાશાજનક છે. ૨૦૧૫ની ૧૨ ઑગષ્ટ સુધીમાં વડગામ પંથકમાં મોસમનો કુલ ૭૨૪ મી.મી ( ૨૯ ઇંચ ) વરસાદ ખાબક્યો હતો. આજે ૧૨ ઑગષ્ટ , ૨૦૧૬ સુધીમાં ચિત્ર સાવ ઊલટુ છે. મોસમનો માત્ર ૨૭૭ મી.મી ( ૧૧ ઇંચ ) વરસાદ ટપક્યો છે. ૨૦૧૫માં આજના સમયે મોસમના વરસાદનો ૧૦૨% વરસાદ વરસી ચૂક્યો હતો એટલે કે મોસમનો વરસાદ થઈ ચૂક્યો હતો આજે મોસમના વરસાદનો માત્ર ૩૯% વરસાદ થયો છે એ બતાવે છે કે ગઈસાલ કરતા અડધાથી પણ ઓછો વરસાદ આ સમયની સરખામણીમાં અત્યાર સુધી માત્ર ટપક્યો છે. જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ગઈ સાલ આ સમયે વડગામ તાલુકાના નદી નાળામાં નવા નીરા આવ્યા હતા મોકેશ્વર ડેમ ઓવરફ્લો હતો આજે નદીનાળા હજુ સુકા પડ્યા છે. સરસ્વતી નદી પર સ્થિત વડગામ તાલુકામાં આવેલ એક માત્ર ડેમ મોકેશ્વર ડેમનું પાણી નામ માત્રનું વધ્યુ છે એ પણ ઉપરવાસ અને માઉન્ટમાં પડેલ થોડા વરસાદને કારણે. એવુ કહેવાય છે કે ઉપરવાસ અને માઉન્ટ આબુ માં ભારે વરસાદ થાય તો સરસ્વતી નદીમાં ભારે પાણી આવે અને મોકેશ્વર ડેમના દરવાજા ખોલવા પડે.

ગઈસાલની સરખામણી વડગામ પંથકમાં વરસાદની ભારે ઘટ છે ત્યારે ઉનાળો વડગામ પંથકને આકરો પડી જાય તો નવાઈ  નહી.

હાલ તો વરસાદ રહી ગયો છે અને ટૂંક સમયમાં ભારે વરસાદના કોઈ અણસાર કે  હવામાન  ખાતાની ભાષામાં કહીએ તો કોઈ વરસાદી સીસ્ટમ નથી એટલે વડગામ પંથકના ખેડૂતોએ નવા વાવેતરની તૈયારીઓ શરૂ કરી દેવી કદાચ ભાદરવો આ વર્ષની ઘટ પુરી કરે તો ?

નિતિન એલ. પટેલ (વડગામ)

www.vadgam.com

 

૧૦ ઑગષ્ટ, ૨૦૧૬

તા.૦૯.૦૮.૨૦૧૬ ના રોજ વડગામમાં ૨૨ મી.મી વરસાદ પડતા વડગામમાં મોસમનો કુલ વરસાદ ૨૭૨ મી.મી (૧૧ ઇંચ) સુધી પહોંચ્યો છે.

 Mokeshavar Dam-Data

૦૯ ઑગષ્ટ, ૨૦૧૬

શ્રી અશોકભાઈ પટેલ ની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં તારીખ 8 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન /એમપી સિસ્ટમ આધારિત મધ્યમ, ભારે વરસાદ અને અમૂક વિસ્તાર માં અતિ ભારે વરસાદ. ડિસા અને ભારતનું હવામાનખાતુ પણ ગુજરાતમાં બે-ત્રણ દિવસમાં ગુજરાતમાં અમુક જગ્યાએ ભારે થી અતીભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે.

વડાગામમાં પાછલા ૨૪ કલાકમાં ૮ મી.મી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ ૨૫૦ મી.મી એટલે રાઉન્ડ ફીગર ૧૦ ઇંચ સુધી પહોંચ્યો છે. પંથકમાં સતત ત્રણ ચાર દિવસથી સૂર્યપ્રકાશની સતત ગેરહાજરીમાં ઝરમર ઝાવણીયા ઝાપટા પડી રહ્યા છે. જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. પશુપાલકો અને પશુઓ અસમાન વરસાદના લીધે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મોકેશ્વર ડેમની સપાટીમાં પાણીની કોઈ નવી આવકના અભાવે કોઇ ફરક પડ્યો નથી.

૪ ઑગષ્ટ, ૨૦૧૬

હવામાન ખાતુ અને હવામાન શાસ્ત્રીઓ ગુજરાતમાં વરસાદ માટે વાતાવરણ સારુ છે તેવી આગાહી કરી છે અને ગુજરાતના અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો પણ છે. વડગામમાં હજુ મોસમનો કુલ આંકડો ૨૧૫ મી.મી. (૮.૫ ઇંચ) બોલે છે. શ્રાવણ મહિનો ચાલે છે …ઝરમરીઓ વરાસાદ ક્યાંક ક્યાંક વરસી જાય છે . ઉત્તર ગુજરાતમાં ૩ થી ૪ ઑગષ્ટ ભારે વરસાદની આગાહી હતી તે પણ જરૂરી પાણી વગર વિતી ગઈ. વરસાદ હળવો, મધ્યમ, ભારે પડશે એવી આગાહીઓ વચ્ચે વાદળ આવે પણ છે પણ કોણ જાણે વડગામ ઉપર વરસતા નથી. છાતી ઠોકીને કોઈ કંઈ કહેતુ નથી. વરસાદી સીસ્ટમો બને છે પણ ચોમાસુ વરસાદ ક્યાં છે ? ક્યાર આવશે ? કેટલો આવશે ? એ કહેવુ એટલુ જ કઠીન બનતુ જાય છે. ભૂગર્ભ જળ રીચાર્જ થાય એવું તો આ મોસમમાં હજુ સુધી કંઈ થયુ નથી નદી, નાળા કોરા ઢાકોર છે. અષાઢે છેતર્યા હવે શ્રાવણ ન છેતરે તો સારુ નહી તો ખેડૂતોની આશા અરમાનો પર પાણી ફરી વળશે.

જો કે હજુ હવામના ખાતુ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યુ છે. દેર આયે દુરસ્ત આયે એવી આશા સાથે વડગામ પંથકમાં ખેડૂત મિત્રો આકાશ ભણી મીટ માંડીને હાલ તો બેઠા છે.

૩૧  જુલાઈ, ૨૦૧૬

વડગામમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે બફારાનો અનુભવ ગ્રામજનો કરી રહ્યા છે. ભારે બફારાની ગરમી ને લઈને સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન ખાતા દ્વારા ૩ – ૪ ઑગષ્ટ સુધીમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે ચોમાસાની શરૂઆતના અત્યારસુધી એટલે કે ૪૫ દિવસ બાદ વડગામમાં માત્ર ૮ ઇંચ વરસાદ નોંધાયો છે.

૨૬  જુલાઈ, ૨૦૧૬

Weather

હવામાન વિભાગની તાજા પ્રસિધ્ધ થયેલા અહેવાલમાં ૨૬ થી ૨૮ જુલાઈ દરમિયાન ગુજરાતમાં સારી એવી માત્રામાં વરસાદ વરસી શકે છે. આજે વડગામ વરસાદી ગરમી અનુભવી રહ્યુ હતુ. વાતાવરણની ચહલપહલ અને હવામાનખાતાના અભ્યાસ ઉપરથી ટૂંક સમયમાં સારા વરસાદનું આગમન થવુ જોઈએ એવુ હાલના તબક્કે લાગી રહ્યું છે જો વરસાદી વાદળો યોગ્ય દિશામાં ગતિ જારી રાખે તો…..?

 

૨૫  જુલાઈ, ૨૦૧૬

વડાગામમાં આજ રોજ ૨૫.૦૭.૨૦૧૬ ને સાંજે સારો વરસાદ વરસ્યો છે. ૩૩ મી.મી. એટલે કે ૧.૫ ઇંચ વરસાદ વરસતા અગાઉના બે સારા રાઉન્ડ બાદ ત્રીજો સારો રાઉન્ડ આવી જતાં વડગામ ખેડૂત આલમમાં આનદ વ્યાપો છે. હવામાન ખાતુ તો હજુ આ પ્રકારના હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી રહ્યુ છે માટે હજુ ભારે વરસાદની રાહ જોવી પડશે. જે હોય તે લાંબા વિરામ બાદ રાબડિયા નક્ષત્ર માં સારું વરસાદી ઝાપટુ પડતા ખેતરમાં ઊભેલા મોલને જીવતદાન મળવાની સાથે સારી ઊપજ ની નવી આશા બંધાણી છે. વડગામ પંથકમાં મોસમનો આજ સુધીનો કુલ વરસાદ ૧૫૪ મી.મી ( ૬ ઇંચ ) સુધી પહોંચ્યો છે જે જુલાઈ મહિનાની અંતમા ગત વર્ષની સરખામણીમાં ઘણો ઓછો છે.

 

૨૩  જુલાઈ, ૨૦૧૬

જુલાઈ મહિનો પૂરો થવામાં છે. વડગામ પંથક માં મોસમનો માત્ર ૧૮ ટકા વરસાદ નોંધાયો છે. હવામાન ખાતા તરફથી ટૂંક સમય માં ભારે વરસાદ નાં કોઈએ અણસાર મળતા નથી. છૂટા છવાયા વરસાદ કે ઝાપટાઓની વાતો થાય છે. વરસાદ લંબાતા બિન-પિયત ખેતી કરતા ખેડૂતો ના ખેતર માથે વરસાદી વાદળો ની જગ્યા એ ચિંતા ના વાદળો ઘેરાવા લાગ્યા છે. વડગામ પંથક માં પાક ને નુકશાન કરતા નીલ ગાય, રોઝ , ભૂંડ જેવા પ્રાણીઓ નો તો ઉપદ્રવ છે જ તેમાં ખર્ચાળ વાવેતર બાદ કાતરા અને અન્ય જીવાતો તો ઉપદ્રવ વધતા  ચોમાસું ખેતી નફાકારક રહે તેવા કોઈએ અણસાર હાલ તો દેખાતા નથી.

૨૦  જુલાઈ, ૨૦૧૬

સૌરાષ્ટ્ર ગુજરાત અને  કચ્છ: ( અશોક પટેલ ની આગાહી )

આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાત માં છુટા છવાયા ઝાપટા, હળવો મધ્યમ વરસાદ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં ખાસ કરીને 22 થી 25 જૂલાઈ દરમ્યાન.

દક્ષિણ ગુજરાત ઝાપટા અથવા હળવો મધ્યમ વરસાદ મુખ્ય 22 થી 25 જૂલાઈ દરમ્યાન અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં અને અમૂક જગ્યાએ ભારે વરસાદ ખાસ કરીને 22 થી 23 જૂલાઈ.

મધ્ય પૂર્વ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા, હળવો મધ્યમ વરસાદ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં ખાસ કરીને 22 થી 25 જૂલાઈ દરમ્યાન, જેમાં એકલ દોકલ ભારે વરસાદ પડી શકે છે.

વડગામ માં પડતા છૂટા – છવાયા ઝાપટા સાથે મોસમ નો કુલ વરસાદ તા. ૨૦.૦૭.૨૦૧૬ સુધી મા૬ ૧૧૬ મી.મી એ પહોંચ્યો છે . પાછલા અપડેટ ૧૧૦ મી.મી માં વધુ ૬ મી.મી નાં ઝાપટા પડ્યા છે .

 

૧૯ જુલાઈ, ૨૦૧૬

 

ઉત્તર ગુજરાતમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. વડગામ પંથકમાં આ મોસમનો કુલ ૧૦૫ મી.મી વરસાદ નોંધાયો હતો ત્યારબાદ છૂટા છવાયા ઝાપટામાંથી વધુ ૫ મી.મી વરસાદ પડતા આ લખાય છે ત્યાં સુધી એટલે કે તા.૧૯.૦૭.૨૦૧૬ સવાર સુધી વડગામ પંથકમાં મોસમનો કુલ વરસાદ ૧૧૦ મી.મી એ પહોંચ્યો છે.

ડિસા હવામાન ખાતાની કચેરીના અધિકારી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર હાલમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી કોઈ જ સિસ્ટમ હાલમાં રચાયેલ નથી. આગામી દિવસોમાં ભરપુર વરસાદ પડવાની સંભાવના હવામના ખાતુ સેવી રહ્યું છે. નજીકના તબક્કામાં વરસાદનો તબક્કો શરૂ થશે. હાલના દિવસોમાં સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે જેની અસર ટૂંક સમયમાં સમગ્ર ગુજરાત પ્રદેશ પર થશે. પરિણામે આગામી નજીકના દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના જણાઈ રહી છે,

આજથી એટલે કે તા. ૧૯.૦૭.૨૦૧૭ થી રાબડીયા નક્ષત્ર શરૂ થઈ ચૂક્યુ છે. વૃક્ષ- વાવેતર માટે ઉત્તમ ….!!!

૧૪ જુલાઈ, ૨૦૧૬

અશોક પટેલની આગાહીમાં જણાવ્યા  મુજબ તા. ૧૪ થી ૧૯ જુલાઈ ૨૦૧૬ દરમિયાન આખા ગુજરાત માં હવે વરસાદ ની માત્રા ઘટવા માં છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા અથવા હળવો વરસાદ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં જેમાં એક બે દિવસ અમૂક જગ્યાએ મધ્યમ વરસાદ. પવનો ફરી વધશે આગાહી સમય ના અમૂક દિવસે.

ઉત્તર ગુજરાત માં છુટા છવાયા ઝાપટા અથવા હળવો વરસાદ અમૂક દિવસે અલગ અલગ વિસ્તાર માં. અમૂક દિવસે એકલ દોકલ વિસ્તાર માં મધ્યમ વરસાદ ની શક્યતા..

દક્ષિણ ગુજરાત ઝાપટા અથવા હળવો વરસાદ 14 થી 16 જૂલાઇ અને 17 થી 19 જૂલાઇ તે વિસ્તાર માં વરસાદ ની માત્રા વધશે જેમાં ઝાપટા, હળવો, મધ્યમ વરસાદ અને  અમૂક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.

મધ્ય પૂર્વ ગુજરાત માં ઝાપટા અથવા હળવો વરસાદ અમૂક જગ્યાએ મધ્યમ વરસાદ ની શક્યતા જે 17 જૂલાઇ થી 19 જૂલાઇ માં વધુ શક્યતા.

 

૧૪ જુલાઈ , ૨૦૧૬

વડગામ પંથકમાં ૩૦.૦૬.૨૦૧૬ના રોજ એકસાથે ૫૧ મીમી વરસાદ નોંધાયા બાદ તા. ૧૨.૦૭.૨૦૧૬ના રોજ એક સાથે ૩૩ મીમી વરસાદ નોંધાયો હતો આ દરમિયાન વચ્ચે વચ્ચે છૂટક કુલ મળીને ૨૧ મીમી વરસાદ નોંધાયો હતો આમ કુલ મળીને વડગમ પંથકમાં મોસમનો કુલ વરસાદ ૧૦૫ મીમી નોંધાયો છે. વડગામ પંથક્માં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણી લગભગ પૂર્ણ કરી ચૂક્યા છે. વધુ વરસાદની રાહ જોવાઈ રહી છે.

 

૧૪ જુલાઈ, ૨૦૧૬

✔आज नैरुत्य मानसून-2016 ने 8-जून को भारत देश की शुरू की हुई अपनी प्रथम चरण की  यात्रा को 13 -जुलाई को संपन कर दिया और पुरे देश में वर्षादित माहोल बना दिया ..मध्यप्रदेश और विदर्भ में तो श्रिकार वर्षा दर्ज हुई है।

✔उत्तर गुजरात के बनासकांठा जिल्ले के कुछ तालुका ओ में हुई कम वर्षा को छोड़कर लगभग सभी जिल्ले में प्रथम चरण की पर्याप्त वर्षा दर्ज  हुई है।

✔आने वाले एक सप्ताह तक हमारे वैज्ञानिक अनुमान के आधार पर हवामे नमी की मात्रा ज्यादा होने के कारण कुछ स्थानों पर सांध्य समय पर मेघ गर्जना के साथ हलकी वर्षा होती रहेगी।

✔पुरे उत्तर गुजरात में सार्वत्रिक वर्षा देने वाली  कोई प्रणाली मौजूदा अवश्थित नहीं है।

✔दुसरे चरण की वर्षा के लिए सानुकूल माहोल बन रहा है और हमारे अनुमान के मुताबित उत्तर गुजरात में मानसून के दोरान 104 % वर्षा दर्ज होगी।

✔उत्तर गुजरात के लोगो और प्रसाशन को एक नम्र सुचन है की मौजूदा वातावरण में नमी की मात्रा ज्यादा और दिन एवं रात्रि के तापमान में कम उतार-चढाव और पानी से भरे  छोटे छोटे परिसर के कारण बीमारी फेलाने वाले वाइरस,बेक्टेरिया और फूग के विषाणुओं का सवंनन और सवर्धन के लिए आदर्श सानुकूल परिस्थिति है। कृपया बीमारी से बचने के लिए पर्याप्त कदम उठाये।

✔पेड़ लगाने का भी आदर्श समय है ….आज लगाये  गए  पेड़ को सितम्बर माह के अंत तक पानी देने की आवश्यकता नहीं रहेगी ….सिर्फ पेड़ को उचित सुरक्षा आवरण लगाना न भूले।

–  मौसम विभाग -डीसा