કોટડી ગામનું પ્રેરક કાર્ય.

વડગામ તાલુકાના નાનકડા કોટડી ગામે એક દિશાસૂચક કાર્ય કર્યું છે. ગામના ચાર વિભાગ પડ્યા છે : ૧ ) ચબૂતરાનો ચોક ૨ ) શ્રી રામ ચોક ૩) ગામ પાદર ૪) ડેરીનો ચોક અને અને આ દરેક ચોકમાં આવેલ મહોલ્લા, મંદિર, દેરાસર, દૂધ મંડળી , પ્રાથમિક શાળા , નંદ ઘર ,બસ સ્ટેન્ડ ગામની બહાર નીકળતા રસ્તાઓ વગેરેને દિશા નિર્દેશ કરતા બોર્ડ ગામના સુજ્ઞ દાતાઓના સહકાર થકી મુકવામાં આવ્યા છે.ગામની શેરીઓ અને મહોલ્લાની  ભૌગોલિક સ્થિતિ દર્શાવતા બોર્ડ ગામ લોકોને તેમજ બહાર ગામથી આવતા મહેમાનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે ઉપરાંત પ્રસંગોપાત જયારે પણ કોઈને સરનામું આપવાનું થયા એવા સંજોગોમાં આવા બોર્ડ ગંતવ્ય સ્થળે પહોંચવા માટે ઉપયોગી બની શકે છે.ગામમાં કયા કયા સ્થળો અને વ્યવસ્થાઓ છે? કઈ કઈ જ્ઞાતિઓ વાસ કરે છે ?  તે પણ આવા દિશા સૂચક બોર્ડના માધ્યમથી સારી રીતે જાણી શકાય છે.કોટડી ગામમાં આવેલ સંવેદના ફાઉન્ડેશન ઘણા સમય થી ગામમાં રચનાત્મક કર્યો કરી રહેલ છે. વડગામ તાલુકાનું કોટડી ગામ નાનું છે પણ આ ગામની સકારાત્મક તેમજ  ગ્રામવિકાસની પ્રવૃતિઓની અન્ય ગામોએ પણ પ્રેરણા લેવા જેવી છે.

www.vadgam.com કોટડી ગ્રામજનો, દાતાશ્રીઓ અને સંવેદના ફાઉન્ડેશનને અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.