UGVCL Letter

Dear Nitinbhai,

Here with Attached the respective view of Field office of
UGVCL regarding changing in power schedule of Agriculture
Feeders of Vadgam substation.


Er. Daud Jamal Aglodia
Dy. engineer,Tech-1
UGVCL

UGVCL-1

UGVCL-2

વડગામ પંથક દુષ્કાળ તરફ આગળ ધપી રહ્યો છે ?. – નીતિન એલ. પટેલ

વડગામ પંથકમાં ૨૦૨૦ ના ઓગષ્ટ મહીનામા ૬૪૪ મી.મી સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૧ ટકા નોંધાઈ ચૂક્યો હતો. આ વર્ષે ૨૦૨૧નો ઓગષ્ટ કોરો ધાકોડ પુરો થવામાં છે એટલે કે કહી શકાય કે ૨૦૨૧ના ઓગષ્ટ મહિનામાં  ૦૦ મી.મી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ માત્ર ૪૪.૮૪ ટકા છે એટલે વડગામ તાલુકાને ભૂગર્ભ પાણીની ભયંકર સમસ્યાઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.
સરકારના નિયમ મુજબ ૧૦ ઈંચથી ઓછો વરસાદ થાય અથવા ૩૧, ઓગષ્ટ સુધી સળંગ ૨૮ દિવસ વરસાદ ન આવે તો દુષ્કાળ જાહેર કરી શકાય. વડગામ તાલુકામાં ૧૦ ઈંચ ઉપર તો વરસાદ થઈ ચૂક્યો છે પણ છેલ્લા ૨૫ દિવસથી વરસાદ વરસ્યો નથી એટલે આપણે દુષ્કાળ નો સામનો કરવા તરફની મુશ્કેલીઓ તરફ આગળ વધી રહ્યા છે. ચોમાસું ખેતી મોટેભાગે નિષ્ફળ બની ચૂકી છે. આકરા દિવસોનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ રહી છે.
નિતીન એલ. પટેલ
( વડગામ)

કોરોના ડાયરી – ૦૭.૦૫.૨૦૨૧

વડગામ તાલુકા મથક સહીત બસુ, છાપી, મોરિયા, માહી,અને જલોતરામાં કોવીડ કેર સેન્ટર આરોગ્ય વિભાગ , લોકસહયોઞ તેમજ સ્થાનિક સહકારી તેમજ સામાજિક સંસ્થાઓ ના સંકલનથી શરૂ થયા એ આવકાર્ય છે જેનાથી સ્થાનિક કોરોના સંક્રમિત લોકોને પ્રાથમિક સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ થશે. તાલુકાના વધુમાં વધુ ગામડાઓમાં સ્થાનિક લોકો, દાતાશ્રીઓ, સહકારી, સામાજિક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગ ના સંકલનથી કોવીડ કેર સેન્ટરો શરૂ થાય તો સ્થાનિક લોકોને આઈસોલેશન અને પ્રાથમિક સુવિધાઓ અને માર્ગદર્શન ઘર આંગણે મળી રહે જેનાથી બિનજરૂરી દોડધામ અને મુશ્કેલીઓ ઓછી વેઠવી પડે.

સાથે સાથે રસીકરણ, માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ, જરૂર જણાય તો કોરોના ટેસ્ટ રીપોર્ટ, અન્ય જરૂરી જીવનશૈલી વગેરે બાબતો નુ પ્રજાજનો ચુસ્તતાપૂર્વક અને ઞંભીરતાથી પાલન કરે એ અતિ આવશ્યક છે, એના વિના માત્ર કોવીડ કેર સેન્ટરોથી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં મળે. સંક્રમણના ફેલાય અને ઓછું ફેલાય એવી જીવનશૈલી અને જરૂરી રસીકરણ સાથે ઞાઈડલાઈન નું પાલન કરશો તો જ આપણા વિસ્તારના જે પ્રજાજનો ઞંભીર સમસ્યાનો‌ સામનો કરી રહ્યા છે એમને યોગ્ય સારવાર ઉપલબ્ધ બની શકશે.

ઓછામાં ઓછાં લોકો કોરોના સંક્રમિત બંને એના ઉપર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ અને આખરી ઉપાય છે.

દરમિયાન તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે વડઞામ તાલુકા પંચાયતના તમામ ડેલીઞેટસોએ નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવાની સહમતી સાથે ભલામણ જિલ્લા પંચાયતને મોકલી આપી છે. ઉપરાંત પ્રતિક ઞાધી નામના કલાકાર કોઈ NGO ઈનીશીયેટીવ કરી રહ્યા છે એવા સમાચાર કન્ફર્મ કર્યા છે. વડગામ MLA પણ પ્રયત્નશીલ છે.

આમ ઓક્સિજન પ્લાન્ટ ચર્ચાને ચગડોળે છે પણ કામ એટલું સહેલું ન હોઈ એ સ્થપાય અને તાલુકાની જનતાને જરૂરી પુરવઠો ઉપલબ્ધ બને છે કે કેમ એ અત્યંત મહત્વપૂર્ણ છે. ઓક્સિજન પ્લાન્ટ માટે પ્રયત્નો થઈ રહ્યા છે તો ઘણી જગ્યાએ દાતાશ્રીઓના તેમજ ગામલોકોના, સામાજિક સંઞઠનોના સહયોગ થકી ઓક્સિજન સિલિન્ડર પણ ખરીદવામાં આવી રહ્યા છે એટલે આશા છે કે આવનાર સમયમાં વડગામ તાલુકો ઓક્સિજન પૂર્તિ બાબત સ્વ-નિર્ભર બની શકે.

વર્તમાન પરિસ્થિતિ જોતાં આપણે નાજુક પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છીએ એટલે જેટલા જાગૃત બનીશું એટલુ ભવિષ્ય આપણા માટે, આપણા પરિવાર ,સમાજ, ગામ માટે સુરક્ષિત રાખી શકીશું.

જે પણ મિત્રો, પ્રજાજનો, દાતાશ્રીઓ, સામાજિક- સહકારી સંઞઠનો, આરોગ્ય કર્મચારીઓ, વહીવટ તંત્ર અને સ્વયં સેવકો કોરોના સામેની જંઞ માં તાલુકાના જરૂરિયાતમંદ પ્રજાજનો પોતાનાથી બનતી મદદ અને પ્રયત્નો કરી રહ્યા છે તે તમામ અભિનંદનને પાત્ર છે.🙏

www.vadgam.com

કોરોના ડાયરી – ૦૪.૦૫.૨૦૨૧

www.vadgam.com

વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ પ્રમાણે દર દશ હજારની વસ્તીએ ૫૦ બેડ હોવા જોઈએ. અને મારા મતે આ ૫૦ બેડ માત્ર ખાટલો-ગોદડું અને ઓસીકું નહી પણ જરૂરી તમામ સુવિધાઓ સાથેના હોવા જોઈએ એવો મત વિશ્વ આરોગ્ય સંસ્થનો પણ હશે એવું હું ચોક્કસ માનું છું. હવે વડગામ તાલુકાની કુલ વસ્તી આપણે અંદાજીત ૩,૦૦,૦૦૦ ગણીએ તો સરકારી, સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલોમાં થઈ વડ્ગામ તાલુકામા કુલ ૧૫૦૦ બેડની સગવડ હોવી જોઈએ એવો એક પ્રાથમિક અંદાજ વડગામ તાલુકા માટે બાંધી શકીએ. ઓક્સિજન વિના ૩ મિનિટ જીવી શકાય એવુ આપણને સમાજજીવનમાં કે અભ્યાસક્રમમાં કોઈએ જણાવ્યુ નહોતું પરિણામે ઓક્સિજનની પણ ક્યારેક જરૂરિયાત ઉદ્દભવી શકે એ અંગે ક્યારેય વિચાર્યુ નથી અને પરિણમે એની કોઈ કાયમી વ્યવ્સ્થા પણ આપણે ઊભી કરી શક્યા નથી અને આ પરિસ્થિતિ મોટે ભાગે અમુક અપવાદોને બાદ કરતા બધી જગ્યાએ જોવા મળે છે. કોરોનાનો રોગ શ્વસનતંત્ર અને ફેફ્સાંને અસર કરે છે અને એની ટ્રીટમેન્ટમાં સૌથી વધુ મહત્વ ઉચ્ચ ગુણવત્તા વાળા વેન્ટીલેટરની છે જે વડગામ તાલુકામાં ઉપલબ્ધ નથી.એઈમ્સના વડા ડૉ. રણદિપ ગુલેરીયાના મતે રેમડેસિવર, ટોસલીઝુમેલ અને પ્લાઝ્મા એ કોરોનાની મુખ્ય સારવાર નથી. કોરોનાના દર્દીને શ્વાસ લેવામં તકલીફ ન હોય, તાવ ન હોય અને ઓક્સીજન લેવલ બરાબર હોય તો ગભરાવવાની જરૂર નથી વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે કોરોનાના દર્દીઓ કારણ વગર વધારે સીટી સ્કેન ન કરાવે તેનાથી કેન્સરનું જોખમ છે. તમે કોરોના પોઝીટીવ હો અને તમને હળવા લક્ષણો હોય તો તમારે સીટી સ્કેન કરાવવાની કોઈ જરૂર નથી. એક સીટી સ્કેનથી અંદાજે ૩૦૦ થી ૪૦૦ ચેસ્ટ એક્સરે જેટલું રેડીએશન થાય છે. વિશેષજ્ઞોએ યુવાનોને વારંવાર સીટીસ્કેન કરાવવાથી જીવનના પાછળના તબક્કાઓમાં કેન્સરનું જોખમ વધી જાય છે. તમને હળવુ ઇન્ફેક્શન હોય, દર્દી હોમ આઇશોલેશનમાં હોય અને ઓક્સિજ્નનુ લેવલ યોગ્ય હોય તો સીટી સ્કેન ન કરાવવું જોઈએ. શક્ય હોય તો પહેલા ચેસ્ટ એક્સરે કરાવી શકાય છે અને જરૂર પડે તો જ સીટી સ્કેન કરવવો જોઈએ.
નિષ્ણતોનું દ્રઢપણે માનવું છે કે વેક્સિનના બન્ને ડોઝ લેનાર વ્યક્તિઓને જો કોરોના થાય તો તેઓ ગંભીર સ્થિતિએ પહોચતા નથી એટલે કે તેમને ઓક્સિજન, રેમડેસીવર, વેન્ટીલેટર જે બાયપેપની જરૂર પડતી નથી એટલું જ નહી બેડ પણ શોધવો પડે તેવી સ્થિતિ વિક્સિન લેનારને કોરોના થાય તો આવતી નથી. લોકો ઇંજેક્શન, ઓક્સિજન કે અન્ય લાઈનમાં ઊભા રહે તેના કરતા રસી માટેની લાઈનમાં ઊભા રહે. ત્રીજો વેવ આવશે તો વિક્સિન જ બ્રહામ્સ્ત્ર છે.
ઉપરની કથા માંડવાનો એક જ આશય કે કોરોનાની સારવારા માટે આપણી જોડે જરૂરી મેડિકલ સાધન સામગ્રી અને અન્ય સુવિધાઓ બહુ જ અલ્પ પ્રમાણમાં છે. તાલુકામાં આપણી જોડે કોઈ એવુ મોટુ સંગઠન કે સંકલન નથી કે આ બધી જરૂરિયાતોને લાંબા સમય સુધી ઉપલબ્ધ ક્રરાવી એને મેનેજ કરવાની સાથે કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરી શકે. વ્યક્તિગત રીતે અમુક દાતાશ્રીઓ, સેવાભાવી સંગઠનો , સામાજિક સંગઠનો,સ્વયંસેવકો, રાજકીય અગ્રણીઓ અને તાલુકાના આરોગ્ય કર્મચારીઓ જરૂર પોતાનાથી બનતા પ્ર્ર્યત્નો કરી રહ્યા છે પણ એ અપુરતા હોવાની સાથે સમગ્ર પરિસ્થિતિને મેનેજ કરી લાબાં સમય સુધી ચલાવવું એ અત્યંત કઠીન કાર્ય છે જે કોઈ એક વ્યક્તિનુ કામ નથી અને અગાઉ જ્ણાવ્યુ તેમ આપણી જોડે કોઈ એવુ માળખુ કે સંક્લન નથી કે વધતા જતા કોરોના સંક્રમણ કેશો કે જેને લાબાં સમય સુધી મેનેજ કરી શકાય. તાલુકામા દાતાઓના સહયોગ અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેર સેન્ટર શરૂ કરવાથી ચોક્કસ લોકોને રાહત મળી છે અને અનેક લોકો આ કોરના કેર સેન્ટરમાં સારવાર મેળવી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

પણ આપણે તાલુકામાં કોરોના સંક્રમણ વધતુ અટકે એ માટે સર્વ સમાજે અથાક પ્રયત્નો કરવા પડશે અને એ જ આપણા માટે સૌથી કોરોના સામેની લડાઇનો સૌથી વધુ અસરકારક ઉપાય બની શકે એમ છે. દરેક માણસ પોતે પોતાનું ધ્યાન રાખે તોય આ કોરોના નામના કાળને આપણે ચોક્ક્સ નાથી શકીશું. કપરી સ્થિતિની ફરિયાદો કરવા કરતા તેમાંથી કઈ રીતે નીકળી શકાય તેના પ્રયત્નો કરવા બહેતર છે. આપણે થાકી શકીએ પણ વાયરસ નહી અ સનાતન સત્યને સ્વીકારી જે પણ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે તેમને ઉત્તમ સુવિધાઓ મળે તેવા સામુહિક પ્ર્યત્નો કરવાની સાથે બીજા અન્ય લોકો કોરના સંક્રમણ નો ભોગ બનતા અટકે એ દિશમાં જન જાગૃતિના પ્રયાસો અવ્શ્ય કરીએ. સમાજ જેટલો જાગ્રુત એટલી સમસ્યા ઓછી. જાહેર ક્ષેત્રે સાધન-સવલતો કેટલી અગત્યની છે તેમજ પર્યાવરણની સમતુલા જાળવવી કઇ હદે મહત્વની છે તેનુ કોરોના પછી જાણે માનવ જગતને બ્રહ્મજ્ઞાન થયું છે. કોરોનાથી ઉગરવાના ઉપાય તરીકે રસીકરણ કરાવવાની સાથે સોશિયલ ડિસ્ટંસ અને આઈસોલેશનનુ પુરી સભાનતા સાથે પાલન કરીએ અને કરાવીએ. ચરક ઋષિ કહી ગયા છે કે વિષાદે રોગ વર્ધનાના શ્રેષ્ટ્તમ. એક કોરોના જ નહી કોઈ પણ રોગને વધારનાર સૌથી મોટુ પરિબળ વિષાદ ગણી શકાય આ વિષાદ રોગને સૌથી વધારે છે એટલે વિષાદમુક્ત બની મજ્બૂત મનોબળ સાથે આ બધી કડવી દવા જેવી બાબતોને સમજી કોરોનાને હરાવવા સંક્લ્પ્બધ્ધ બનીએ .

www.vadgam.com

વડગામ કોરોના અપડેટ – ૨૯.૦૪.૨૦૨૧

Covid-Update-Vadgam-29.04.2021www.vadgam.com

 વડગામ તાલુકામાં થયેલ રસીકરણ બાબત ઓનલાઈન મળેલ થોડીક વિગતો જોઈએ તો અત્યાર સુધી એટલે કે ૨૯ એપ્રિલ ૨૦૨૧ સુધી તાલુકામાં બધાં જ CHC અને PHC ઉપર થઈ માત્ર ૫૩,૧૧૪ લોકોએ રસીકરણ કરાવ્યું છે હવે તાલુકાની અંદાજીત વસ્તી ૩,૦૦,૦૦૦ ગણીએ તો ટકાવારીની દ્રષ્ટિએ માત્ર ૧૭.૭૦ % લોકોએ વેક્સીનેશન કરાવ્યું છે. એમાં પણ મોરિયા અને મેમદપુર જેવા CHC સેન્ટરો માં તો અનુક્રમે માત્ર ૩૭ અને ૫૯ લોકોએ રસીકરણ કરાવ્યું છે. મેડિકલ જગતના નિષ્ણાતો અને અન્ય વિદ્વાનો નો અભિપ્રાય જોઈએ તો રસીકરણ કરાવેલું હોય તો વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છતાં એ મોતના મુખ માંથી બચી શકે છે એટલે રસીકરણ એ કોરોના સામેની લડાઈનુ અભેદ શસ્ત્ર સાબીત થઈ શકે. ઉપરાંત ૭૦ ટકા લોકો રસીકરણ કરાવે તો હર્ડ ઇમ્યુનીટી પેદા થાય અને પરીણામ સ્વરૂપે કોરોના સંક્રમણ આગળ વધતું અટકી શકે. આ આંકડાને આધારે વડગામ તાલુકામાં ઓછામાં ઓછા ૨,૧૦,૦૦૦ લોકોએ રસીકરણ કરાવવું જોઈએ તો જ તાલુકાની જનાતમાં હર્ડ ઇમ્યુનીટી પેદા થાય. તાલુકામાં ઓછામાં ઓછા ૨,૧૦,૦૦૦ લોકોનું રસીકરણ થવું જોઈએ એની સામે અત્યાર સુધી માત્ર ૫૩,૧૧૪ લોકોનું રસીકરણ થયું છે એટલે હજુ ૧,૫૬,૮૮૬ લોકોએ ફરજીયાત રસીકરણ કરાવવું જોઈએ.વડગામ તાલુકામાં સૌથી વધુ રસીકરણ પાંચડા CHC ખાતે ૮૧૯૫ લોકોનું થયું છે જ્યારે સૌથી ઓછું રસીકરણ 37  લોકોનું મોરીયા CHC કેન્દ્ર ખાતે થયું છે. વડગામ તાલુકામાં રસીકરણ બાબતે દિલ્હી હજુ દૂર છે એટલે જેમ બને એમ તાલુકાના વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે એ તાલુકાના હિતમાં છે. જો કે રસીકરણનો પુરતો સ્ટોક ન હોવાથી પણ રસીકરણ કાર્યક્રમ મંદ ગતિએ ચાલી રહ્યો છે. સરકારી ચોપડે તાલુકામાં એક્ટિવ કેશ ૮૭ છે અને છતાં આપણે અત્યારે જરૂરી ઓક્સિજન અને રેમડેસીવર ઈજેક્શનની તેમજ વેન્ટીલેટરના અભાવે પરિસ્થિતિ સંભાળી શકતા નથી તો પછી કોરોના સંક્રમિત કેશો વધશે તો સારવાર બાબતે આપણી પરીસ્થિતિ અંત્યત દયનીય બની શકે એમ છે એટલે રસીકરણ અને જરૂરી સાવચેતીનું ચુસ્તપણે પાલન એ જ કોરોનાની સામે લડાઈનો અંતિમ ઉપાય છે. તાલુકાના વધુમાં વધુ લોકો કોરનાગ્રસ્ત બનતા અટકે એ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય અત્યંત મહત્વપૂર્ણ છે. પાણી પહેલા પાળ બાંધીશું આપણે ખૂબ જલ્દી વર્તમાન પરિસ્થિતિ માંથી બહાર નીકળી શકીશું. તાલુકામાં કોરોનાને કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે અને રિકવરી રેટ ૭૯.૦૭ જેટલો નીચો આવી ગયો છે જે ચિંતાનું કારણ છે.

તાલુકા મથક વડગામ સહીત મોરિયા, મગરવાડા, તેનીવાડા , છાપી, નળાસર, નાની ગીડાસણ, જલોત્રા તેમજ સલેમકોટ જેવા ગામો માંથી કોરોનાના વધુ કેશો આવી રહ્યા છે એટલે અન્ય ગામો સહીત આ ગામોમાં વધુ તકેદારીની જરૂરિયાત જણાઈ રહી છે. જે પણ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે અને સારવારની જરૂર છે તેમને જરૂરી મદદ્સ્વરૂપે તાલુકાના તમામ સમાજોની એક સંકલન સમિતિ બને અને યોગ્ય માળખું ગોઠવી જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરી મદદ સ્વરૂપે એક માળખું ગોઠવાય એ અત્યંત આવશ્યક છે. બેદરકારી સ્વરૂપે તાલુકાના વધુ લોકો કોરોના સંક્રમિત ના બને એ બાબતે જાગૃત બની અન્ય લોકોને પણ જાગૃત કરિએ. કોરના સંક્રમણ કાળ પુરો જરૂર થશે આપણે સાવચેત રહી ઓછામાં ઓછા લોકો આ કોરોના વાવાઝોડામાં ન સપડાય એની તકેદારી રાખીએ.