Articles
૩૦.૦૭.૨૦૧૯
નાંદોત્રા (વડગામ) ના વતની શ્રી દિનેશભાઈ જગાણી (અલિપ્ત) લિખિત સુંદર લેખ…..
હમણાં ફેસબુક પર એક પહાડી વરસાદી સાંજનો ફોટોગ્રાફ જોયો. કોઈ હિલસ્ટેશન હતું જેમાં ટુરિસ્ટ લાગતી છોકરીઓ છત્રી લઈ સાંકડા પહાડી રસ્તા પર ચાલતી હતી. એ હિમાલયમાંનું કોઈ પર્વતીય ગામ હતું. પછી તો જાણે એક આખો પહાડ મારામાં ફૂટી નીકળ્યો હતો. એક સાથે ઘણી વાતો યાદ આવી હતી; હિમાલયના પર્વતીય નગરોના પ્રવાસ વર્ણનો, ફેસબુક પર પોસ્ટ થતા રહેતા હિમાલયના ફોટોગ્રાફ્સ, વીનેશ અંતાણી ની ‘અહીં સુધીનું આકાશ’ નવલકથાનું ડેલહાઉસી, નિર્મલ વર્માનું ‘પરીંદે’ વાળું સિમલા, ભોળાભાઈ પટેલનું ‘દેવોની ઘાટી વાળું’ કુલું-મનાલી-સિમલા અને ‘પૂર્વોત્તર’ વાળું શીલોંગ અને મારી કલ્પનાઓમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા આ બધા નગરોના સ્વરૂપો! પર્વત, વરસાદ અને સાંજ ત્રણેય સ્વતંત્ર રીતે પણ ગમે છે. અને આ તો ત્રણેયના કોકટેલની વાત!
ધીમે ધીમે પર્વતીય સાંજ મન પર છવાતી ગઈ હતી. એક એવી સાંજ કે જે હજું જીવાયી નથી. કદાચ જીવાશે કે કેમ એ વિશે પણ શંકા છે. ત્યાં હું છું અને હંમેશા ગમતા બે ત્રણ અંતરંગ મિત્રો છે. શિયાળાની થરથરતી રાત છે. હિલસ્ટેશન પર કોઈ હોટલ કે ફોરેસ્ટ બંગલાના ખીણ તરફના બેકયાર્ડમાં તાપણા આસપાસ અમે બેઠા છીએ. પહાડી નગર પર પાછલી રાતનો અંધકાર ઉતરી આવ્યો છે. તમારા-કંસારીના અવાજો વચ્ચે હવામાં જંગલના પ્રાચીન લાકડાની અને રાત્રી ફૂલોની મહેક છે. ગાઢ અંધકાર વચ્ચે તારલીયાઓની ચાદર ખીણમાં છેક ક્ષિતિજ લગી પથરાઈ છે .
ફાનસના આછા પ્રકાશમાં શરૂ થયેલ લાંબું ડિનર પૂરું થયા બાદ બધા તાપણા આસપાસ આવી ગયા છે. હિલસ્ટેશનની કાજળઘેલી રાત્રીમાં બિયર સાથે એકલતા,ગમતા દોસ્તોની હાજરીનો અને ગમતા લોકોની ગેરહાજરીનો નશો પણ ભળ્યો છે. એક બીજાની ખેંચવાનો દોર શરૂ થાય છે. નાની નાની વાત પર બધા જોર જોરથી હસ્યા કરે છે. પોતાની મૂર્ખાઈ, નાદાની કે નિષ્ફળતાની વાતો દોસ્તોના મોઢે સાંભળવી ગમે છે તો પોતાના પરાક્રમોની વાતો દોસ્તોને સંભળાવવી પણ ગમે છે. અગાઉ કેટલીય વાર કહેવાઈ-ચર્ચાઈ ચુકેલી જૂની વાતો આજે ફરી ફરી પ્રસ્તુત થાય છે. આ પુનુરાવૃત્તિ બધાને ગમે છે- દોસ્તોની ટીકાઓ મીઠી હોય છે.
પછી વાતોના વિષય બદલાતા રહે છે. સમય પણ જાણે અમારી ઈર્ષા આવતી હોય એમ ઝડપથી વહેવા લાગે છે. ધીમે ધીમે વધતી રાતનો નશો બધાની આંખોમાં ઉતરી આવે છે. જીવાતી જિંદગી અને જીવવી હતી તે જિંદગી વચ્ચે નો તફાવત બધાની આંખોમાં ડોકાય છે. હવે વાતોમાં અલ્લડતા અને મુગ્ધતાનું સ્થાન ક્રૂર વાસ્તવિકતા લઈ લે છે. કોઈ ઇચ્છતું નથી કે આ રાત પુરી થાય પણ સમય આગળ કોઈ નું ક્યાં કઈ ચાલે છે? સવારના ચારેક વાગવા આવે છે. હવે થોડું સૂવું પડશે. છેલ્લે મસાલેદાર ચા અને રતલામી સેવનું ફરમાન થાય છે. અગાઉના આયોજન પ્રમાણે વેઈટર-ખાનસામા તે લઈ આવે છે. બધા ગળે મળે છે. સુવા માટે પથારી તરફ ચાલે છે ત્યાં ક્યાંક દુર સૂરજનું પ્રથમ કિરણ બધાને ગુડ બાય કહેવા ઝડપ કરે છે..
આપ શ્રી દિનેશભાઈ દ્વારા લિખિત અન્ય લેખ વંચાવા તેમના બ્લોગની પણ મુલાકાત લઈ શકો છો.
#અલિપ્ત
૨૫.૦૬.૨૦૧૯
વડગામ તાલુકાના જલોત્રા ની મૂળ વતની બીનલ ની હિંદી ભાષા માં લેખન શૈલી ખુબ જ ઉત્કૃષ્ટ છે…વતન જલોત્રા મુલાકાત સંદર્ભે લખેલ આ સુંદર લેખ વાંચો
———————————————————————————————————————————–
૦૫.૦૬.૨૦૧૯
વડગામ તાલુકાની જલોત્રા ની બિનલ , કે જે નીર નૈન ઉપનામે હિન્દીમાં વર્તમાન પ્રવાહો ઉપર સુંદર લેખો લખે છે. તાજેતરમાં બીનલે વડગામ.કોમ ને સુરત ઘટના ઉપર હિન્દીમાં લખેલ પોતાનો વિચારપ્રેરક લેખ મોકલી આપ્યો છે જે અત્રે પ્રસ્તુત છે.
जिम्मेदार – कब बनेंगे हम ??? – बिनल “नीर नैन ( जलोत्रा – वडगाम )
बचपन से ही ये पढ़ाया गया हैं कि जब से मानव प्रजाति का जन्म हुआ तब से ही जीवन के हर पहलू के साथ मनुष्य ने अपनी आवश्यकताओं के अनुसार कई कार्य किए। जिसे ‘प्लेटो’ ने एक सूत्र में बहुत ही खूबसूरती से बताया कि “Necessity is the mother of invention” अर्थात आवश्यकता ही आविष्कार की जननी है।
आदिमानव को भूख लगी तो उन्होंने फल एवं माँस ढूंढा, शरीर के लिए पत्ते, रहने के लिए गुफाएँ व पेड़। ये सब उस सूत्र को पूर्णत साबित करते हैं। पर आधुनिकता के साथ जिस भाँति हम पत्तों से कपड़ो एवं गुफाओं से घरों की और पलायन कर चुके है उसी तरह उस रूढ़ हुए सूत्र से भी आगे बढ़ चुके हैं। आज के युग का सूत्र है-
“दुर्घटना ही आविष्कार की जननी हैं।”
24 मई के शाम को हुई सूरत की घटना, शायद इस सूत्र का पुख्ता सबूत हैं। एक ऐसी घटना जिसने सबको हिला दिया……प्रशासन को भी!!
शाम के रात में तब्दील होते तक तो मानो आग पूरे देश में फैल गई। नेताओं का “शोक” उनके ट्वीटर हैंडल्स पर और प्रेस कॉन्फ्रेंस में दिखने लगा तो जनता का “रोष” व्हाट्सएप और समाचार चैनलों में दिखने लगा।
पर उस रात उन बच्चों के परिवार वालों के अलावा यदि कोई और भी जागा तो वो था कर्मचारी वर्ग। ऊपर बैठे पिट्ठू जो आग की गर्मी में कुछ समय पहले ही जागे थे वो रातों रात राज्य के कर्मचारी वर्ग को काम पर दौड़ाने लगे।
सुबह तक कई कोचिंग संस्थान, अवैधानिक रूप से बनी इमारतों और अन्य कई स्थानों पर सरकारी नोटिसों ने ताले लगवा दिए। सरकारी प्रणालियों, नीतियों या यूँ कहे कि हर प्रशासनिक विभाग के नियमों को दुरूस्त करने का काग़जी कार्य शुरू हो गए।
दूजे की आग में पापड़ सेकने वाली भारतीय मीडिया भी अपना अतिमहत्वपूर्ण योगदान देने लगी। अखबार एवं न्यूज़ चैनल्स सिर्फ इन खोखली खबरों से भरे थे।
इस आग में सिर्फ़ गुजरात ही नहीं जुलस रहा। परंतु पूरा देश इसके चपेट में हैं। हर जगह प्रशासन अब दौड़ रहा हैं।
हैरानी की बात तो यह हैं कि 8 करोड़ के लागत से जो Turn Table Ladder (TTL) सूरत प्रशासन द्वारा खरीदी गई और जो 1 महीने से मुंबई बन्दरगाह से हिल भी नहीं पा रही थी वो दुर्घटना के बाद अब सूरत आ चुकी हैं।
आखिर ऐसा कब तक होता रहेगा? कब तक हम इंतजार करेंगे दुर्घटनाओं के होने का। ताकि कुछ कदम उठा पाए। यदि ये TTL equipment वहाँ उस दिन मौजूद होता तो उन बच्चों को बेबस होकर कूदना न पड़ता।
हम सब जानते हैं कि एहतियात न बरतने से दुर्घटना हो सकती है। दुर्घटनाओं, अकस्मात, प्राकृतिक आपदाओं के होना मनुष्य के बस मे नहीं। अकस्मात अचानक से ही होते हैं। पर क्या यह हमारा कर्तव्य नहीं है कि हम ये सुनिश्चित करें कि हमारी या किसी और की जान जोखिम में न हों। सूरत की उस इमारत में रोज कई सैकड़ों लोग जाते होंगे। पर क्या किसी के मन में भी प्रश्न उठा होगा।
खैर, क्या कर सकते हैं?
हमें आदत जो हैं – बातों को नजरअंदाज करने की।
हमें आदत है – हेलमेट न पहनने की। फिर यदि कोई दुर्घटना हो जाए तो हम दूजों को कोसने लगते हैं।
हमें आदत है – रिश्वत देने की। ताकि हमारी सुगमता बनी रहे और फिर यदि कोई घोटाला हो जाए तो हम आरोपों और आंदोलन का खेल खेलने लगते हैं।
हमे आदत है – लापरवाही की। फिर यदि कोई दुर्घटना हो तो हम देश को 24 मई के सूरत बना दें।
पर आखिर कब तक हम हमारी नजरअंदाजगी को दूसरों पर आरोप डालने का कारण बनाएंगे।
कभी तो अपने बच्चों को रोकिये कॉलेज बिना हेलमेट पहने जाते वक़्त। कभी तो अपने पिता को रोकिये रिश्वत देते वक़्त। कभी तो स्वयं को रोकिये लापरवाही करते वक़्त।
नहीं तो हम सब सिमट जाएंगे – दुर्घटनाओं में और उनसे बचने की आवश्यकताओं के आविष्कार में।
************************************************
તા. ૦૪.૧૨.૨૦૧૮
પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા અને વોટ્સએપની વાતો
મિત્રો નમસ્કાર,
(આ લેખ સંપૂર્ણ વાંચવા ભલામણ છે)
નવ લાખ વિદ્યાર્થીઓ નવ હજાર પોલીસની જગ્યાઓ માટે પરીક્ષા આપવાના હતા, માની જ લો કે એ પરીક્ષા આપી દીધી કે હવે આપશે તો પણ એની
સંભાવના (Probability) શુ હોઈ શકે ?
9000 પોલીસ બનશે, અને બાકીના 8,91,000 નાપાસ થશે / નિષ્ફળતા મળશે
એટલે કે 99 % વિદ્યાર્થીઓ નિષ્ફળ અને 1 % વિદ્યાર્થીઓ સફળ થશે.
હવે રસપ્રદ વાત તો એ છે કે….
આ 1 % વિદ્યાર્થીઓને ખબર છે કે હું મારી મહેનતથી જ પાસ થયો છું, પરંતુ 99 % અસફળ હશે એ વિદ્યાર્થીઓ અને એમના વાલી, પરીવાર એમજ કહેશે કે મારો દીકરો 0.10 માટે, 0.50 માટે રહી ગયો, ત્યાં સુધી બરાબર પણ હવે મોટાભાગના નિષ્ફળ વિદ્યાર્થીઓ, એમના પરિવારજનો એમ કહેશે કે એતો પાસ થનારા રૂ. આપીને પાસ થઈ ગયા, અમે અથવા અમારા બાળકો રહી ગયા ને માર્કેટમાં/ સોશિયલ મીડિયામાં // ગામના ચોકમાં વાતો આજ વધારે ચાલશે કે અમે રહી ગયા/અમારા બાળકો રહી ગયા અને પાસ થનારા પર આરોપ લાગશે
કેમ ??
કારણ કે જે વિદ્યાર્થીઓ સફળ છે એ માત્ર એક ટકા જ છે એટલે એ મહેનત કરીને પાસ થયા છે એવી સારી વાતો//પોઝિટિવ ઉર્જા માત્ર એક ટકા જ રહેશે, જ્યારે 99 ટકા નેગેટિવ ઉર્જા ( એક ટકા સફળ વિદ્યાર્થીઓ પર આરોપ મુકવાની વાતો) માર્કેટમાં/ સોશિયલ મીડિયામાં // ગામના ચોકમાં વધુ જોર શોરથી ફરશે એટલે આપણી આજુબાજુ પણ એ જ નેગેટિવ ઉર્જાની વાતો ચોક્કસ આવશે અને એ આપણે વિચાર કર્યા વગર સ્વીકારી લઈએ છીએ અને એ વાતો જ તૈયારી કરતા વિદ્યાર્થીઓ// આપણા પરિવારમાં હંમેશા અસર કરે છે
એટલે જે વિદ્યાર્થીઓ// જે વાલીઓએ પોતાના બાળકોને સફળતાનાં માર્ગે લઈ જવા છે એમને પોઝિટિવ ઉર્જામાં જ રહેવું, જે સફળ વિદ્યાર્થીઓ છે એમની વાતો સાંભળવી, નહીં કે નિષ્ફળ લોકોની….
નીચે કેટલીક પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય એ માટેના થોડા ઉદાહરણ ( આધાર પુરાવા સાથે) રજૂ કરું છું.
આ સિદ્ધિઓ વર્ષ 2018ના વર્ષની જ છે
- 2018ના વર્ષમાં સમગ્ર ભારતમાં સૌથી યુવા વયે એક ગરીબ ઘરનો છોકરો *IPS* બન્યો,
નામ છે, *સફીન હસન, વતન કાણોદર* ( કેવી પરિસ્થિતિ હતી એ જોવી હોય તો આ LINK પર જોઈ શકશો ( https://youtu.be/I-JUd34cviw )
- કુરિયર તરીકે ફરજ બજાવતો એક છોકરો *શ્રી મૌલિક શ્રીમાળી* આસિસ્ટન્ટ કમિશ્નર બન્યો, જુઓ ( https://youtu.be/SOLM21K6UjQ )
- સૌરાષ્ટ્રનો વતની અને ધીરુભાઈ અંબાણીના ગામનો એક છોકરો *શ્રી રવિ ચાવડા* ગાંધીનગરમાં જ સેક્ટર 21માં દૂધ વેચતો અને મહેનત કરી સિનિયર ક્લાર્ક બન્યો અને તાજેતરમાં 15 દિવસ પહેલા જ P. I. પણ બન્યો
( https://youtu.be/E5LRDjMjRiA )
(આ લિંક પર ક્લીક કરી તમે એમના જીવન વિશેના વીડિયો રૂપે વાસ્તવિકતા જોઈ શકશો )
આ તો માત્ર ઉદાહરણ છે આવા હજારો વિદ્યાર્થીઓ તમારી આસપાસ પણ હશે કે જેમને એક નહીં પણ 20-20 પરીક્ષાઓ એક પણ રૂ.આપ્યા વગર મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી હશે તો બસ હવે કરવું શું ??
તાજેતરની ઘટનાઓમાંથી ઉદ્દભવતી અફવાઓ પર ધ્યાન આપવાના બદલે આપ અથવા આપણા બાળકોને આવા પોઝિટિવ ઉર્જાના વાતાવરણમાં જ રહેવા પ્રયાસ કરવો.
( નોંધ :: ખોટું કરનારા હશે તો પણ એ 0.0…. % માં જ હશે એટલે ચિંતા કરવી નહીં અને એ કાનૂનનો વિષય છે, આપણો નહીં, આપણે તો તૈયારીની મસ્તી માં ડૂબી જવું )
સફળતા આજે નહી તો કાલે ચોક્કસ મળશે જ
*…………………………..કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી*
લિ.. ડૉ. દિનેશ…… (જ્ઞાતિ… *ભારતીય* જ સમજવી )
(નાવિસણા -વડગામ)
——————————————————————-
15 अगस्त…
सुबह से ही शहर आज़ाद हो रहा था । उत्सव मना कर मैं भी वापस लौट रही थी। आज़ादी के ख़याल और भारत मन पर छाया हुआ था ।
रोज़ गुजरती हूँ उस रास्ते से पर फिर भी वहाँ नज़र कम जाती थी। आज अचानक ध्यान से देखा तो वहाँ से दो आदमी लौट रहे थे औऱ पीछे एक सूचना थी। मैंने दीवार पर लिखी वो सूचना पड़ी। जो सजावट में कहीं छुप सी गई थी । सूचना पढ़, मैंने तस्वीर खींची और चलने लगी।
पर आज़ाद का दिन था , भारत का दिन था, कुछ तो खास था। पास ही एक दुकान थी जहाँ “देशभक्ति” के गाने बज रहे थे। और गाना बज रहा था … IT HAPPENS ONLY IN INDIA….
संयोग था और शायद व्यंग्य भी ।