વડગામનું કાવ્ય અને પદ્યસાહિત્ય

19.07.2018

કહું છું આજ મેલી દો મને એકલો.
અરે નથી જોઈતો વળી આ વેપલો.
ભલો મનખો દેહ મળ્યો દૂધે દોહેલો.
છાંટા ઉડાડયા જગતે જાણે માંહ્યલો.
કહું છું આજ….

હાથે કરેલા હૈયે વાગશે એ જાણી લો.
આજ દન બધાનાં આવશે પામી લો.
પરસેવા પરકામ ને સતકર્મ કરી લો.
છતાય અપજશ કેરો લાહવો માણી લો.
કહું છું આજ….

કાંટાળો આ પંથ સદાય માટે વ્હોરી લો.
હે! અનાસક્ત બની આસક્તિ જીતી લો.
ફૂલડાં પથરાશે પંથતણા વધાવી લો.
તાં કામ ન લાગે પરકામ લાગશે જાણી લો.
કહું છું આજ….

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

15.07.2018

આભ કે આંખો વરસે બોલો તમને શું ગમે ?
સાજન ધરતી કે ધબકાર તરશે બોલો તમને શું ગમે ?

  • પ્રશાંત કેદાર જાદવ (કોદરામ-વડગામ)

 

15.07.2018

 

કવિઓની મોસમ આવી છે.
વર્ષાની મોસમ આવી છે.

ફૂલગુલાબી ઠંડક વ્યાપી,
ગોટાની મોસમ આવી છે.

ભીની માટીની સોડમને,
લેવાની મોસમ આવી છે.

પૂર બહારે ખીલે ધરતી,
કૂંપળની મોસમ આવી છે.

મા…. આપે શેકીને ધાણી,
ખાવાની મોસમ આવી છે.

કાગળની હોડી ને બચપણ,
તરવાની મોસમ આવી છે.

ચાલ ‘કમલ’ જઇએ જંગલમાં
ફરવાની મોસમ આવી છે.

  • કમલ પાલનપુરી
    [કમલેશભાઈ મકવાણા – જલોત્રા(વડગામ) ]

 

 

14.07.2018

[1]

ચાલો જીવી લઈયે ભૂલ ને ભૂલાવી ને,
મંઝીલ સામે જઈયે કદમ ઉઠાવી ને.

ના કરીયે ગફલત ફરી થી એજ જીવન મા,
આગળ વધીયે નવો રસ્તો બનાવી ને.

ના ખબર પડે મને છંદશાસ્ત્ર ની છતાય,
લખીયે નવી રચનાઓ કલમ ઉઠાવી ને.

ભલે ને ભૂલ કાઢે લોકો આપણા મા,
વધશુ આગળ મન ને સમજાવી ને.

ઉદાસ ન થા મન મારા ફરી કર કોશિષ,
પ્રયત્નો થકી જ નવી ડગર બનાવી ને.

  • અનવર જુનેજા (વડગામ)

[2]

થયું મિલન ત્યારે હૈયાને ખાલી કરવા ખભો મળ્યો,
વરસો બાદ ખોવાયેલો જાણે હું પોતાને મળ્યો.

લાંબી છે સફર ને સાથ નથી સંગાથ નથી કોઈનો,
ઘણું થાકી ગયા પછી આજે મને વાતો નો વિસામો મળ્યો.

ઘણા ચહેરાઓમાં શોધ્યો મેં પોતાને, ખૂબ મળ્યાને છૂટ્યા,
મારું જ પ્રતિબિંબ જોવા મને એની આખો નો આયનો મળ્યો.

જખ્મો તો મળ્યા એટલા કે કોને કહેવા આપણા,
હવે મળ્યું કોઈ પોતાનું એવો અહેસાસ પોતાનો મળ્યો.

ભૂલાયેલો ભટક્યા કરું છું હું આ જગત પર,
હાથ પકડીને સાથ આપનારો સાથ કોઈનો મળ્યો.

જિંદગીની રમત પણ બહુ અજબ છે દોસ્તો,
કોઈ પણ સબંધ વગર આજે આ ખોવાયેલા ને ઋણાનુંબંધ મળ્યો.

  • મનીષ ડી.ચૌધરી (વડગામ)

 

13.07.2018

જાહેરમાં રડીય શકતો નથી.
સાવ સાદો છું નડિય શકતો નથી.

ખુદ મને જડીય શકતો નથી.
ક્યાં સંતાયો છું? કળીય શકતો નથી.

ઠોકરથી પડીય શકતો નથી.
ઘણો ઘવાયો છું,થોભીય શકતો નથી.

જમાનાથી લડીય શકતો નથી.
જમ જેવો છે,જીતીય શકતો નથી.

મહેફિલ માણીય શકતો નથી.
જુઠ્ઠા જામ છે,લથડીય શકતો નથી.

આઘાતથી ડરીય શકતો નથી.
ભેરૂના જ ભય,કંઈ કરીય શકતો નથી.

ધીમેથી દોડીય શકતો નથી.
ટેવાયેલા શ્વાસ છે,હાંફીય શકતો નથી.

જાહેરમાં રડીય શકતો નથી…..

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

11.07.2018

[1]

એકલતા એવી તો ખૂંચે છે,ઘણી વખત.
આસપાસનું અજવાળું અંધારામાં ખોવાઈ જાય છે.

આંસુ અમસ્થા નથી! નીકળતા આંખમાંથી,
લાગણીનો ડૂચો ગળામાં ભરાઈ જાય છે.

વીતેલી પળોનો બેકઅપ ના હોય બોસ!,આવનારી
પળોને ઇન્સ્ટોલ કરવામાં સમય વીતી જાય છે.

સુખને નથી બાથ ભીડી શકાતી,
દુઃખને નથી લાત મારી શકાતી,
રોજ નવું પ્લાનીંગ!શા માટે,સમજાય છે?

આ રહી જશે,તે રહી જશે,પેલું રહી જશે,
અતિ મહત્વકાંક્ષામા જાત ભૂલી જવાય છે.

ક્યારેક એકલા હસી પડાય છે.
ક્યારેક એકલા રડી જવાય છે.
ઉપરવાળા!તે દીધેલું જીવન ત્યારે જ સમજાય છે.

સમય વીતી જાય છે…….

  • નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

[2]

સમયની રેત પર પડેલા પગલાં નથી રહેવાના.
તમે આવ્યા ને આ ગયા, કાયમ નથી રહેવાના.

મળીશું બેહદ એ શમણાં,હકીકત નથી રહેવાના.
ઉડે છે રાખ આ મિલનની,મળતા નથી રહેવાના.

સમેટુ યાદ એ વખતની,દિવસો નથી રહેવાના.
ચુભે છે ઘાવ એ સ્મરણનાં,ઘાયલ નથી રહેવાના.

ચુકેલી નાવ એ સફરની,મુસાફિર નથી રહેવાના.
જીવીશું જાણી એ મરણને,ભટકતા નથી રહેવાના.

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

[3]

પગલું એક ચાલ્યા ને જોજન થયું.
ત્રાંસુ તમે હસ્યા ને ખંજન થયું.

સ્થિર થઈને વહી રહયા ખળખળ,
ડૂબકી તમે લગાવી ને મંથન થયું.

આંસુ વ્યથાને લઈ પડયા ટપટપ,
મળ્યા તમે અમસ્થા ને સર્જન થયું.

લાગ થઈને લડી રહયા લથપથ,
ઝલક તમે પળભર ને ચમન થયું.

પગલું એક ચાલ્યા ને જોજન થયું…..

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

05.07.2018

વડગામના પસવાદળના શ્રી નિતિનભાઈ રાવલની ત્રણ રચનાઓ…..

[1]

રેતની જેમ ઉડતો રહ્યો.
જ્યા હતો ત્યા ન રહ્યો

હવામાં તારા શ્વાસનો,
અહેસાસ લઇ વહી રહ્યો.

પુછે છે બધા અત્તરનું,હું,
ફોરમનું નામ લઇ રહ્યો.

સોડમ તારી મને જ,
વરતાય,મનમાં કહી રહ્યો.

મ્હેક છે ને,આ ગુલદસ્તો,
ક્યાક મુજમાં ઘર કરી રહ્યો.

રેતની જેમ ઉડતો રહ્યો….

[2]

ક્યાં કદી માગ્યું છે આખું નગર તારું.
વિલસી રહ્યો ફકત એક નજર સારું.

ભાવ એવો રાખ્યો નથી, લૂંટી લઉ,
કાયા છોડી, નજરથી નજર ઉતારું.

એટલે,ક્ષણોને પત્તાની જેમ રમુ છું,
બાજી તું જીતી લે ને હરખાવું મારું.

ઇજહારનો તો સવાલ જ નથી,
એક નજર મળે ને! મનોમન વારુ.

[3]

માન્યું,જડતાં હોય.
થોડાં લચીલા થવાય.

આ તો મન છે મન,
ગમે ત્યારે છંછેડાય.

બંધનો ખુલ્લી આંખે,
આંખને બંધ કરાય.

પ્રયત્ન કરુ છું, હુ,
કંઇક શાશ્વત દેખાય.

શબ્દસ: જરૂરી નથી,
સર્વને સઘળું સમજાય,

નીતિન રાવલ (પસવાદળ-વડગામ)

 

05.07.2018

ગરીબી જવાન થઈ ગઈ,
અડધી રાતે
શહીદની પત્ની
પોતાના બાળકોને
સમજાવતી
હતી કે,
મારી એકલીના
હાથપગની
મજૂરી ઉપર
આપણું ઘર ચાલે છે
એમાં તમારી ભૂખ
સંતોષી શકું છું.
તમને ભણાવવાના
માત્ર અરમાન રહ્યા છે…
ભણાવી શકવાની કોઈ જ
સગવડ નથી.
આટલું કહેતા કહેતા
એ બિચારી બાઇથી
ડૂસકું નંખાઈ ગયું.
ને એ ડૂંસકાનો અવાજ
છેક
પાદર સુધી ગયો.
અને એ ડૂસકું સાંભળીને
પાળીયો
આખી રાત રડ્યો…

કમલ પાલનપુરી
9712118401

 

30/06/2018

પાનખરમાં એક કૂંપળ ફૂટી નીકળી.
ખરેખર જે નજાકતથી એ નીકળી.

જીવ રુંધાઇ ગયો શ્વાસ ચુકી ગયો,
લહેરકી એ હવાની પાતળી નીકળી.

ઝૂરી રહ્યો હું જરૂરથી ,એ સમય,
થપ્પો આપીને તુંય ગયો નીકળી.

નડે છે બંધનો બંધ કવરનાં,બાકી,
હકીકતથી આગળ ગયો હોત નીકળી.

મોહનાં કોણ!મોહતાજ નથી અહીં,
ભ્રમર વિના થોડી! ખીલે છે કળી.

ચહેરા હાવી થઇ જાય છે,એ હદે,
પોતાનાં લાગે હોય પારકા વળી.

ચાલને એક લટાર મારી આવીએ,
એ કૂંપળ નીજઘરે તો નથી?નીકળી

નીતિન રાવલ : (પસવાદળ-વડગામ)

 

28/06/2018

તન ભીંજાય ને મન ભીંજાય,
એ ભીંજાય અંગત હેત રે,સોડમ સાંભરે રે,
એ મારી વતનની ભીની ભીની રેત રે,સોડમ સાંભરે રે.

માટી મલકાય ને જાત હરખાય,
એ મ્હેકાય ઉકરડાની મ્હેક રે,સોડમ સાંભરે રે.
હવે નહિ જાઉં હું મેલી દેશ રે,સોડમ સાંભરે રે…

સીમ પછેડીથી નભમાં છવાય,
એ મેઘધનુની કોર રે,સોડમ સાંભરે રે.
જોયા કરે ટગર ટગર લોક રે,સોડમ સાંભરે રે…

રેશમી રૂમાલ જેવી ગોકળગાય,
એ બાળપણાની મોજ રે,સોડમ સાંભરે રે.
જૂની જૂની જગાડેલ જ્યોત રે,સોડમ સાંભરે રે…

હૂંફાળો ફુંફાળો બાફ વરતાય,
મસ્ત ખેતોમાં લહેરાતો મોલ રે,સોડમ સાંભરે રે.
વ્હાલો ઠંડી વાયરી નો સ્પર્શ રે,સોડમ સાંભરે રે…

ઝરમર ઝરમર મેહુલો ઝીલાય,
સુના પગલાં પકડે વાટ રે,સોડમ સાંભરે રે.
નળિયે વરસે જોગનો ધોધ રે,સોડમ સાંભરે રે…

મંદ મંદ જાણે! જોબન છલકાય,
માદક ચોતરફ એવો ઘાટ રે,સોડમ સાંભરે રે.
નહીં ભીંજાવામાં લગીર બાધ રે,સોડમ સાંભરે રે…

એ મારી વતનની ભીની ભીની રેત રે…..

નીતિન રાવલ : (પસવાદળ-વડગામ)

 

25/06/2018

કોઇ દિવસ મ્હેર જેવું થઇ ગયું.
ક્યાંક કાળા કેર જેવું થઇ ગયું.

આજ સામે એ મળી, બોલી નહીં,
એનુ વર્તન શે’ર જેવું થઇ ગયું.

શું લખ્યો કાગળ તમે નફરત ભરી,
આ હ્રદય ખંડેર્ જેવું થઇ ગયું.

કો’ક મારા પર હવે હાવી થયું,
જીવતર ત્યાં ઝેર જેવું થઇ ગયું.

જ્યારથી તેં એકલો મૂક્યો મને,
ત્યારથી અંધેર જેવું થઇ ગયું.

આવવાની વાત જ્યાં એની સુણી
ને ગલીમાં લ્હેર જેવું થઇ ગયું.

એક સાંધે જ્યાં મથીને આ ‘કમલ’,
ભાગ્ય તૂટે તેર જેવું થઇ ગયું.

કમલ પાલનપુરી
[કમલેશભાઈ મકવાણા – જલોત્રા(વડગામ) ]

 

23/06/2018

નવા ઘરમાં પ્રવેશ કરતાં……

સામાન જે બદલી રહ્યો છું હું.
જરા હિસાબ પતાવી લઉ હું.

આટલું રહ્યો આટલું ભોગવ્યું,
આ લો પકડો ચાલતો થાઉં હું.

ઉપાડ્યો ભર્યો ગોઠવ્યો ગાડીમાં,
નીકળી પડ્યા રસ્તે બધા ને હું.

ફરીથી ઉપાડ્યો મુક્યો ગોઠવ્યો,
નવું મારું ઘર ને ઘરમાં નવો હું.

ધીરે ધીરે પ્રસર્યો ઘરમાં એ રીતે,
ઘર બદલ્યું પણ રહ્યો હું નો હું.

એ જ રીતે બદલાઈ જવાનું,
ખોળીયું એક’દિ તોયે હું હું હું.

નીતિન રાવલ : (પસવાદળ-વડગામ)

 

21/06/2018

ગાઢ નીંદરડી ક્યારે આવી? ખબર નથી.
આફત કે પ્રેમ ઉજાગરાનો, ખબર નથી.

ઝબકી ને જાગી જવાય છે,કોઈક,
છે બારણે કે ભીતર એ,ખબર નથી.

જમાનો છે આ તો, ડરી જવાય છે,
એ પારકા છે કે પોતાનાં, ખબર નથી.

ક્યારેક સારું સારું લાગી આવે છે,
સપનું છે કે હકીકત એ ,ખબર નથી.

ખબર બધીય હું કામ રાખવી ભઈ,
ખોટે ખોટુય કે છે લોકો કે ખબર નથી.

આ શ્વાસ છે ને ત્યાં સુધી આવું બધું,
છોડયા પછી તો ?????,ખબર નથી.

નીતિન રાવલ : (પસવાદળ-વડગામ)