Articles

તા. ૦૪.૧૨.૨૦૧૮

પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા અને વોટ્સએપની વાતો

મિત્રો નમસ્કાર,

(આ લેખ સંપૂર્ણ વાંચવા ભલામણ છે)

નવ લાખ વિદ્યાર્થીઓ નવ હજાર પોલીસની જગ્યાઓ માટે પરીક્ષા આપવાના હતા, માની જ લો કે એ પરીક્ષા આપી દીધી કે હવે આપશે તો પણ એની

સંભાવના (Probability) શુ હોઈ શકે ?

9000 પોલીસ બનશે, અને બાકીના 8,91,000 નાપાસ થશે / નિષ્ફળતા મળશે

એટલે કે 99 % વિદ્યાર્થીઓ નિષ્ફળ અને 1 % વિદ્યાર્થીઓ સફળ થશે.

હવે રસપ્રદ વાત તો એ છે કે….

આ 1 % વિદ્યાર્થીઓને ખબર છે કે હું મારી મહેનતથી જ પાસ થયો છું, પરંતુ 99 % અસફળ હશે એ વિદ્યાર્થીઓ અને એમના વાલી, પરીવાર એમજ કહેશે કે મારો દીકરો 0.10 માટે, 0.50 માટે રહી ગયો, ત્યાં સુધી બરાબર પણ હવે મોટાભાગના નિષ્ફળ વિદ્યાર્થીઓ, એમના પરિવારજનો એમ કહેશે કે એતો પાસ થનારા રૂ. આપીને પાસ થઈ ગયા, અમે અથવા  અમારા બાળકો રહી ગયા ને માર્કેટમાં/ સોશિયલ મીડિયામાં // ગામના ચોકમાં વાતો આજ વધારે ચાલશે કે અમે રહી ગયા/અમારા બાળકો રહી ગયા  અને પાસ થનારા પર આરોપ લાગશે

કેમ ??

કારણ કે  જે વિદ્યાર્થીઓ સફળ છે એ માત્ર એક ટકા જ છે એટલે એ મહેનત કરીને પાસ થયા છે એવી સારી વાતો//પોઝિટિવ ઉર્જા માત્ર એક ટકા જ રહેશે, જ્યારે 99 ટકા નેગેટિવ ઉર્જા ( એક ટકા સફળ વિદ્યાર્થીઓ પર આરોપ મુકવાની વાતો) માર્કેટમાં/ સોશિયલ મીડિયામાં // ગામના ચોકમાં વધુ જોર શોરથી ફરશે એટલે આપણી આજુબાજુ પણ એ જ નેગેટિવ ઉર્જાની વાતો ચોક્કસ આવશે અને એ આપણે વિચાર કર્યા વગર સ્વીકારી લઈએ છીએ અને એ વાતો જ તૈયારી કરતા વિદ્યાર્થીઓ// આપણા પરિવારમાં હંમેશા અસર કરે છે

એટલે જે વિદ્યાર્થીઓ// જે વાલીઓએ પોતાના બાળકોને સફળતાનાં માર્ગે લઈ જવા છે એમને પોઝિટિવ ઉર્જામાં જ રહેવું, જે સફળ વિદ્યાર્થીઓ છે એમની વાતો સાંભળવી, નહીં કે નિષ્ફળ લોકોની….

નીચે કેટલીક પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય એ માટેના થોડા ઉદાહરણ ( આધાર પુરાવા સાથે) રજૂ કરું છું.

આ સિદ્ધિઓ વર્ષ 2018ના વર્ષની જ છે

  1. 2018ના વર્ષમાં સમગ્ર ભારતમાં સૌથી યુવા વયે એક ગરીબ ઘરનો છોકરો *IPS* બન્યો,

નામ છે, *સફીન હસન, વતન કાણોદર* ( કેવી પરિસ્થિતિ હતી એ જોવી હોય તો આ LINK પર જોઈ શકશો ( https://youtu.be/I-JUd34cviw )

  1. કુરિયર તરીકે ફરજ બજાવતો એક છોકરો *શ્રી મૌલિક શ્રીમાળી* આસિસ્ટન્ટ કમિશ્નર બન્યો, જુઓ ( https://youtu.be/SOLM21K6UjQ )

  1. સૌરાષ્ટ્રનો વતની અને ધીરુભાઈ અંબાણીના ગામનો એક છોકરો *શ્રી રવિ ચાવડા* ગાંધીનગરમાં જ સેક્ટર 21માં દૂધ વેચતો અને મહેનત કરી સિનિયર ક્લાર્ક બન્યો અને તાજેતરમાં 15 દિવસ પહેલા જ P. I. પણ બન્યો

https://youtu.be/E5LRDjMjRiA  )

(આ લિંક પર ક્લીક કરી તમે એમના જીવન વિશેના વીડિયો રૂપે વાસ્તવિકતા જોઈ શકશો  )

આ તો માત્ર ઉદાહરણ છે આવા હજારો વિદ્યાર્થીઓ તમારી આસપાસ પણ હશે કે જેમને એક નહીં પણ 20-20 પરીક્ષાઓ એક પણ રૂ.આપ્યા વગર મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી હશે તો બસ હવે કરવું શું ??

તાજેતરની ઘટનાઓમાંથી ઉદ્દભવતી અફવાઓ પર ધ્યાન આપવાના બદલે આપ અથવા આપણા બાળકોને આવા પોઝિટિવ ઉર્જાના વાતાવરણમાં જ રહેવા પ્રયાસ કરવો.

( નોંધ :: ખોટું કરનારા હશે તો પણ એ 0.0…. % માં જ હશે એટલે ચિંતા કરવી નહીં અને એ કાનૂનનો વિષય છે, આપણો નહીં, આપણે તો તૈયારીની મસ્તી માં ડૂબી જવું )

સફળતા આજે નહી તો કાલે ચોક્કસ મળશે જ

*…………………………..કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી*

લિ..  ડૉ. દિનેશ……       (જ્ઞાતિ… *ભારતીય* જ સમજવી )

(નાવિસણા -વડગામ)

——————————————————————-

 

Binal -15.08.2018

15 अगस्त…

सुबह से ही शहर आज़ाद हो रहा था । उत्सव मना कर मैं भी वापस लौट रही थी। आज़ादी के ख़याल और भारत मन पर छाया हुआ था ।

रोज़ गुजरती हूँ उस रास्ते से पर फिर भी वहाँ नज़र कम जाती थी। आज अचानक ध्यान से देखा तो वहाँ से दो आदमी लौट रहे थे औऱ पीछे एक सूचना थी। मैंने दीवार पर लिखी वो सूचना पड़ी। जो सजावट में कहीं छुप सी गई थी । सूचना पढ़, मैंने तस्वीर खींची और चलने लगी।

पर आज़ाद का दिन था , भारत का दिन था, कुछ तो खास था। पास ही एक दुकान थी जहाँ “देशभक्ति” के गाने बज रहे थे। और गाना बज रहा था … IT HAPPENS ONLY IN INDIA….

संयोग था और शायद व्यंग्य भी ।