મુમનવાસમાં પરંપરાગત નોરતિયા રમવાની પ્રાચિન પ્રથા 25 – 30 વર્ષ બાદ પુનઃજીવિત.

વડગામ તાલુકાના મુમનવાસ ગામના વાલ્મીકી સમાજે પરંપરાગત નોરતિયા રમવાની પ્રાચિન પ્રથા 25 – 30 વર્ષ બાદ પુનઃજીવિત કરતા મુમનવાસ સહિત આજુબાજુના ગામડાઓ અંધારિયા, પાવઠી વગેરે ગામડાઓમાં નવરાત્રીના નવ દિવસ ગરબે રમી ગામડાઓમાં રોગચાળો ન આવે તે હેતુ દેવી શક્તિનીભક્તિ અર્ચના કરી હતી.