સંપાદન

ગર્દભ અંગે ચંદન લેપ ! તો પણ એને રાખનો કેફ !!

જેના દેહે આ સહજ ગણ ! તે કદી નહિ પલટાય ક્ષણ !!

 

વાનરને ગળે મોતીમાણેક ! ચાવીને એ થૂંકે અકેક !!

તુકા કહે દુષ્ટને ગમે નહી હિત ! અજ્ઞાનમાં આળોટે નિત !!

 

  • તુકારામ

 

*****

 

दु:खं सत्यं सुखं माया ; दुखं जन्तो: परं धनम !

दु:खं जीवन – हृदगतम !

છીછરું જીવન માને છે કે સુખ એ જ જીવન ની અનુભૂતિ છે, જીવનનું સારસર્વસ્વ છે. એ ભ્રમણા ભાંગવાનું કામ દુ:ખને સોંપવામાં આવ્યું છે. દુ:ખથી પરાસ્ત ન થતા જે માણસ દુ:ખને જીવન ની સાધના તરીકે સ્વીકારે છે તે જ સુખદુ:ખથી પર જઈને જીવનસમૃદ્ધિ નો આનંદ માણી શકે છે. એ આનંદ સુખદુ:ખાતીત હોઈ સાગર જેવો ગંભીર અને આકાશ જેવો અનંત હોય છે.

એ આનંદનાં ભાગ્યમાં કોઈની સાથે વિવાહબદ્ધ થવાનું લખાયું નથી.

– કાકા સાહેબ કાલેલકર

(રખડવાનો આનંદ પુસ્તક માંથી સાભાર)