પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન સંચાલિત ધાર્મિક મનોરંજન પ્રદર્શન.
છેલ્લા આઠ વર્ષથી વડગામ તાલુકાના પસવાદળ ગામમાં આવેલ લોક્શ્રધ્ધાના કેન્દ્ર સમા વિરપાનાથ દાદા મંદિર પરિસરમાં દર વર્ષે આસો સુદ એકમ થી આસો સુદ પૂનમ સુધી લાગલગાટ પંદર દિવસ સુધી દરરોજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી ધાર્મિક મનોરંજન પ્રદર્શન યોજાય છે. સામાજિક સમરસતાનું ઉડીને આંખે વળગે તેવું ઉત્તમ ઉદાહરણ ગામ લોકોપૂરું પાડી રહ્યા છે. ગામના હિંદુ-મુસ્લિમ યુવાનોનાં સહિયારા પ્રયત્નોથી દર વર્ષે સફળતાપૂર્વક આ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થાય છે. પસવાદળ ગામ સહીત આજુ બાજુ નાં અંદાજીત ૫૦ ગામોના લોકો આ અનોખી પ્રદર્શની નિહાળવા પધારે છે. આદર્શ ગામ, ભૂત, આદિવાસી પ્રજાનાં લોકજીવનની ઝાંખી, ઝૂલતો પુલ, ગુફા, બરફનું શિવલિંગ, હવામાં બેઠેલા સાધુ, અંબાજી, ગણપતિ, હનુમાનજી નાં મૂર્તિ દર્શન , ગાયના આંચળ માંથી દૂધ આવવું વગેરે અનેક પ્રકારની રજુઆતો આ ધાર્મિક પ્રદર્શન માં રજુ કરવામાં આવે છે. વડગામ તાલુકામાં આ પ્રકારની એકમાત્ર પ્રદર્શની પાસવાદળ ગામમાં દર વર્ષે યોજાય છે. ધાર્મિક તેમજ સામાજિક સમારતારૂપ આ પ્રકારનું આયોજન કરવા બદલ www.vadgam.com સમસ્ત પસવાદળ ગ્રામજનોને અભિનંદન પાઠવે છે.