કરમાવદ

મોટીદાઉ, તા. વિસનગર ખાતે આવેલ નર્મદા પંમ્પીંગ સ્ટેશન જ્યાંથી કરમાવાદ સુધી પાઈપલાઈન નંખાશે.

કરમાવાદ પાણી લાવવાનું છે, તે મોઢેરા પાસેનું સમલાયાપુરા ખાતે આવેલ નર્મદા પેટા કેનાલ તથા પંમ્પીંગ સ્ટેશન

“રૂ ૮૬૨ કરોડના ખર્ચે નર્મદાના નેવાના પાણી કરમાવદ તળાવ રૂપી મોભારે ચડશે”

 

સરકારશ્રીનો ખેડૂતો પ્રત્યે હકારાત્મક વલણ ને પરિણામે મોટીદાઉ તા. વિસનગર થી કરમાવદ સુધી આશરે ૬૦૦ફૂટ કરતાં વધુ ઉંચાઇ પર લીફ્ટ કરી નર્મદાના નીર,આશરે ૧૫૪ તળાવ,ઉમરેચા ચેકડેમ અને મુક્તેશ્વર ડેમમાં નાખવામાં આવશે.”

 

મોટીદાઉ તા વિસનગર પંપીગ સ્ટેશન જ્યાંથી કરમાવદ માટે પાણી લેવાનુ છે.આ પાણી નર્મદા મુખ્ય કેનાલ પર મોઢેરા પાસે આવેલ સમલાયાપુરા ગામ પાસેથી પંપીગ દ્વારા બે પાઇપલાઇન મારફત આવે છે.આ પંપીગ સ્ટેશન ની બાજુમાંથી જ કડાણા ડેમથી ગ્રેવીટી (ઢાળ) થી આવતી સુજલામ સુફલામ કેનાલ પણ પસાર થાય છે.આ પંપીગ સ્ટેશન નર્મદા મુખ્ય કેનાલ થી અંદાજે ૩૦ કિલોમીટર છે.

મોટીદાઉ થી કરમાવદ તળાવ અંદાજે ૬૦૦ ફુટ કરતા વધુ ઉંચાઇ પર આવેલ છે.આ પાઇપલાઇન માટે કુલ 4 જગ્યાએ પંપીગ કરવામાં આવશે મોટીદાઉ, ખટાસણા તા ઉંઝા,મેપડા-પેપોળની આજુબાજુ થી તા વડગામ ત્યાંથી વણસોલ તા વડગામ.વણસોલ થી પાણી કરમાવદમાં નાખવામાં આવશે.

આ પાઇપલાઇન મારફત ઉંઝા,સિધ્ધપુર, વડગામ તાલુકાના પાઇપલાઇન ની આજુબાજુ 3 કી.મી.સુધી આવતા 154 તળાવ તેમજ લુખાસણ ખાતે આવેલ ઉમરેચા ચેકડેમ અને મુક્તેશ્વર ડેમમાં પણ પાણી નાખવામાં આવશે.સાથે સાથે અત્યારે ડીંડરોલ તા સિધ્ધપુર થી મુક્તેશ્વર સુધીની પાઇપલાઇન ચાલુ છે,તેને વરસડા તા વડગામ ખાતે જોડાણ આપવામાં આવશે.આ યોજનાની અંદાજીત કિંમત રુ 862 કરોડ છે.જેમા અમુક વધારો થવાની શક્યતાઓ ખરી.આ પ્રોજેક્ટ થી અંદાજિત અઢાર હજાર હેક્ટર જમીન ને ફાયદો થશે,એવી સંભાવના છે.

મોટીદાઉ થી ધરોઇ ડેમ,ચિમનાબાઇ સરોવર અને સતલાસણા તાલુકાના વરસંગ તળાવ મા પાણી ભરવામાં આવે છે.

સુજલામ સુફલામ કેનાલ જે કડાણા ડેમથી આવે છે.જે અરવલ્લી,હિંમતનગર, વિજાપુર તાલુકાના મહુડી,ગોઝારીયા,વિસનગર ના દેલા થી મોટીદાઉ માતપુર તા પાટણ (હાજીપુર) થઈ સરસ્વતી તાલુકાના એદલા,ધારુસણ થઈ બનાસકાંઠામા જાય છે.આના દ્વારા પાટણ ખાતે સરસ્વતી નદી પર આવેલ ડેમ પણ ભરવામાં આવે છે.આ કેનાલ નુ ખાત મુહુર્ત માન.વડાપ્રધાન શ્રી મોદીસાહેબ દ્વારા બાલીસણા તા પાટણ ખાતે થયેલ.

વચ્ચેની લીલી લાઇન છે તે મંજૂર થયેલ છે.

 

 

( ઉપરોક્ત ટેક્નિકલ માહિતી આપવા  બદલ મા. શ્રી વિષ્ણુપ્રસાદ મેવાડા સાહેબનો આભાર )

નોંધ :- આ બધી વિગતો પ્રારંભિક છે , કોન્ટ્રેક્ટ આપ્યા બાદ ફેરફાર થઇ શકે.