Fb-Button

Author: Nitin

હિરૂજીની મર્દાઈની શાખ પૂરતો વણસોલનો પાળીયો……

ધાણધાર ધરતી ઉત્તરે અરવલ્લીની હારમાળા શરૂ થાયને થોડીક હારમાળા વટોળ્યા બાદ સિરોહી ધરતીની સરહદ લાગે. પૂર્વે દાંતાની સાઠને દક્ષિણે ગઢવાંડુ ને દોતોરના પંથકો આવેલા ઉત્તર પૂર્વ ભાગ ડુંગરમાળાથી ઘેરાયેલો. પશ્વિમે  કોળીયારાનો એક સરાયો મલક. આવા પહાડી અને સૂકા ભઠ્ઠ સીમાડા… આગળ વાંચો

વડગામ મહાલ નું ફ્રી ટ્રેડ ઝોન છાપી…

વડગામ મહાલનું  છાપી ગામ પાલણપુર નવાબી કાળ મા ખૂબ જ મહત્વ ધરાવતુ હતુ. ગાયકવાડ સ્ટેટ ના પ્રવેશદ્વારે છાપી પ્રથમ રેલ્વે સ્ટેશન હતુ. ધારેવાડા તે સમય મા ગાયકવાડ સ્ટેટ માં  ગણાતુ હતુ. જેવી રીતે તે સમય મા કોદરામ ગામ માં  કસ્ટમ… આગળ વાંચો

ગલબાભાઈ માનજીભાઈ પટેલ

વડગામ મહાલમાં કેટલીક વ્યક્તિઓ એવી થઇ ગઈ છે જે આવનારી પેઢી ઉપર એક અમીટ છાપ છોડી ગઈ છે. વડગામ માં તા.૦૨.૧૦.૧૯૨૧ નાં રોજ ખેડૂત કુટુંબ માં જન્મી સમગ્ર જીલ્લા માં પ્રસિદ્ધ થઇ જનાર ગલબાભાઈ માનજીભાઈ પટેલ પણ કંઈક એવા જ… આગળ વાંચો

પાલણપુર સ્ટેટ નું વેપારી મથક મેતા.

વડગામ મહાલનો ઇતિહાસ આલેખી રહ્યા છીએ ત્યારે એક મહત્વની વાતનો ઉલ્લેખ ટાળી શકાય તેમ નથી. ભારે નવાઈ લાગે તેવી વાત છે,પણ એ વાસ્તવિક્તા છે કે , વર્તમાન વડગામ તાલુકા માં  સમાવિષ્ટ મેતા ગામ પાલણપુર સ્ટેટ માં  સ્વતંત્ર તાલુકો હતો. એ… આગળ વાંચો

મુંબઈ ના દૂધના રાજા હાજી ડોસન મેમનજી…..

ભૂતકાળની કેટલીક હકીકતો એવી હોય છે જે કદી પણ વિસરાતી નથી. પાલણપુર સ્ટેટ ની પણ એવી કઈંક વાતો છે જે જુના લોકોની સ્મૃતિ  ઉપરથી વિસરાઈ નથી. વર્તમાન વડગામ મહાલનું  તેનીવાડા ગામ પણ ઐતિહાસિક ગામ હોઈ તેનુ મહત્વ વિશેષ છે. પાલણપુર… આગળ વાંચો

રાજકીય મસલતોનુ કેન્દ્ર સીસરાણા……..

“સરસ્વતી નદીના શીતળ પવનની લહેર, શેરડીના ખેતરો અને વરી-કમોદની મનમોહક મહેંક આવતી હોય ત્યારે મુસાફરોને એમ લાગતુ કે હવે સીસરાણા ગામ આવી ગયુ. આવુ મધ્યકાળ માં  કહેવાતુ હતુ. વડગામ મહાલ ના સીસરાણા ગામ સાથે અનેક પૌરાણિક અને ઐતિહાસિક વાતો જોડાયેલી… આગળ વાંચો

લાલજી મામા….

“મામા” ના હુલામણા નામથી ખ્યાતિ પામેલી આ અનોખી વ્યક્તિનું  આખુ નામ લાલજીભાઈ નાથુભાઈ પટેલ, તેમનુ મૂળ વતન વડગામ તાલુકાનું  વરણાવાડા ગામ. વરણાવાડા આમ તો મૂળ જાગીરદારીનું  લોહાણી પરિવારનું  ગામ. આ ગામ પાલણપુરના નવાબી કાળ માં  મોખરાનુ સ્થાન ગણાતુ. લાલજીભાઈનો જન્મ… આગળ વાંચો

વડગામ ની પ્રાચિન વાવ નો ઇતિહાસ.

વડગામમાં આવેલી વર્ષો પુરાણી વાવ લાખા વણઝારાએ બનાવી હતી. જેનો ઉલ્લેખ ઈતિહાસના પાને પણ થયેલો છે. જો કે વાવમાં કોતરેલા લેખો આજે પણ સલામત હોઇ તેનું લખાણ ઉકેલવામાં આવે તો વાવની સઘળી હકીકત બહાર આવી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લા… આગળ વાંચો

બનાસકાંઠા નો ચાર્લી ચેપલીન છગન રોમીયો…….

નામ સ્મરણ સાથે યાદોની વણજાર ચાલુ થઈ જાય છે.અભિનવ એક વિશિષ્ટ શૈલી અને લાક્ષણિક્તાનો લઢાવ અને એજ ભાંગવાડી (મુંબઈ)નો વૈભવશાળી વિસ્તાર શ્રીમંતો અને સંસ્કાર સિધ્ધિઓથી શોભતો ભદ્ર ગુજરાતી સમાજ. આ બધાની વચ્ચે ઓપતુ રંગભૂમિનું  પ્રાણપ્યારુ ઉત્કૃષ્ટ  મનોરંજન પુરૂ પાડતુ રંગમંચ… આગળ વાંચો

જલોત્રા….

પાલનપુર – દાંતા રોડ પર આશરે ચૌદેક કિલોમીટર ના અંતરે પૂર્વ દિશામા વસેલુ જલોત્રા ગામ દક્ષિણ દિશામા મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતુ હોવા છતા પ્રગતિશીલ રહ્યુ છે. આ ગામ માં  મુખત્વે ચૌધરી પટેલોની વસ્તી છે, ઉપરાંત બ્રાહ્મણ, ઠાકોર ,રાવળ, જૈન અને સોની… આગળ વાંચો
View More
Fb-Button