ચોમાસુ – ૨૦૧૮

Vadgam Logoતા. ૦૭.૦૬.૨૦૧૮

Paani૧૯૮૮ થી ૨૦૧૭ સુધીના આંકડાને ધ્યાન માં લઈએ તો વડગામ પંથકનો સરેરાશ વરસાદ ૭૭૮ મી.મી (૩૧.૧૨ ઇંચ) છે. એવું અનુમાન લગાવી શકાય કે આવનાર વર્ષોમાં જ્યાં સુધી વડગામ તાલુકા માં દર વર્ષે ૩૦ થી ૩૫ ઇંચ વરસાદ પડે તો તાલુકાના સરેરાશ વરસદનાં આંકાડામાં ખાસ કોઈ ફેર પડે તેમ નથી એટલે ભૂગર્ભ જળ ને લઈને ખાસ કઈ હરખાવા જેવી સ્થિતિ નાં બને જે છે એ ગબડ્યા કરે. હા એક માત્ર ઉપાય વરસાદી પાણી ને વહી જતું અટકાવી તેને ભૂગર્ભમાં ઉતારી તળનાં પાણીની પરિસ્થિતિ માં થોડો ઘણો સુધારો કરી શકાય. આનાથી ઉલટું જો આવનાર વર્ષો માં દર વર્ષે ૩૫ ઇંચ થી ઓછો વરસાદ થાય તો તાલુકાનાં ભૂગર્ભ જળ ની પરિસ્થિતિ કફોડી થાય. પર્યાવરણ અને વરસાદી પાણી સંગ્રહની બાબતમાં પ્રજાજનો ની બેદરકારી સરેરાશ આંકડાને ને ૩૦ ની નીચે નાં લઇ જાય એ જોવું રહ્યું.

ગુજરાત નાં ૨૫૧ પૈકી ૪૦ તાલુકાઓમાં છુટા છવાયા વરસાદ નું આગમન થઈ ચુક્યું છે ત્યારે બનાસકાંઠા નાં તમામા તાલુકા વરસાદ નાં આગમનની કાગડોળે રાહ જોઈએ રહ્યા છે. સુખદ સમાચાર એ છે કે હવામાન ખાતા એ આ વર્ષે સરેરાશ વરસાદ ની આગાહી કરી છે એ જોતા ૩૦ થી ૩૫ ઇંચ વચ્ચે વરસાદ થાય તો આ વર્ષનું ગાડું તો ગબડી જાશે પણ જે વર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ થયો એ વર્ષો ચોક્કસ કપરા હશે.

 

*****

 

તા. ૦૫.૦૬.૨૦૧૮

જાહેર વિજ્ઞપ્તિ

મુક્તેશ્વર જળાશય યોજના

કાર્યપાલ ઇજનેરશ્રી, સીપુ યોજના વિભાગ, પાલનપુરની યાદી જણાવે છે કે ચોમાસું-૨૦૧૮ દરમિયાન ચાલુ સાલે ઉપરવાસમાં ભાર વરસાદ થાય તો મુક્તેશ્વર જળાશય યોજના તાલુકો વડગામ તેની પૂર્ણ સપાટીએ ભરવાનું આયોજન છે. અને તેવા સમયે વધુ વરસાદ થાય તો ડેમના દરવાજા ખોલી પાણી નીચેવાસમાં સરસ્વતી નદીમાં પાણી વહેડાવવાની સંભાવના રહેલી છે. જેથી આવા સમયે તમામ જાહેર જનતાને જણાવવાનું કે નદીના વિસ્તારમાં પ્રવેશ કરવો નહિ, નદીના વિસ્તારમાં પ્રવેશ થવાને કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી હોઈ જેની જાહેર જનતાએ નોંધ લેવી અને જરૂરિયાતને સમયે જાનમાલને નુકશાન થાય નહિ તે રીતે પશુધન સાથે સલામત સ્થને ખસી જવા વિનંતી છે.

રેફ્: સંદેશ તા. ૦૩.૦૬.૨૦૧૮ પાના નં-૨

www.vadgam.com